તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઇફેક્ટ:અમદાવાદમાં ખાનગી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ 10 દિવસના એકથી અઢી લાખ ચાર્જ ચૂકવવા મજબૂર

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર. - Divya Bhaskar
ફાઇલ તસવીર.
 • ચૂંટણીમાં મત મળી ગયા એટલે ખાનગી હોસ્પિટલોમાંથી ફ્રી બેડ પણ ગાયબ થઈ ગયા

કોરોના વાયરસ શહેરમાં ફરી માથું ઉંચકી રહ્યોં છે. અમદાવાદની 80થી વધુ ખાનગી હોસ્પિટલના 70 ટકા બેડ કોરોના દર્દીઓથી ભરાઈ ગયા છે. ભાસ્કરની તપાસમાં ધ્યાને આવ્યું છે કે, કોરોનાનો કોઈ એક દર્દી શહેરની ખાનગી કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે 10 દિવસ સુધી દાખલ રહે તો તેના ખિસ્સા ઉપર એકથી અઢી લાખ રૂપિયા સુધીનો બોજો પડી શકે છે. જો દર્દીની હાલત વધુ ખરાબ હોય અને વધુ સમય માટે હોસ્પિટલમાં દાખલ રહેવું પડે તો આ ખર્ચ હજૂ ઘણો વધી શકે છે. શહેરની જુદીજુદી ખાનગી કોવિડ હોસ્પિટલોમાં કુલ 3304 બેડ છે જેમાંથી બીજી એપ્રિલની સવાર સુધીમાં 2319 બેડ ભરાઈ ચૂક્યા હતાં. છેલ્લા 24 કલાકમાં ખાનગી કોવિડ હોસ્પિટલમાં 229 દર્દી દાખલ થયા છે જેમાંથી 162 દર્દી વેન્ટિલેટર પર છે.

અમદાવાદ ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે તેનો ખ્યાલ આ ખાનગી કોવિડ હોસ્પિટલોમાં દાખલ થતા દર્દીઓ પરથી આવી શકે છે. બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ખાનગી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે રિઝર્વ બેડ રાખવામાં આવતા હતા તે બંધ કર્યા છે. આ કારણે શહેરના લોકોને કોરોનાની સારવાર માટે ખિસ્સામાંથી લાખો રૂપિયા ચૂકવવા મજબૂર થવું પડી રહ્યું છે.

લોકોમાં ઉગ્ર ચર્ચા એવી છે કે, ગયા વર્ષે કોર્પોરેશનની ચૂંટણી આવવાની હતી ત્યારે સરકારે અમદાવાદીઓ માટે ખાનગી હોસ્પિટલોમાં બેડ રિઝર્વ રાખ્યા હતા તેના કારણે દર્દીઓને ઘરની નજીક સારવાર મળી શકતી હતી. જ્યારે હવે ચૂંટણીઓ પૂરી થઈ ગઈ છે ત્યારે ખાનગી હોસ્પિટલોમાં રિઝર્વ બેડ રાખવાના સરકારે બંધ કરી દીધા છે. ચૂંટણીમાં રાજકીય પાર્ટીઓએ સત્તા મેળવવા ભીડ ભેગી કરી હતી અને તેના કારણે જ કોરોના વધ્યો હોવાનો નાગરિકો આક્ષેપ કરી રહ્યાં છે.

શહેરની ટોચની હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને ચૂકવવો પડતો ચાર્જ

હોસ્પિટલઆઈસોલેશનએચડીયુICU વેન્ટિલેટર વગર

ICU વેન્ટિલેટર સાથે

સાલ145001450017800

17800 (દવા+ડૉક્ટર વિઝિટ+બાયપેપ+વેન્ટિલેટર અલગથી ચાર્જ)

રાજસ્થાન110001100018000

18000 (ઈન્જેક્શન અલગથી ચાર્જ )

એસએમએસ100001000014400

17500 (75 હજાર ડિપોઝિટ)

સંજીવની72001440014400

17500 (દવા+ડૉક્ટર વિઝિટ અલગથી ચાર્જ )

સીયુએચ72001000014400

17500 (દવા+ડૉક્ટર વિઝિટ+ઈન્જેક્શન અલગથી ચાર્જ)

(નોંધઃ તમામ ચાર્જ એક દિવસનો છે)

આ 21 વિસ્તારો માઇક્રો કન્ટેઇન્ટમેન્ટમાં મુકાયા

 • ​​​​​​​મુકુલ પાર્ક, મણિનગર
 • સાફલ્ય એપાર્ટ, મણિનગર
 • શિખર એપાર્ટ, સી1 થી સી4, વટવા
 • જ્યોતિનગર, નારોલ
 • મંગલ વિકાસ સોસા., દાણીલીમડા
 • પૃથ્વી ટાવર, જોધપુર
 • સાહિત્ય રેસીડન્સી, વસ્ત્રાલ
 • સુર્યમ એલીગન્સ, વસ્ત્રાલ
 • ભવદિપ પાર્ક વિ-1, ભાઇપુરા
 • ભવદિપ પાર્ક વિ-2, ભાઇપુરા
 • શુકુન રેસીડન્સી, ચાંદલોડિયા
 • શ્રીદર્શન એપાર્ટ, ચાંદલોડિયા
 • જીવનદિપ રો હાઉસ, થલતેજ
 • આકાંક્ષા એપાર્ટ, ઘાટલોડિયા
 • આદિત્ય પરીવેશ, ચાંદલોડિયા
 • ગુંજનપાર્ક સોસા, થલતેજ
 • લેબર કોલોની, છારોડી
 • આર્યન એમ્બેસી, બોડકદેવ
 • મહાદેવ રેસીડન્સી, ચાંદલોડિયા
 • સેલ્બ્રીટી રેસીડન્સી, પાલડી
 • હાઇટ્સ, એ-3, મોટેરા
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો