તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Corona LIVE Update Gujarat: વડોદરામાં વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો, અમદાવાદમાં વૃદ્ધાનું મોત, ગુજરાતમાં કુલ 40 પોઝિટિવ કેસ

Corona LIVE Update Gujarat6 મહિનો પહેલા
  • કૉપી લિંક
જ્યાં આવશ્યક સેવાઓ છે ત્યાં લોકોને અવરજવર કરવા દેવા પોલીસને સૂચના આપીઃ રાજ્ય પોલીસ વડા
  • પેટ્રોલ પંપ સવારે 8થી સાંજે 4 વાગ્યા દરમિયાન જ ખુલ્લા રહેશે
  • બુધવારના ત્રણ પોઝિટિવ કેસમાં એકની ટ્રાવેલ હિસ્ટ્રી દુબઈની અને બે લોકલ ટ્રાન્સમિશનના
  • દવા, દૂધ, શાકભાજી લેવા આવતા લોકો સાથે સંયમથી વર્તવા પોલીસને સૂચના આપી: DGP
  • 15 હજાર વિદેશી સહિત 1 કરોડથી વધુ લોકોનો સર્વે કર્યો
  • કોરેન્ટાઈનનો ભંગ કરનારા 147 સામે પોલીસ ફરિયાદ
  • રાજ્યમાં 211 ક્વોરોન્ટાઇનની સુવિધા અને 12059 બેડની વ્યવસ્થા કરી
  • અત્યાર સુધીમાં 258 લોકોને સારવાર આપવામાં આવી
  • 104 હેલ્પલાઇન નંબર પર 15 હજારથી કોલ મળ્યા

અમદાવાદઃ વડોદરામાં કોરોના વાઇરસનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. 55 વર્ષીય આધેડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તેમને એસએસજી હોસ્પિટલમાં સારવાર હેઠળ આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. આ વ્યક્તિ યુકેથી આવ્યો હતો અને છેલ્લા 2 દિવસથી ગોત્રી જનરલ હોસ્પિટલમાં દાખલ હતો.

અમદાવાદમાં એક મહિલાનું મોત
જ્યારે કોરોનાને કારણે 85 વર્ષના વૃદ્ધાનું અમદાવાદમાં અસારવા સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું છે. મૃતક અમદાવાદની જ મહિલા છે અને સાઉદી અરેબિયામાં મક્કા-મદિનાથી 14 માર્ચે ભારત પરત ફર્યા હતા. 8 દિવસ ઘરે રહ્યા બાદ 22 માર્ચે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં. મૃતક અન્ય શારીરિક તકલીફોથી પણ પીડિત હતાં. સુરત બાદ ગુજરાતમાં કોરોનાને કારણે આ બીજું મોત થયું છે.

હજુ 21ના રિપોર્ટ બાકી
ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે. આજે વધુ 4 પોઝિટિવ કેસ સામે આવતા રાજ્યમાં 7 દિવસમાં કુલ 40 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી એકનું મોત(સુરત) થઈ ચૂક્યું છે. જ્યારે બીજુ મોત અમદાવાદમાં થયું છે. સાંજે રાજકોટમાં વધુ એક પોઝિટિવ કેસ આવ્યો છે. આ સાથે રાજકોટમાં કોરોનાના કુલ 4 દર્દી થયા છે. ત્યારે આજે આરોગ્ય કમિશનર જયંતિ રવિએ પ્રેસકોન્ફરન્સ કરીને જાણકારી આપી છે કે, ‘આજે 131 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યાં છે. જેમાંથી રાજકોટનો એક કેસ પોઝિટિવ આવ્યો છે. ત્યારે કોરોના સામે લડવા માસ્ક અને દવાઓ પૂરતા પ્રમાણ છે તેવી જાણકારી પણ આપી છે. જ્યારે હજુ દવાઓ ખરીદવાની પ્રકિયા શરૂ કરવાની આવી છે. આ સિવાય હાલ 110 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે 21 લોકોના રિપોર્ટ આવવાના બાકી છે.’ જ્યાં જ્યાં પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તેવા જિલ્લાઓમાં સરકાર કડક લોકડાઉનનો અમલ કરાવે તેવી શક્યતા છે. જ્યારે ગુજરાત પેટ્રોલ એસોસિશને એક મહત્વનો નિર્ણય લીધો છે. આવતીકાલથી સવારે 8થી સાંજે 4 વાગ્યા સુધી જ પેટ્રોલ પંપ ચાલુ રહેશે.

આવતીકાલથી આ સમય પ્રમાણે વસ્તુઓ મળશે
1. દૂધ-છાશ કેન્દ્રોઃ સવારે 6-30થી 9-30 અને સાંજે 7-00થી 9-00
2. અનાજ-કરીયાણાની દુકાનોઃ 9-00થી 12-00
3. અનાજ દળવાની ચક્કીઓઃ સવારે 9-00થી 12-00 અને સાંજે 4-00થી 6-00
4. શાકભાજીની દુકાનો/ પાથરણા/ ફળવાળાઃ સવારે 8-00થી 10-00 અને સાંજે 4-00થી 6-00
5. જથ્થાબંધ શાકભાજીઃ સવારે 6-00થી 8-00

14 એપ્રિલ સુધી ટોલટેક્સ સ્થગિત, હાઇકોર્ટમાં મહત્વના કેસ વીડિયો કોન્ફરન્સિંગથી ચાલશે
દેશમાં કોરોના વાઈરસને કારણે ફેલાયેલી મહામારીને ધ્યાનમાં રાખતા કેન્દ્રિય માર્ગ પરિવહન મંત્રાલયે આગામી 14 એપ્રિલ સુધી ભારતભરમાં ટોલ કલેક્શન સ્થગિત કરવાની મંજૂરી આપી છે. બીજી તરફ ગુજરાત હાઈકોર્ટમાં પણ વહિવટી તથા જ્યુડિશિયલ કામકાજ આગામી હુકમ સુધી બંધ રહેશે. અતિ મહત્વનો કેસ હશે તો એ વીડિયો કોન્ફરન્સિંગથી ચાલશે. હાઇકોર્ટના તાબામાં આવતી રાજ્યની તમામ અદાલતો ગુરૂવારથી સંપૂર્ણપણે બંધ રહેશે.

50 લોકો શંકાસ્પદ
આજે સવારે સામે આવેલા ત્રણ પોઝિટિવ કેસમાંથી એક અમદાવાદમાં જે દુબઈની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે અને એક- એક વડોદરા અને સુરતમાં છે જે સ્થાનિક ટ્રાન્સમિશનના કારણે નોંધાયો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 5 કેસ સામે આવ્યા છે તેમાંથી ત્રણ લોકલ ટ્રાન્સમિશનના અને બે વિદેશથી આવેલા છે. જ્યારે 15 હજાર 468 વિદેશી સહિત 1 કરોડથી વધુ લોકોનો સર્વે કર્યો છે, જેમાંથી 50માં શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા છે. તેમજ હાલ 20,688 નાગરિકો 14 દિવસના કોરેન્ટાઈન હેઠળ છે. જ્યારે ક્વોરેન્ટાઈનના ભંગ બદલ 236 સામે ગુના નોંધવામાં આવ્યા છે.

સૌથી વધુ 14 પોઝિટિવ કેસ અમદાવાદમાં
કોરોનાની સ્થિતિ અંગે સવારે આરોગ્ય અગ્ર સચિવ જંયતિ રવીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ 38 કોરોનાના પોઝિટિવના કેસ નોંધાયા છે.અત્યાર સુધીમાં સૌથી વધુ 14 પોઝિટિવ કેસ અમદાવાદમાં નોંધાયા છે. સુરત અને વડોદરામાં 7-7, ગાંધીનગરમાં 6 અને રાજકોટમાં 4 તથા કચ્છમાં 1 પોઝિટિવ કેસ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં સાજે વધુ એક પોઝિટિવ કેસ સામે આવતા હવે શહેરમાં કોરોનાના 4 દર્દી થયા છે.

રાજ્યમાં 20,688 નાગરિકો 14 દિવસના કોરેન્ટાઈન હેઠળ
ડૉ. રવિએ આગળ કહ્યું રાજ્યમાં 20,688 નાગરિકો 14 દિવસના કોરેન્ટાઈન હેઠળ છે જેમાં 430 વ્યક્તિઓ સરકારી હોસ્પિટલમાં, 20,220 હોમ કોરેન્ટાઈન અને 38 ખાનગી કોરેન્ટાઈન હેઠળ છે. રાજ્યમાં 104 હેલ્પલાઇન પણ કાર્યરત છે જેમાં અત્યાર સુધીમાં 15 હજારથી વધુ કોલ આવ્યા છે. જેમને માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવી રહ્યું છે જે પૈકી 258 વ્યક્તિઓને  સારવાર પુરી પડાઇ છે.

અમદાવાદમાં 1200,સુરતમાં 500, વડોદરા- રાજકોટમાં 250-250 બેડની સુવિધા ઉપલબ્ધ
ડૉ. રવિએ ઉમેર્યું હતું કે રાજ્યના 4 મહાનગરોમાં કોરોના વાઈરસ વાળા દર્દીઓની સારવાર માટે ખાસ હોસ્પિટલ કાર્યરત કરાઇ છે. જેમાં અમદાવાદમાં 1200 બેડ, સુરતમાં 500 બેડ, વડોદરા અને રાજકોટમાં 250-250 બેડની સુવિધા ઉપલબ્ધ છે. સાથે સાથે રાજ્યમાં 1583  આઇસોલેશન બેડ સરકારી હોસ્પિટલમાં અને 635 બેડની વ્યવસ્થા ખાનગી હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ છે. અને વધુ બેડ ઉભા કરવાની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાઈ છે. ગંભીર દર્દીઓને સારવાર માટે તમામ વિભાગોમાં થઈને સરકારી હોસ્પિટલ ખાતે 609 વેન્ટિલેટર અને ખાનગી સંસ્થાઓમાં અંદાજે 1500 જેટલા વેન્ટિલેટર ઉપલબ્ધ છે.

અમદાવાદ, સુરત,વડોદરા, ભાવનગર-જામનગરની મેડિકલ કોલેજોમાં ટેસ્ટિંગની સુવિધા
તેમણે ઉમેર્યું કે રાજ્યની અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર તથા જામનગર ખાતેની મેડિકલ કોલેજોમાં કોવિદ-19 અંતર્ગત લેબોરેટરી ટેસ્ટ માટે ટેસ્ટીંગની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. કોરોના રોગનો ફેલાવો અટકે તે માટે સોશિયલ ડિસ્ટન્સિંગ અત્યંત અનિવાર્ય છે ત્યારે નાગરિકો પણ તેની ખાસ તકેદારી રાખે એ માટે રાજ્ય સરકાર દ્વારા અપીલ પણ કરાઈ છે.

50 લોકોમાં શંકાસ્પદ લક્ષણો દેખાતા સારવાર માટે મોકલ્યા
રાજ્યમાં 211 ક્વોરોન્ટાઇનની સુવિધા ઉભી કરવામાં આવી છે. જેમાં 12059 બેડની વ્યવસ્થા છે. 1.07 કરોડ લોકોનો સર્વે કરવામાં આવ્યો છે. જેમાં 15, 468 વ્યક્તિ વિદેશથી આવેલા છે. આમાંથી 50 લોકોને રોગના ચિન્હ જણાતા સારવાર માટે મોકલી આપવામાં આવ્યા છે. 104 હેલ્પલાઇન નંબર પર દિવસના 20,000 કોલ મળ્યા છે. જેમાં અત્યાર સુધીમાં 258 લોકોને સારવાર આપવામાં આવી છે. અમદાવાદમાં 1200 બેડ, સુરતમાં 500, વડોદરામાં અને રાજકોટમાં 250 બેડની હોસ્પિટલ ઉભી કરવામાં આવશે.

આઈસોલેટેડ ન થનારા 14 સામે ફરિયાદ
જ્યારે  સાબરકાંઠાના ઇડરના વેરાવળ ગામમાં મુંબઇથી આવેલા પરિવારે સરકારના નિયમોનો ભંગ કર્યો હતો. સરકારના ધારાધોરણ મુજબ આઇસોલેટેડ ન થતાં ફરિયાદ નોંધવામાં આવી છે. ઇડર પોલીસે 14 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. 

ગુજરાત અપડેટ

>>મુખ્યમંત્રી રૂપાણીએ ગુજરાતમાં 21 દિવસ સુધી ગરીબોને મફતમાં અનાજ આપવાની અને ખેડૂતોને લોન ભરવા માટે ત્રણ મહિનાનો સમય આપવાની જાહેરાત કરી

>>ગરીબોના ભોજન માટે આ બેંક એકાઉન્ટ દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં ઓનલાઈન યોગદાન આપી શકશો

- A/C NAME : CHIEF MINISTER'S RELIEF FUND

- A/C NO. 10354901554

- SAVINGS BANK ACCOUNT

- SBI , NSC BRANCH (08434)

- IFSC: SBIN0008434

>>ગુજરાતના પાટણ, અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા અને કચ્છના મુંદ્રા સહિતના શહેરોમાં કરિયાણાની દુકાન આગળ 1 મીટરના અંતરે ગોળ અથવા ચોરસ ખાના કરવામાં આવ્યા છે. આ ખાનામાં ઉભા રહ્યાં બાદ વસ્તુઓ લેવા માટે વારો આવે છે. 

>>> સાવરકુંડલા પાલિકા દ્વારા શહેરના મુખ્ય વિસ્તારોમાં સેનિટાઇઝર અને દવાનો છંટકાવ કરાયો, લોકોની અવર-જવર વચ્ચે પાલિકા કર્મીઓએ કરવી પડી કામગીરી
>> રાજ્યમાં 1.5 વર્ષ સુધી ચાલી શકે તેટલો અનાજનો જથ્થો, રાજ્યમાં ટાસ્કફોર્સની રચના બાદ બેઠક મળશે જેમાં અનાજના પુરવઠા અંગે ચર્ચા કરાશે

>> અમદાવાદના એલિસબ્રિજ રિવરફ્રન્ટ ગુજરી બજારમાં શાકભાજી માર્કેટની સુવિધા ઉભી કરવામાં આવી
>
> ગરીબ અને મધ્યમવર્ગની જનતાને મદદ કરવા અને જીવન જરૂરી વસ્તુઓ પહોંચાડવા મુખ્યમંત્રી રાહત ફંડ ખુલ્લુ મૂકાયું

>> ભુજની મુખ્ય શાક માર્કેટમાં લોકો ઉમટી પડતા પોલીસ રસ્તા પર ઉતરી હતી, કડક સૂચના આપી શાકભાજીની રેંકડીઓ હટાવી હતી.

>> પાવાગઢના ઇતિહાસમાં પ્રથમ વખત ચૈત્રી નવરાત્રીમાં મહાકાળી માતાજીનું મંદિર બંધ રહ્યું

ગુજરાતમાં 38 પોઝિટિવ કેસ, 1 મોત   

શહેર પોઝિટિવ કેસ મૃત્યુ
અમદાવાદ 14 00
વડોદરા 07

00

સુરત 07

01

ગાંધીનગર 06

00

રાજકોટ 04

00

કચ્છ  01

00

કુલ આંકડો 39 01

સુરત અને વડોદરામાં 7-7 પોઝિટિવ કેસ નોંધાયા
કોરોનાના કહેર વચ્ચે મંગળવારે વધુ એક કેસ પોઝિટિવ નોંધાયો હતો. શ્રીલંકા થી પરત ફરેલા નિઝામપુરાના બિલ્ડરનો ચેપ પરિવારને લાગતાં અગાઉ ત્રણ સભ્યોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. મંગળવારે બિલ્ડરના પુત્રનો પણ રિપોર્ટ પોઝિટિવ આવતા વડોદરામાં કોરોના પોઝિટિવ કેસનો કુલ આંક 7 પર પહોંચ્યો હતો.  સુરત શહેરમાં વધુ એક કેસ પોઝિટિવ નોંધાયો છે. જેથી પોઝિટિવનો આંકડો સાત પર પહોંચ્યો છે. જ્યારે એકનું મૃત્યું પણ નિપજ્યું છે. હાલ ચાર જેટલા શંકાસ્પદ છે જેનો રિપોર્ટ આવવાનો બાકી છે.  

પોલીસની સોશિયલ મીડિયા પર નજર, જાહેરનામા ભંગની 490 ફરિયાદ
કોરોના મામલે આજે રાજ્ય પોલીસ વડાએ જણાવ્યું હતું કે, લોકડાઉનનો અમલ કડક કરાવવામાં આવી રહ્યો છે. પોલીસ લોકોને જીવન જરૂરીયાતની વસ્તુઓ મળે તે માટે મદદ કરી રહી છે. દવા, દૂધ, શાકભાજી લેવા આવતા લોકો સાથે સંયમથી વર્તવા પોલીસને સૂચના આપી છે. જ્યાં આવશ્યક સેવાઓ છે ત્યાં લોકોને અવરજવર કરવા દેવા પોલીસને સૂચના છે જીવન જરૂરીયાતની વસ્તુઓની દુકાનો પર સોશિયલ ડિસ્ટન્સના અમલ માટે પણ પોલીસ જોડાઈ છે.પોલીસને સહકાર મળ્યો છે એ મળતો રહે. લોકોનો સહકાર પણ મળી રહ્યો છે.જાહેરનામા ભંગની 490 ફરિયાદ રાજયમાં થઈ છે. 236 ક્વોરેન્ટાઇન ભંગના ગુના નોંધવમાં આવ્યા છે.પોલીસ સોશિયલ મીડિયા ઉપર પર સતત નજર રાખી રહી છે.

15 એપ્રિલથી લગ્નગાળો શરૂ પણ ખરીદી બંધ
રાજ્યના મોટાભાગના મંદિરો પણ બંધ હોવાથી ભક્તો નવરાત્રીના સમયે પૂજા-આરતીમાં સામલ પણ નહીં થઈ શકે. ઘરે બેઠા જ માતાજીની આરતી કરવી પડશે. આ દિવસોમાં સોના-ચાંદીની ખરીદીમાં પણ વધારો થતો હોય છે. જોકે એ પણ બંધ હોવાથી વેપારીઓ હતાશ છે. બીજી તરફ 15 એપ્રિલથી લગ્નગાળો શરૂ થઈ રહ્યો છે. પરંતુ આ દિવસોમાં જે પણ પરિવારે કોઇના લગ્ન લીધા હશે તેઓને ઘણી મુશ્કેલી પડી શકે છે. કારણ કે, લગ્ન માટેની ખરીદી પણ કરવી શક્ય થાય તેમ નથી. 

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો