તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘાતક કોરોના:માતા-પુત્ર સાથે કોરોના પોઝિટિવ આવ્યા: ચાર જ દિવસમાં જુવાનજોધ દિકરાનું મોત, 3 વર્ષની બાળકીએ પિતાની છત્ર છાયા ગુમાવી

અમદાવાદ2 મહિનો પહેલાલેખક: અનિરુદ્ધસિંહ મકવાણા
  • હોસ્પિટલમાં 4 દિવસની સારવાર દરમિયાન દિકરાનું મોત થયું

રાજ્યમાં કોરોના મહામારીએ હજારો લોકોના ભોગ લીધા છે. કોરોનાની બીજી લહેર ફરી શરૂ થઈ છે જે હવે ધીરે ધીરે ઘાતક બનવા તરફ જઈ રહી છે. અમદાવાદના મણિનગર વિસ્તારમાં રહેતા માતા અને પુત્રને એક સાથે કોરોના પોઝિટીવ આવ્યો હતો. જેમાં 30 વર્ષિય યુવકનું મોત નિપજતાં હસતાં રમતાં પરિવારનો માળો વિખેરાઈ ગયો છે. જેના કારણે આજે તેની ત્રણ વર્ષની દીકરી પિતાની છત્ર છાયા ગુમાવી છે અને પત્ની તેમજ માતા નિરાધાર થઈ ગયા છે. ઘરમાં કમાવવા વાળો એકમાત્ર વ્યક્તિનો જીવ જતાં પરિવાર ખુબ જ આઘાતમાં સરી પડ્યો છે.

ઘરની છત્ર છાયા ગુમાવતા જવાબદારી પત્ની અને માતા પર આવી
ઘરની છત્ર છાયા ગુમાવતા જવાબદારી પત્ની અને માતા પર આવી

સારવાર અર્થે SVP હોસ્પિટલમાં દાખલ કર્યા
મણિનગર વિસ્તારમાં રિશીત ભાવસાર નામનો 30 વર્ષનો યુવક માતા, પત્ની અને ત્રણ વર્ષની પુત્રી સાથે રહેતો હતો. રિશીત ભાવસારના કૌટુંબિક ભાઈ દર્શીલ ભાવસારે Divyabhaskarને જણાવ્યું હતું કે ગત શનિવારે રિશીતને તાવ અને શરદી થતાં તેને ઇસનપુર ખાતે ડોમમાં કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. ટેસ્ટ કરાવતાં પોઝિટિવ આવ્યો હતો. પોઝિટિવ આવ્યા બાદ ઘરે તેઓ હોમ ક્વોરન્ટાઇન થયાં હતાં. હોમ ક્વોરન્ટાઇન થયાં બાદ બીજા દિવસે તેઓને થોડી તબિયત બગડતાં સારવાર માટે 108માં SVP હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. SVP હોસ્પિટલમાં દાખલ કર્યાના બીજા દિવસે તેમની તબિયત થોડી ખરાબ થવા લાગી હતી જેથી તેઓને ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા.

રિશીતને હોસ્પિટલમાં લઈ ગયા ત્યારે સુગર વધારે થઈ ગયું હતું
રિશીતને હોસ્પિટલમાં લઈ ગયા ત્યારે સુગર વધારે થઈ ગયું હતું

પુત્રનું સારવાર દરમિયાન મોત નીપજ્યું
બાદમાં તેઓની વધુ તબિયત લથડતાં વેન્ટિલેટર પર રાખવા પડ્યા હતા. રાતે તેઓના પરિવારને ફોન કરી જાણ કરી હતી કે તેઓની હાલત ગંભીર છે અને વેન્ટિલેટર પર રાખવા પડ્યા છે તમે સવારે આવીને મળજો. બુધવારે તેઓનું મોત નીપજ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે રિશીતને હોસ્પિટલમાં લઈ ગયા ત્યારે સુગર વધારે થઈ ગયું હતું અને હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ વધુ તેઓની તબિયત લથડી હતી. તેઓને એક ઇન્જેક્શન પણ આપ્યું હતું. સારવાર દરમ્યાન તેઓનું મોત નીપજ્યું હતું.

રિશીતની સાથે તેમના 60 વર્ષના માતાને પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો
રિશીતની સાથે તેમના 60 વર્ષના માતાને પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો

હવે દીકરીની જવાબદારી તેની પત્ની પર આવી
રિશીતની સાથે તેમના 60 વર્ષના માતાને પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. જેથી તેઓ પણ હોમ ક્વોરન્ટાઇન હતા. રિશીતની તબિયત બગડતાં હોસ્પિટલમાં લઈ જવાની ફરજ પડી હતી. રીશીત એકમાત્ર ઘરમાં પરિવારનો આધાર સ્તંભ હતો. ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. કોરોનાએ રિશીતનો ભોગ લેતાં આખો પરિવાર નિરાધાર બની ગયો છે. ત્રણ વર્ષની દીકરી, પત્ની અને 60 વર્ષની માતા આજે એક મોભી કહી શકાય તેને ખોઈ બેસતાં હવે દીકરીની જવાબદારી તેની પત્ની પર આવી પડી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો