તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેરમાં મંગળવારે વધુ 267 કેસ અને 21 લોકોના મૃત્યુ થયા હતા. સૌથી વધુ કેસ મણિનગરમાં 19, જમાલપુરમાં 16, વેજલપુરમાં 10, બોડકદેવમાં 8, અસારવામાં 11, અમરાઈવાડીમાં 10 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત નવરંગપુરામાં 6, સરસપુરમાં 9, શાહપુરમાં 11, સરખેજમાં 8, શાહીબાગમાં 6, વિરાટનગરમાં 5, ઈસનપુરમાં 7, દરિયાપુરમાં 6, ગોમતીપુરમાં 6, દાણીલીમડા 9, જોધપુરમાં 8, નારણપુરામાં 3, નવા વાડજમાં 6, પાલડીમાં 4, રામોલ-હાથીજણમાં 6, ઠક્કરબાપાનગરમાં 5 કેસ નોંધાયા હતા. વધુ 51 સુપર સ્પ્રેડર્સના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા હતા. જેમાં 29 શાકભાજીવાળા અને 10 કરિયાણાવાળાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જેમાં થલતેજ, ખોખરા, અસારવા અને અમરાઈવાડીના સૌથી વધુ છે. વિરાટનગરની દિવ્યપ્રભા સોસાયટી જ્યારે ઓઢવના વિમલ પાર્ક સોસાયટીમાં 3-3 પોઝિટિવ કેસ નોંધાયા હતા.
ભૂલાભાઈ પાર્ક પાસે એક જ એપાર્ટમેન્ટમાં બેનાં મોત, નારણપુરામાં પણ 2 મોત
શહેરમાં વધુ 21 મૃત્યુ થયા હતા. જેમાં સૌથી વધુ ખાડિયામાં 4, દરિયાપુરમાં 3, નારણપુરામાં 2 દર્દીના મોત થયા હતા. ભૂલાભાઈ પાર્ક પાસેના અનમોલ એપોર્ટમેન્ટમાં રહેતા બે વ્યક્તિના પણ એકસાથે મોત થયા હતા. 24 દિવસની સારવાર પછી ગોમતીપુરમાં રહેતા વૃદ્ધનું મોત થયું હતું.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.