ચિંતાજનક સ્થિતિ:અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના 4 દર્દી દાખલ, વેક્સિન લીધેલા 3 દર્દી વેન્ટિલેટર પર

અમદાવાદ11 દિવસ પહેલા
  • 16 દર્દી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે
  • સિવિલ દાખલ પૈકીનો એક દર્દી બાયપોપ પર, જે કો-મોર્બિડ
  • 4 ઓમિક્રોનના દર્દીમાં બે કેદી પણ સામેલ

રાજ્યમાં જેટ ગતિએ કોરોનાના કેસ વધતાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. એમાંનું એક કારણ નવા વેરિયન્ટ ઓમિક્રોનની ઝપટે ચડેલા સંક્રમિત લોકોમાં મોટા ભાગનાએ કોરોનાના સામેની વેક્સિન લીધેલી છે, જેમાં હવે દર્દીને બાયપેપ પર રાખવામાં આવી રહ્યા છે, જે પણ ચિંતાજનક બાબત છે, એટલે વેક્સિન લીધેલા લોકોને પણ દાખલ થવા અને બાયપેપ પર જવાની સ્થિતિ સર્જાઈ છે.

બેના રિપોર્ટ આવી ગયા, બે સસ્પેક્ટેડ છે
હાલ સિવિલ હોસ્પિટલમાં આવા દર્દીની ટ્રીટમેન્ટ ચાલી રહી છે. જો આ પ્રકારે દર્દી આવશે તો આવનારા સમયમાં ગંભીર દર્દીની સંખ્યા પણ વધી શકે છે, જેમાં કો-મોર્બિડ દર્દીઓ હોઇ શકે છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હાલ એક સિનિયર સિટિઝન બાયપેપ પર છે, જ્યારે 3 દર્દી વેન્ટિલેટર માસ્ક પર છે, જેમની સારવાર ચાલી રહી છે. કુલ 16 દર્દી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, જેમાંથી 4 ઓમિક્રોન છે, જેમાં 2ના રિપોર્ટ ફાઇનલ થઈ ગયા છે, જ્યારે બે સસ્પેક્ટેડ છે.

1200 બેડની સિવિલ હોસ્પિટલ.
1200 બેડની સિવિલ હોસ્પિટલ.

એક દર્દીએ વેક્સિનનો એક ડોઝ લીધો છે
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાં તમામ વેક્સિનેટેડ છે. માત્ર એક જ દર્દીને એક ડોઝ લીધેલો છે. એક 74 વર્ષના દર્દી બાયપેપ પર છે, જે ફુલ્લી વેક્સિનેટેડ છે, પણ તેમને અન્ય બીમારીઓ છે, જેમાં ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને થાઈરોઈડ સમાવેશ છે.

અન્ય સમાચારો પણ છે...