તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોંગ્રેસની રજુઆત:રાજ્ય સરકાર માં અમૃતમ અને વાત્સલ્ય કાર્ડમાં પાંચ લાખની મર્યાદા કરે તો જ કોરોનાના દર્દીને લાભ મળી શકે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દિન શેખ - Divya Bhaskar
કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દિન શેખ
  • અમદાવાદમાં ખાનગી હોસ્પિટલો સરકારના પરિપત્રનો અમલ કરતી નથીઃ ધારાસભ્ય ગ્યાસુદ્દિન શેખ.
  • ધારાસભ્ય હિંમતસિંહ પટેલે સીએમને પત્ર લખીને મ્‍યુકર માઈકોસિસના ઈન્‍જેકશન તાત્‍કાલિક ઉપલબ્‍ધ કરાવવા માંગ કરી.

રાજ્ય સરકારની કોર કમિટીમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે મા કાર્ડ અને વાત્સલ્ય કાર્ડ રાજ્યના જે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો ધરાવે છે તેવા પરિવારોમાં જો કોઈ વ્યક્તિ કોરોના સંક્રમિત થાય તો તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દરરોજના રૂ. 5000 સુધીની મર્યાદામાં 10 દિવસના રૂપિયા પચાસ હજાર સુધીનો સારવાર ખર્ચ આ કાર્ડમાંથી મળવા પાત્ર થશે. પરંતુ કોંગ્રેસના ધારાસભ્યએ સરકારના આ પરિપત્ર સામે પાંચ લાખ રૂપિયાની મર્યાદા કરવામાં આવે તેવી માંગ કરી છે.

સરકારના પરિપત્રનો અમલ નથી થતો
કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દિન શેખે નિવેદન આપ્યું હતું કે, રાજ્ય સરકારે માં કાર્ડ અને વાત્સલ્ય કાર્ડ ખાનગી હોસ્પિટલમાં ઉપયોગ કરી શકાશે તેવો પરિપત્ર કર્યો છે. ત્યારે રાજ્ય સરકાર 50 હજારની જગ્યાએ પાંચ લાખની મર્યાદા કરે તો જ દર્દીને લાભ મળી શકે. માં અમૃતમ કાર્ડ અને માં વાત્સલ્ય કાર્ડમાં પાંચ લાખ સુધીની મર્યાદા છે. તેમણે કહ્યું હતું કે અમદાવાદમાં ખાનગી હોસ્પિટલો સરકારના પરિપત્રનો અમલ કરતી નથી. સરકારે વેન્ટિલેટરનો ચાર્જ પાંચ હજાર જાહેર કર્યો છે. જ્યારે હાલમાં પ્રતિદિન 20 હજાર રૂપિયા વસુલવામાં આવે છે. ખાનગી હોસ્પિટલો માં દાખલ થવાની પદ્ધતિ સરકારે જાહેર કરવી જોઈએ. તેમણે કહ્યું હતું કે રાજય સરકારના પરિપત્રનો આહના એસોસિયેશન ના અમલ નહિ કરે.

બાપુનગર વિસ્તારના ધારાસભ્ય હિમંતસિંહ પટેલ
બાપુનગર વિસ્તારના ધારાસભ્ય હિમંતસિંહ પટેલ

મ્‍યુકર માઈકોસિસના ઈન્‍જેકશન ઉપલબ્‍ધ કરાવવા માંગ
અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારના ધારાસભ્ય હિમંતસિંહ પટેલે સીએમ વિજય રૂપાણીને પત્ર લખી અમદાવાદ શહેર અને રાજ્યમાં મ્યુકર માઇકોસિસના રોગ માટે વપરાતા ઇન્જેક્શન સત્વરે ઉપલબ્ધ કરવા માંગ કરી છે. તેમણે કહ્યું કે મ્‍યુકર માઈકોસિસ માટે અસરકારક ઈન્‍જેકશન ‘AMPHONEX’ દર્દીને આપવા પડે છે, પરંતુ આ ઈન્‍જેકશનની સમગ્ર રાજ્‍યમાં ખૂબ જ અછત વર્તાઈ રહી છે. આ ઈન્‍જેકશન નહીં મળવાના કારણે દર્દી ખૂબ જ ટૂંકા સમયગાળામાં મોતના મુખમાં ધકેલાઈ જાય છે.

રાજ્યનાં 80 લાખથી વધુ ગરીબ અને મઘ્યમવર્ગીય પરિવારોને સૌથી મોટી રાહત મળશે
રાજ્યનાં 80 લાખથી વધુ ગરીબ અને મઘ્યમવર્ગીય પરિવારોને સૌથી મોટી રાહત મળશે

મઘ્યમવર્ગ ખાનગી હોસ્પિટલોમાં માં કાર્ડનો ઉપયોગ કરી શકશે
કોર કમિટીમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે મા કાર્ડ અને વાત્સલ્ય કાર્ડ રાજ્યના જે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો ધરાવે છે. તેવા પરિવારોમાં જો કોઈ વ્યક્તિ કોરોના સંક્રમિત થાય તો તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દરરોજના રૂ. 5000 સુધીની મર્યાદામાં 10 દિવસના રૂપિયા પચાસ હજાર સુધીનો સારવાર ખર્ચ આ કાર્ડમાંથી મળવા પાત્ર થશે.રાજ્યનાં 80 લાખથી વધુ ગરીબ અને મઘ્યમવર્ગીય પરિવારોને સૌથી મોટી રાહત મળશે.

અન્ય સમાચારો પણ છે...