મહેસાણા / 16મીએ કોરોનાગ્રસ્ત માતાની કૂખે જોડિયા ભાઈ-બહેનનો જન્મ, 8 દિવસમાં બન્ને કોરોનાગ્રસ્ત

corona patient mother give birth to twins and both are corona positive
X
corona patient mother give birth to twins and both are corona positive

દિવ્ય ભાસ્કર

May 22, 2020, 04:54 PM IST

મહેસાણા. વડનગરના મોલીપુરની કોરોનાગ્રસ્ત મહિલા હસુમતીબેન પરમારે 16મેના રોજ વડનગર મેડિકલ હોસ્પિટલમાં જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. ત્યાર બાદ બાળકોના વોર્ડમાં રખાયેલાં આ બંને બાળકના કોરોના સેમ્પલ લેવાયા હતા. જેમાંથી એક બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ ચોંકી ગયું હતું. જ્યારે બાળકીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જો કે આજે બાળકીનો બીજો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આમ બન્ને બાળકો કોરોનાગ્રસ્ત બન્યા છે. ઉલ્લેખનીય છે કે, બાળકી સાથે જિલ્લામાં પોઝિટિવ કેસનો આંકડો 93 થયો છે. જ્યારે અત્યાર સુધીમાં 4 દર્દીના મોત થઈ ચૂક્યા છે.

કોરોના પોઝિટિવ મહિલા, જોડિયા બાળકો અને બાળક આડું થઈ જવું છતાં સફળ પ્રસુતીની પહેલી ઘટના
મોલીપુર ગામના  હસુમતીબેન પરમાર 12 મેના રોજ કોરોના-19 પોઝિટિવ જાહેર થયા હતા. જેઓની સારવાર કોરોના હોસ્પિટલ વડનગર ખાતે ચાલી રહી હતી. આ મહિલા ગર્ભવતી હોવાથી કોરોના-19ની વડનગરની ટીમ દ્વારા ખાસ દેખરેખ અને સાર સંભાળ રાખવામાં આવી રહી હતી. વડનગર મેડીકલ કોલેજના સુપ્રિટેન્ડેન્ટ એચ.ડી.પાલેકર જણાવ્યું હતું કે કોરોના-19 પોઝિટિવ મહિલા,જોડિયા બાળકો અને બ્રીચ (બાળક આડું થઇ ગયું હોય) આ ત્રણેય સ્થિતિમાં મેડીકલ ટીમ દ્વારા સફળ પ્રસુતિ કરાવીને કદાચ આ પ્રકારની પ્રથમ ઘટના ગણાવી છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી