કોરોનાનો કહેર:અમદાવાદમાં ખાનગી હોસ્પિ. અને કોવિડ કેર સેન્ટરમાં બેડની સંખ્યામાં વધારો કરવા છતાં 2 ઓક્સિજન બેડ અને 1 વેન્ટિલેટર જ ખાલી

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • શહેરમાં હાલની સ્થિતિએ 169 ખાનગી હોસ્પિટલો તથા 35 કોવિડ કેર સેન્ટરોમાં કોરોનાના દર્દીઓની સારવાર
  • ખાનગી હોસ્પિટલોમાં આજની સ્થિતિએ માત્ર 312 જેટલા બેડ ખાલી છે.
  • 28 એપ્રિલે સવારની સ્થિતિએ ICUમાં 939 અને વેન્ટિલેટર પર 416 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

અમદાવાદ શહેરમાં કોરોનાની પરિસ્થિતિ અતિ ગંભીર બની છે. સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને દાખલ થઈ રહ્યા છે. ત્યારે અમદાવાદમાં ખાનગી હોસ્પિટલો અને કોવિડ કેર સેન્ટરો વધારવામાં આવ્યાં છતાં પરિસ્થિતિ વધુ વણસી રહી છે. શહેરમાં કોરોનાની સારવાર કરતી 169 ખાનગી હોસ્પિટલો અને 35 કોવિડ કેર સેન્ટરમાં 28 એપ્રિલના રોજ સવારે 9.30 વાગ્યાની સ્થિતિએ 2 ઓક્સિજન બેડ અને 1 વેન્ટિલેટર ખાલી છે. એવામાં કોરોનાના ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓના પરિજનો પણ બેડ શોધવામાં આમથી તેમ દોડાદોડી કરી રહ્યા છે, છતાં નિરાશા જ હાથમાં આવી રહી છે.

અમદાવાદમાં ખાનગી હોસ્પિટલોમાં 2 ઓક્સિજન અને 1 વેન્ટિલેટર ખાલી છે.
અમદાવાદમાં ખાનગી હોસ્પિટલોમાં 2 ઓક્સિજન અને 1 વેન્ટિલેટર ખાલી છે.

શહેરની ખાનગી હોસ્પિટલોમાં 312 બેડ ખાલી છે
શહેરની ખાનગી હોસ્પિટલો, કોવિડ સેન્ટર તથા ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલોમાં 10352 બેડમાંથી 2163 બેડ ખાલી છે, જેમાં 312 બેડ ખાનગી હોસ્પિટલમાં ખાલી છે. જેમાં HDUના 89 બેડ, 2 ઓક્સિજન તથા 1 વેન્ટિલેટર ખાલી છે. કોવિડ સેન્ટરો અને કોવિડ હેલ્થ સેન્ટરમાં 1623 જેટલાં બેડ ખાલી છે. AHNAની વેબસાઈટ મુજબ, 28 એપ્રિલના રોજ સવારે 9.30 વાગ્યા સુધીમાં અમદાવાદની AMC દ્વારા કોરોનાની સારવાર માટે જાહેર કરવામાં આવેલી કુલ 169 ખાનગી હોસ્પિટલમાં 6078 બેડમાંથી આઇસોલેશન વોર્ડમાં 2050, HDUમાં 2361, ICUમાં 939 અને ICU વિથ વેન્ટિલેટર પર 416 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

શહેરની ખાનગી હોસ્પિટલો, કોવિડ સેન્ટર તથા ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલોમાં 10352 બેડમાંથી 2163 બેડ ખાલી
શહેરની ખાનગી હોસ્પિટલો, કોવિડ સેન્ટર તથા ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલોમાં 10352 બેડમાંથી 2163 બેડ ખાલી

કોવિડ કેર સેન્ટરમાં આઈસોલેશનનાં 1331 બેડ ખાલી
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા MOU કરાયેલી SMS હોસ્પિટલ અને GCS હોસ્પિટલમાં 448માંથી આઇસોલેન વોર્ડમાં 64, HDUમાં 110, ICU વેન્ટિલેટર વગરમાં 31 અને વેન્ટિલેટર પર 15 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. ઓક્સિજન અને વેન્ટિલેટર બેડ ખાલી જ નથી રહ્યાં. જ્યારે 35 કોવિડ કેર સેન્ટરમાં 1855માંથી આઇસોલેનનાં 1331 બેડ ખાલી છે. કોવિડ હેલ્થ સેન્ટરમાં 1971 બેડમાંથી આઇસોલેશન વોર્ડમાં 680 બેડ, HDUમાં 881 બેડ, વેન્ટિલેટર વિનાનાં ICUમાં 104 અને વેન્ટિલેટર પર 18 દર્દી સારવાર લઈ રહ્યા છે.

35 કોવિડ કેર સેન્ટરમાં 1855માંથી આઇસોલેનનાં 1331 બેડ ખાલી
35 કોવિડ કેર સેન્ટરમાં 1855માંથી આઇસોલેનનાં 1331 બેડ ખાલી

કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલ માટે હેલ્પલાઇન નંબર જાહેર
અમદાવાદ સિવિલ મેડિસિટીમાં આવેલી તમામ કોરોના ડેઝિગ્નેટેડ હોસ્પિટલ દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીની સાથે સાથે તેમનાં સગાંની ચિંતાને ધ્યાનમાં રાખી હેલ્પલાઇન નંબર કાર્યરત કરવામાં આવ્યા છે. કોરોનાગ્રસ્ત દર્દીઓને લઈને ચિંતિત તેમનાં સ્વજનો દર્દીની સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી મેળવી શકે એ માટે મેડિસિટીની તમામ હોસ્પિટલમાં હેલ્પલાઇન નંબર 24x7 કાર્યરત છે. તદનુસાર, 1200 બેડ હોસ્પિટલ માટે 94097-66908 / 94097-76264 હેલ્પલાઇન નંબર, મંજુશ્રી મિલ કંપાઉન્ડ સ્થિત કોરોના ડેઝિગ્નેટેડ હોસ્પિટલ માટે – 940976697 હેલ્પલાઇ નંબર, આઇ.કે.ડી.આર.સી.(કિડની હોસ્પિટલ) માટે – 079-49017074 / 079-49017075 હેલ્પલાઈન નંબર, યુ.એન. મહેતા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ માટે – 90999 55247 / 90999 55248 હેલ્પલાઈન નંબર, જી.સી.આર.આઇ. (કેન્સર હોસ્પિટલ) માટે – 079-22690000 હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવેલા છે.

કોવિડ હેલ્થ સેન્ટરમાં આઇસોલેશન વોર્ડમાં 680 બેડ, HDUમાં 881 બેડ, વેન્ટિલેટર વિનાનાં ICUમાં 104 અને વેન્ટિલેટર પર 18 દર્દી સારવાર પર
કોવિડ હેલ્થ સેન્ટરમાં આઇસોલેશન વોર્ડમાં 680 બેડ, HDUમાં 881 બેડ, વેન્ટિલેટર વિનાનાં ICUમાં 104 અને વેન્ટિલેટર પર 18 દર્દી સારવાર પર