તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાના દર્દીના દીકરાની વ્યથા:મારા પિતા જીવે છે કે મરી ગયા કોઈ જ જાણ નથી કરતા, સિક્યુરિટી કહે છે ઝઘડો કરશો તો રજા આપી દઈશું

અમદાવાદ10 દિવસ પહેલાલેખક: આનંદ મોદી
વીડિયો દ્વારા દર્દીને જોઈ રહેલા સગા સંબંધી
  • કેટલાક સગાઓનો આક્ષેપ છે કે દર્દીને લાવવામાં આવ્યા બાદ કોઈ સમાચાર મળતાં નથી, મોત થયું હોય જ ફોન આવે છે

રાજ્યમાં કોરોના કેસો દરરોજ નવા નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. તેમાં પણ અમદાવાદ, વડોદરા અને સુરતની સ્થિતિ તો એ હદે વણસી છે કે, હોસ્પિટલથી લઈ સ્મશાનમાં પણ જગ્યા રહી નથી. જેને પગલે દર્દીઓની હાલત કફોડી બની ગઈ છે, કયા દર્દીની શું હાલત છે અને કેટલી રિકવરી છે તેના પણ ઠેકાણા રહ્યાં નથી. જેને પગલે દરરોજ દર્દીના સગાઓ હોસ્પિટલોના કેમ્પસમાં રોકકળ કરતા જોવા મળે છે. કેટલાક દર્દીઓનું કહેવું છે કે તેમને સિક્યુરિટી તરફથી કહેવામાં આવ્યું છે કે તમે અહીં ઝઘડા કરશો તો તમારા દર્દીને રજા આપી દેવામાં આવશે.

મારા પિતા જીવે છે કે મરી ગયા તેની કોઈ જાણ કરી નથીઃ દર્દીનો દીકરો
અમદાવાદના મંજૂશ્રી મિલ કમ્પાઉન્ડમાં આવેલી કિડની હોસ્પિટલમાં પણ કોરોનાના દર્દીઓ દાખલ કરવામાં આવ્યા છે. હાલ દાખલ દર્દીઓમાં સગા વ્હાલા હોસ્પિટલની નીચે દર્દીઓની હાલત જાણવા પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ હોસ્પિટલ તરફથી યોગ્ય જવાબ ના મળતો હોવાનો સગા વ્હાલા આક્ષેપ કરી રહ્યા છે. વિરેન્દ્રસિંહ રાજપૂત નામના યુવાને જણાવ્યું કે, હોસ્પિટલમાં મારા પિતા જીવે છે કે મરી ગયા તેની પણ અમને કોઈ જાણ કરવામાં આવી નથી. તો બીજી બાજુ હોસ્પિટલવાળા કહે છે કે સ્ટાફ નથી.

હોસ્પિટલ સંકુલમાં એકઠા થયેલા દર્દીના સગાઓ
હોસ્પિટલ સંકુલમાં એકઠા થયેલા દર્દીના સગાઓ

સગાઓને હોસ્પિટલમાં પ્રવેશ આપતા નથી
સિવિલ હોસ્પિટલમાં આવેલી 1200 બેડની હોસ્પિટલમાં દર્દીઓ ભરાઈ જતાં મંજુશ્રી મિલ કમ્પાઉન્ડમાં આવેલી કિડની હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવામાં આવી રહ્યા છે. કિડની હોસ્પિટલમાં દર્દીઓની સાથે તેમના સગા વ્હાલા પણ પહોંચ્યા છે,પરંતુ સગાઓને હોસ્પિટલમાં પ્રવેશ આપવામાં આવતો નથી. દર્દીઓના સગાઓ બહાર ગાર્ડનમાં જ બેસી શકે છે. દર્દીઓની સ્થિતિ જાણવા સગા વ્હાલા અનેક પ્રયત્ન કરે છે, પરંતુ હોસ્પિટલ તરફથી યોગ્ય જવાબ મળતો નથી.કિડની હોસ્પિટલની બહાર જ ગેટ પર દર્દીઓની સગા સાથે વાતચીત થાય તે માટે સ્ટાફ રાખવામાં આવ્યો છે. આ સ્ટાફ પણ દર્દીઓના સગા સાથે ગેરવર્તણૂક કરતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કેટલાક સગાઓનો આક્ષેપ છે કે તેમનાં દર્દીને લાવવામાં આવ્યા બાદ કોઈ સમાચાર મળતાં નથી. જો મોત થયું હોય જ તેનો ફોન આવે છે.

હોસ્પિટલના ગ્રાઉન્ડમાં બેઠેલા દર્દીના સગાઓ
હોસ્પિટલના ગ્રાઉન્ડમાં બેઠેલા દર્દીના સગાઓ

જમવાનું અને પાણી મળ્યા કે નહીં તે અંગે કોઈ જાણકારી જ મળી દર્દીના સગા વીરેન્દ્રસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, મારા પિતાને 2 દિવસથી મંજુશ્રી મિલ કમ્પાઉન્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. 2 દિવસ સુધી કોઈ માહિતી મળતી નથી. હોસ્પિટલ લાવ્યા બાદ કોઈ વાતચીત થઈ નથી. કયા ડોક્ટર સારવાર કરી રહ્યા છે, કયા વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે, જમવાનું, પાણી કે અન્ય સગવડ મળી કે નહીં તે અંગે કોઈ જાણકારી જ મળી નથી. અહીં દર્દી સાથે વાત કરાવવા ડોમ બનાવવમાં આવ્યો છે, ત્યાં જઈને વાત કરતા સ્ટાફ જણાવે છે કે ટાવર પકડાતા નથી કે અમારી પાસે સ્ટાફ નથી કે વાત કરાવી શકીએ. હોસ્પિટલમાં મારા પિતા જીવે છે કે મરી ગયા તેની પણ અમને કોઈ જાણ કરવામાં આવી નથી.

કાલ સુધી બરાબર હતું અને આજે ફોન આવ્યો કે તમારા દર્દી ગુજરી ગયા
અન્ય દર્દીના સંબંધી જયેશભાઈએ જણાવ્યું હતું કે કાલે સવારે અમે અમારા દર્દીને દાખલ કર્યા હતા. કાલ સુધી બધું બરોબર હતું અને આજે સવારે ફોન આવ્યો કે તમારા દર્દી ગુજરી ગયા છે. સવારે 11 વાગે ગુજરી ગયાનો ફોન આવ્યો અને બાદમાં 11-30 સુધી બોડી માટે સતત 10 ફોન આવ્યા અને અહીં આવ્યા બાદ 2 કલાક કરતાં વધુ સમય વીતી ગયો હોવા છતાં અમને કહે છે કે એમ્બ્યુલન્સ નથી અને બીજા બહાના આપી બોડી આપવામાં આવી નથી.

તમે અહીં ઝઘડા કરશો તો તમારા દર્દીને રજા આપી દેવાશે
સિવિલ હોસ્પિટલમાં 1200 બેડ ભરાતા વધારાની વ્યવસ્થા માટે માંજુશ્રી મિલના કમ્પાઉન્ડમાં બનાવેલી હોસ્પિટલમાં 400 બેડ કોરોના માટે ફાળવવામાં આવ્યા છે. પરંતુ અહીં સુવિધાનો અભાવ હોવાનો દર્દીઓના સગાઓ આક્ષેપ છે. કેટલાક દર્દીઓનું કહેવું છે કે તેમને સિક્યુરિટી તરફથી કહેવામાં આવ્યું છે કે તમે અહીં ઝઘડા કરશો તો તમારા દર્દીને રજા આપી દેવામાં આવશે. સગાઓના આક્ષેપ મુજબ દર્દીઓને સમયસર સારવાર મળતી નથી અને ખાવા પીવાનું પણ સમયસર મળતું નથી.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો