શિક્ષણ:કોલેજોમાં 'કોરોના’ ભણાવવામાં આવશે, ખાસ વિષય તરીકે દાખલ કરવા UGCએ યુનિવર્સિટીઓ પાસે અભિપ્રાય માંગ્યા

અમદાવાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • યુનિવર્સિટીના અલગ અલગ વિભાગના તજજ્ઞો અને વિદ્યા શાખાની સમિતિઓની ભલામણો બાદ નિર્ણય

વૈશ્વિક મહામારી કોરોના સમગ્ર વિશ્વ માટે ચિંતાજનક અને ઘાતક બની રહી છે,તેથી આગામી દિવસોમાં કોલેજોમાં કોરોનાનો વિષય દાખલ કરવા માટે હિલચાલ શરૂ થઈ ગઈ છે. આમ કોરોના વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમનો એક હિસ્સો બનવા જઈ રહ્યો છે. જેના માટે UGC દ્વારા દેશની વિવિધ યુનિવર્સિટીઓને કોરોના માટે અભિપ્રાય અને સૂચનો મોકલી આપવા માટે સૂચના આપી છે. 

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા કોરોના વૈશ્વિક મહામારી હોવાથી આ પ્રકારની પરિસ્થિતિમાં અગમચેતી પગલાં એ વિદ્યાર્થીઓના અભ્યાસક્રમનો ભાગ બનશે તેવો નિર્ણય લીધો છે. પરંતુ કઈ ફેકલ્ટીમાં અભ્યાસક્રમ લાગુ કરવો તે જુદી જુદી વિદ્યાશાખાઓની અભ્યાસક્રમ સમિતિઓ દ્વારા નક્કી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...