તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

IIM-Aમાં કોરોનાનો કહેર:અહીં કોરોના હવે સુપર સ્પ્રેડ, હોળી-ધૂળેટીના દિવસે વધુ 9 વિદ્યાર્થી સહિત 16 પોઝિટિવ આવ્યા

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
28 માર્ચે કરવામાં આવેલા 116 લોકોના ટેસ્ટમાં 10 પોઝિટિવ. - Divya Bhaskar
28 માર્ચે કરવામાં આવેલા 116 લોકોના ટેસ્ટમાં 10 પોઝિટિવ.
  • હોળી-ધૂળેટીના તહેવારમાં 116થી વધુ લોકોના ટેસ્ટ કરાવાતાં 16 પોઝિટિવ આવ્યા
  • બે દિવસમાં IIMAમાં 15 જેટલા વિદ્યાર્થીઓ સહિત 23 લોકો પોઝિટિવ આવ્યા
  • મેચ જોવા ગયેલા 5 વિદ્યાર્થી પોઝિટિવ આવ્યા બાદ 50 લોકોને કોરોના થયો

રાજ્યમાં કોરોનાના કેસોમાં હવે અમદાવાદ શહેર ફરી એકવાર હોટ સ્પોટ બની ગયું છે, જેમાં હવે અમદાવાદ IIMમાં કોરોના સુપર સ્પ્રેડ થઈ રહ્યો છે. હોળી-ધૂળેટીના તહેવારના દિવસે IIMમાં 116થી વધુ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં 16 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. ભારત-ઇંગ્લેન્ડની મેચ જોવા ગયેલા 5 વિદ્યાર્થી પોઝિટિવ આવ્યા બાદ અમદાવાદ IIMમાં 50થી વધુ લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. 28 માર્ચે કરવામાં આવેલા 116 લોકોના ટેસ્ટમાં 10 પોઝિટિવમાં 9 વિદ્યાર્થી પોઝિટિવ આવ્યા જ્યારે 29 માર્ચે વધુ 6 લોકો પોઝિટિવ નોંધાયા છે. બે દિવસમાં IIMAમાં 15 જેટલા વિદ્યાર્થીઓ સહિત 23 લોકો પોઝિટિવ આવ્યા, 26થી 27 માર્ચે કરવામાં આવેલા કોરોના ટેસ્ટમાં વધુ પાંચ લોકો પોઝિટિવ આવ્યા હતા.

15 દિવસમાં 70 લોકો પોઝિટિવ
ઉત્તર-પશ્ચિમ ઝોનના હેલ્થ ઓફિસર ડો. મેહુલ આચાર્યએ જણાવ્યું હતું કે, અમદાવાદ IIMમાં 29 માર્ચની રાત સુધીમાં કેસનો આંકડો 70એ પહોંચ્યો છે. છેલ્લા 15 દિવસમાં IIMમાં 70 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. IIMA દ્વારા કોરોનાના કેસો અંગેની જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ, IIMAમાં 28 માર્ચે પણ 116 લોકોના RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં 10 લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા. 27 માર્ચે 109 લોકોના RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં 8 પોઝિટિવ આવ્યા હતા.

IIMAમાં 28 માર્ચે પણ 116 લોકોના RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
IIMAમાં 28 માર્ચે પણ 116 લોકોના RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

IIMમાં કોરોના કેસમાં સતત વધારો
ઇન્સ્ટિટ્યૂટના ડેશ બોર્ડની વિગતો મુજબ, કોરોનાના કેસો વધતાં 1 સપ્ટેમ્બર 2020થી કોરોનાના ટેસ્ટ IIM દ્વારા શરૂ કરવામાં આવ્યા હતા. IIM કેમ્પસમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેસ્ટ કેમ્પ અલગ અલગ દિવસો દરમિયાન લગાવવામાં આવ્યા હતા, જેમાં વિદ્યાર્થીઓ, પ્રોફેસરો, કોન્ટ્રેક્ટ પર કામ કરતા કર્મચારીઓ અને કમ્યુનિટી મેમ્બરો, જેમને કોરોનાનાં લક્ષણો જણાયાં હતાં તેમના ટેસ્ટ કરવામાં આવતા જતા. 1 સપ્ટેમ્બર 2020થી 27 માર્ચ 2021 સુધીમાં IIMAમાં કુલ 190 જેટલા કોરોના પોઝિટિવ આવ્યા છે, જેમાં 85 વિદ્યાર્થી, 4 પ્રોફેસર, 14 ઓન કેમ્પસ અને 27 ઓફ કેમ્પસ સ્ટાફ, 19 કોન્ટ્રાક્ટ સ્ટાફ અને 41 કોમ્યુનિટી અને અન્ય સ્ટાફ કોરોના પોઝિટિવ થયો હતો. 43 વિદ્યાર્થી ક્વોરન્ટીન છે.

ન્યૂ IIMની ફાઇલ તસવીર.
ન્યૂ IIMની ફાઇલ તસવીર.

ગત નવેમ્બરમાં 15 દિવસમાં 18 કેસ આવ્યા હતા
જેમાં ગત નવેમ્બર 2020માં 15 દિવસમાં 18 લોકો પોઝિટિવ આવ્યા હતા, જ્યારે કોરોનાની બીજી લહેરમાં 12 માર્ચ 2021ના રોજ મેચ નિહાળવા ગયેલા 6 વિદ્યાર્થી પૈકી 5 વિદ્યાર્થીને કોરોના પોઝિટિવ આવ્યો હતો. 5 વિદ્યાર્થીએ પરીક્ષામાં બેસવા માટે માહિતી છુપાવી હોવાનું બહાર આવ્યું હતું. ત્યાર બાદ હવે કુલ 63 લોકો પોઝિટિવ આવ્યા છે. અમદાવાદ IIM કેમ્પસમાં 10થી વધુ ડોમને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામા આવ્યા છે.