તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોનાની સારવાર:દર્દીઓ વિશે અખબારમાં પ્રકાશિત સમાચાર પર ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો લઈ કહ્યું, ‘દર્દીઓ સાથે પશુ જેવું વર્તન ન થાય’

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક સપ્તાહમાં ઉકેલ લાવવાની રાજ્ય સરકારે ખાતરી આપી
  • ‘અમદાવાદ સિવિલમાં ડૉક્ટરો દર્દીઓને જોવા પણ નથી આવતા’
  • ખાનગી હૉસ્પિટલોની ફી સામાન્ય માણસની પહોંચ બહાર, નવેસરથી ફી નક્કી કરવા આદેશ
  • જસ્ટીસ જે.બી.પારડીવાલાએ જાહેરહીતની અરજી પર સુનાવણી કરી

કોરોના પૉઝિટીવ દર્દીઓની સારવાર અંગે અખબારોમાં પ્રકાશિત અહેવાલોને સુઓમોટો લેતા હાઇકોર્ટે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી છે. હાઇકોર્ટે આકરી ટિપ્પણી કરતા જણાવ્યું છે કે કોવિડ-19 દર્દીઓ સાથે પશુઓ જેવું વર્તન ન થવું જોઈએ. સિવિલ હોસ્પિટલમાં  સિનિયર તબીબો દર્દીઓને જોવા પણ આવતા નથી. હાઇકોર્ટે ઉમેર્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ આવે છે તેમની સાથે માનવતાભર્યુ વર્તન થવુ જોઇએ. સમાચારપત્રોના અહેવાલોના આધારે જસ્ટીસ જે.બી.પારડીવાલાએ સુઓમોટો જાહેરહીતની અરજી પર સુનાવણી કરી હતી. હાઇકોર્ટે સરકારનો ઉધડો લીધો હતો. સિવિલ હોસ્પિટલમા કોરોનાના દર્દીઓની દયાજનક સ્થિતિ અંગે સમાચાર આવે છે આ સ્થિતિ સુધારવા સરકાર કેમ કોઇ પગલા લેતી નથી? દર્દીઓની સારવાર યોગ્ય રીતે થતી નથી. સરકાર તરફથી એડવોકેટ જનરલે કોર્ટ સમક્ષ ખાતરી આપી હતી કે, એક સપ્તાહમાં આ સમસ્યાનો ઉકેલ અમે લાવીશુ.
સારવાર ન અપાતી હોવાથી મોત થાય છેઃ ગ્યાસુદ્દિન શેખ
આ તરફ રાજ્યનું સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પટિલમાં કોવિડ-19ની સારવાર ઇન્ટર્ન અને રેસિડન્ટ અને પેરામેડિકલ ડોકટરોના ભરોસે થાય છે, સિનિયર ડોકટરોએ હાથ ઉંચા કરી દીધા હોવાનો આક્ષેપ કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દિન શેખે કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, કોરોના દર્દીઓને કેન્સર, હાર્ટ અને કીડની જેવી ગંભીર બિમારી હોય તો તેની સારવાર અપાતી ન હોવાથી મૃત્યુઆંક વધારે છે.
ખાનગી હૉસ્પિટલોના ચાર્જમાં ઘટાડો કરવાનો આદેશ 
સરકારે ખાનગી હોસ્પિટલની ઘટાડેલી ફી અંગે કોર્ટમાં જવાબ રજુ કર્યો હતો. કોર્ટે સરકારને ટકોર કરી હતી કે, ઘટાડેલી ફી સામાન્ય માણસને પરવડે તેવી નથી.તેથી ફરીથી ફી ઘટાડીને કોર્ટમાં રજુ કરો. સામાન્ય માણસ પાસેથી આટલી બધી ફી વસુલી શકાય નહી.
ડિસ્ચાર્જ પહેલા ટેસ્ટ કેમ નહીં હાઇકોર્ટમાં વધુ એક અરજી થઈ
કોરોના મુદ્દે હાઇકોર્ટમાં વિવિધ અરજી થઈ છે. રાજેન્દ્રસિહ શેખાવત તરફથી એડવોકેટ ખેમચંદ કોષ્ઠીએ કરેલી અરજીમાં એવી રજુઆત કરવામાં આવી છે કે, દર્દીઓને ડિસ્ચાર્જ કરતા પહેલા ટેસ્ટ કરવામાં આવતા નથી. જ્યાં સુધી ટેસ્ટ નેગેટીવ ન આવે ત્યાં સુધી તેમને હોસ્પિટલમાંથી રજા આપી શકાય નહી. સરકારે ડિસ્ચાર્જ અંગે નીતિ ઘડવી જોઈએ. 
દર્દીઓને એવું ન લાગવું જોઇએ કે તેમની સારવાર પશુઓની જેમ થાય છેઃ હાઈકોર્ટ
હાઈકોર્ટ મુજબ દર્દીઓની સારવાર યોગ્ય રીતે થવી જોઇએ. દર્દીઓને એવું ન લાગવું જોઇએ કે તેમની સારવાર પશુઓની જેમ થાય છે. સરકારે  આ સમસ્યાનો ઉકેલ લાવવા પૂરતા પ્રયાસની ખાતરી આપી છે. આ નોંધનીય છેકે, અસારવા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર, ડોક્ટર્સને પડી રહેલી તકલીફો, લોકોને મળતું હલકી ગુણવત્તાયુક્ત જમવાનું આવા મુદ્દે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી હતી. 
હાઈકોર્ટે સરકારને ટકોર કરી આ સ્થિતિ સુધરવી જોઇએ
હાઈકોર્ટે સરકારને ટકોર કરી છેકે, સિવિલ હોસ્પિટલમાં ગરીબ અને જરરિયાતમંદ લોકો સારવાર માટે આવે છે. આ દર્દીઓ હોસ્પિટલમાંથી સાજો થઇને ઘરે જાય ત્યારે તેને સંતોષકારક ટ્રીટમેન્ટ મળી હોય તેવું લાગવું જોઇએ. દરરોજ સિવિલ હોસ્પિટલની ખરાબ હાલત અને વાતાવરણ અંગે સમચાર પેપરમાં સમાચાર આવે છે, જે ચિંતાજનક છે. આ સ્થિતિમાં સુધારો આવવો જોઇએ. હાઇકોર્ટમાં રાજ્ય સરકાર વતી એડ્વોકેટ જનરલએ ખાતરી આપી છેકે, એક સપ્તાહમાં આ સમસ્યાનો ઉકેલ લાવવા પૂરતા પ્રયાસ કરવામાં આવશે. 

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો