રિસર્ચ:હોસ્પિટલમાં દાખલ થયેલા કોરોનાના દર્દીઓમાં લોહી ગંઠાઈ જવાની શક્યતા 17 ટકા વધુ રહેલી છે

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • સંક્રમણથી ગંભીર રીતે પ્રભાવિત દર્દીઓમાં થ્રોમ્બોસિસ થવાનું પ્રમાણ વધારે
  • મગજ, હૃદય તથા મહત્ત્વનાં અંગો પર અસર કરે છે
  • ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ- ગાંધીનગર દ્વારા રિસર્ચ

કોરોના સંક્રમણથી પીડિત અને હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓમાં વીનસ થ્રોમ્બોએમ્બોલિક એટલે કે લોહી ગંઠાઈ જવાની શક્યતા 17 ટકા જેટલી જોવા મળી છે, જેમનામાં ડિપ વેન થ્રોમ્બોસિસ (DVT) અને પુલમોનરી એમ્બોલિજમ (PE) ક્રમશ: 10.8 ટકા અને 11.5 ટકા છે. આઇસીયૂમાં ગંભીર સ્થિતિમાં દાખલ કરવામાં આવેલા કોવિડના દર્દીઓમાં લોહી ગંઠાઈ જવાની શક્યતા સંક્રમણના સાધારણ લક્ષણો ધરાવતા લોકો કરતાં અનેકગણી વધારે જોવા મળી છે. ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ- ગાંધીનગરના રિસર્ચ દ્વારા હાથ ધરવામાં આવેલી સ્ટડીમાં સામે આવ્યું છે કે સમગ્ર વિશ્વમાં 39 ટકા જેટલા કોવિડ દર્દીઓમાં લોહી ગંઠાઈ જવાની તકલીફ નોંધાઈ છે.

સ્ટડી મુજબ, વધુ ઉંમર, પુરુષો અને જેમને અગાઉ લોહી ગંઠાવાની તકલીફ થઈ હોય તેમનામાં કોવિડ થાય ત્યારે થ્રોમ્બોસિસ થવાની શક્યતા વધારે રહે છે. થ્રોમ્બોસિસથી પીડિત દર્દીઓની હાલત એ સમયે વધારે ગંભીર થઈ જાય છે જ્યારે મગજ, હૃદય અને મહત્ત્વના અંગોમાં લોહી ગંઠાઈ જાય છે.

IIPH ગાંધીનગરમાં આસિસ્ટન્ટ પ્રોફેસર અને આ સ્ટડીના કોરસ્પોન્ડિંગ ઓથર ડૉ. કોમલ શાહ જણાવ્યું કે, વિશ્વમાં થ્રોમ્બોસિસના આંકડા ઉપલબ્ધ છે પરંતુ ભારતમાં દર્દીઓની સંખ્યા અને તેના ઉપચારની વિગતો ઉપલબ્ધ નથી એટલે ગ્લોબલ રિપોર્ટ્સનું સિસ્ટમેટિક રિવ્યૂ કરવામાં આવ્યું. સ્ટડીમાં અભ્યાસ કરાયો કે, કોરોના વાઈરસ કઈ રીતે ડેમેજ કરે છે. કોવિડના દર્દી જેમને લોહી ગંઠાઈ જવાની તકલીફ ઊભી થઈ અને તેનાથી સાજા થયા તેમનો વિગતવાર અભ્યાસ પહેલીવાર કરાયો છે.

કોરોના સંક્રમણ સામે લડત લડી રહેલા અને કોરોનાને મ્હાત આપનારા લોકોમાં પણ લોહી ગંઠાઈની તકલીફ જોવા મળી. વીનસ થ્રોમ્બોસિસ કોવિડ દર્દીઓમાં સામાન્ય રીતે સુષુપ્ત અવસ્થામાં હોય છે પણ જ્યારે ઇન્ફેક્શન એડવાન્સ લેવલ પર પહોંચી જાય છે ત્યારે મૃત્યુનો ખતરો અનેકગણો વધી જાય છે.

સંક્રમિત દર્દીની સારવાર વહેલી તકે કરાય તો મૃત્યુની શક્યતા નહિવત
જે લોકોમાં સંક્રમણનું પ્રમાણ વધુ હોય છે તેમને થ્રોમ્બોસિસ થવાની શક્યતા વધુ રહે છે. ો કોવિડના દર્દીઓને સંક્રમણ થવાની શરૂઆતમાં જ લોહી ગંઠાવાની તકલીફ વિશે રિપોર્ટ કરાવીને જાણી લેવામાં આવે અને સમયસર તેની સારવાર શરૂ કરી દેવામાં આવી તેવા સંજોગોમાં દર્દીઓની ગંભીર સ્થિતિ કે મૃત્યુ થવાની શક્યતા નહિંવત રહે છે. > ડૉ. કોમલ શાહ

અન્ય સમાચારો પણ છે...