Corona Update LIVE Gujarat:ગીર સોમનાથમાં વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો, રાજ્યમાં કુલ 55 કેસ પોઝિટિવ, 4ના મોત

ગુજરાત2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોઝિટિવ કેસની સારવાર કરી રહેલા ડોક્ટર - ફાઇલ તસવીર - Divya Bhaskar
પોઝિટિવ કેસની સારવાર કરી રહેલા ડોક્ટર - ફાઇલ તસવીર
  • 5 એપ્રિલ સુધી કેસમાં વધારો થાય તેવી સંભાવનાઃ જયંતિ રવિ
  • રાજ્યમાં 4.91 લાખ લોકોનો સર્વે પૂર્ણઃ ડો. જયંતિ રવિ
  • કુલ 993 કેસ સેંપલ લેવાયા હતા, જેમાંથી 938 સેંપલ નેગેટીવ આવ્યા, બે કેસના રીપોર્ટ આવવાના બાકીઃ જયંતિ રવિ
  • ગુજરાતમાં 3 દર્દી સારવાર બાદ સાજા થયા

અમદાવાદઃ ગીર-સોમનાથમાં વધુ એક કોરોનાનો કેસ પોઝિટિવ આવ્યો છે. મક્કાથી આવેલા 65 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. ગુજરાત રાજ્યમાં વધુ 7 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 55 પહોંચી ગઇ છે. જ્યારે અમદાવાદમાં કોરોનાના પોઝિટિવ દર્દીનું આજે મોત નીપજ્યું છે. આ સાથે જ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 4 લોકોના મોત નીપજ્યાં છે.

રાજ્યના દરેક જિલ્લામાં આઇસોલેશન વોર્ડ બનશે
રાજ્યના દરેક જિલ્લામાં 100 બેડની આઇસોલેશન હોસ્પિટલ બનાવવાનો આદેશ મુખ્યમંત્રીએ આપ્યો છે. કોરોના વાઇરસનો વ્યાપ વધે તો સારવાર માટે સુવિધા રહે, તે માટે રાજ્ય સરકારે 10 જેટલા વેન્ટિલેટર સાથે 10 આઇસીયુ અને 90 બેડની વ્યવસ્થા કરવા આદેશ આપ્યાં છે.

હિજરત રોકવા સુરતનો નર્મદા બ્રિજ બ્લોક કરાયો
રાજ્યના પોલીસવડાએ જણાવ્યું છે કે, સુરતથી સૌરાષ્ટ્ર જતા લોકોને રોકવા માટે ભરૂચ પાસે નર્મદા બ્રિજને બ્લોક કરવામાં આવ્યો છે. યુવાનો માત્ર ફરવા માટે બહાર ન નીકળે ગુનો નોંધાશે. સોસાયટી પર પણ ડ્રોનથી નજર રખાશે અને કારણ વગર એકઠાં થયેલા જોવા મળશે તો ગુનો નોંધાશે.  રાજ્ય સરકારે એક સર્વિસ શરૂ કરી છે જેમાં કોઇપણ વ્યક્તિ કોરોના અંગે એક્સપર્ટ ડોક્ટરને સવાલ કરી શકશે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે શ્રમિકોને બીજા રાજયમાં ન જવા અપીલ કરી છે અને જો કોઇ હિજરત કરતું જોવા મળશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું છે.

આજે 8 કેસ પોઝિટિવ આવ્યાંઃ જયંતિ રવિ
આ મામલે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ માહિતી આપતા જણાવ્યું છે કે, આજે 8 કેસ પોઝિટિવ આવ્યા છે. હાલ રાજ્યમાં અન્ય રાજ્ય તથા વિદેશથી આવેલા પ્રવાસીઓના આરોગ્યની તપાસ ચાલી રહી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 4.91 કરોડ લોકોનો સર્વે કરવામાં આવ્યો છે. રાજ્યમાં આગામી સોમવારથી કોવિડ હોસ્પિટલ શરૂ થઈ જશે. રાજ્યમાં કુલ 30311 લોકો 1 માર્ચથી 18 માર્ચ સુધીમાં આવ્યાં છે. રાજ્યમાં કુલ 236 લોકો વિરુદ્ધ હોમક્વોરેન્ટાઇનનો નિયમ ભંગ કરવા બદલ ગુનો નોંધવામાં આવ્યો છે. 

પોલીસ જવાનના મૃત્યુ પર સરકાર 25 લાખ આપશે
કોરોના વાઇરસને પગલે સરકારે લોકડાઉન જાહેર કર્યું છે ત્યારે સમગ્ર પોલીસ સ્ટાફ સહિત આરોગ્ય વિભાગ ખડેપગે પોતાની ફરજ નિભાવી રહ્યું છે. તેવામાં રાજ્ય સરકારે આ સમયગાળા દરમિયાન કોઇ પણ પોલીસ ઓફિસર કે કર્મચારીનું મોત થાય તો તેને 25 લાખ આપવાની જાહેરાત કરી છે. વધુમાં મુખ્યમંત્રીએ જાહેરાત કરતા જણાવ્યું છે કે, ગુજરાતના દરેક જિલ્લામાં કોરોનાના દર્દીઓની સારવાર માટે 100 બેડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત ભાજપના દરેક ધારાસભ્યો ગ્રાન્ટમાંથી 25 લાખ રૂપિયા આપશે.

5 એપ્રિલ સુધી વધારો જોવા મળી શકે છે
આરોગ્ય અગ્ર સચિવે આ અંગે માહિતી આપતા જણાવ્યું છેકે. અમદાવાદમાં 3, વડોદરા, ગાંધીનગર અને મહેસાણા 1-1 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં 5 એપ્રિલ સુધી પોઝિટિવ કેસોમાં વધારો જોવા મળી શકે છે. સૌથી વધુ કેસ અમદાવાદમાં છે. અમદાવાદમાં 18, વડોદરામાં 9, રાજકોટમાં 8, ગાંધીનગરમાં 8, સુરત  7 જ્યારે કચ્છ,  ગીર-સોમનાથમાં 1, ભાવનગર અને મહેસાણામાં પણ 1-1 કેસ નોંધાયા છે.

ગુજરાત અપડેટ
>> વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને 14 દિવસ માટે હોમ ક્વોરોન્ટાઇન કરાયા, જયપુરથી પરત ફર્યા બાદ આરોગ્ય વિભાગની કાર્યવાહી
>> બનાસકાંઠા જિલ્લામાં 19 શંકાસ્પદના રિપોર્ટ નગેટિવ આવ્યા, જિલ્લામાં હાલ એકપણ શંકાસ્પદ દર્દી નહ
ીં

>> કોરોના મહામારી મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસે કન્ટ્રોલ રૂમ શરૂ કર્યો
> રાજકોટમાં ક્વોરોન્ટાઇન કરાયેલી યુવતી ભાગી જતા ફરિયાદ

ગુજરાતમાં કુલ 53 પોઝિટિવ કેસ, 4ના મોત

શહેર પોઝિટિવ કેસ મોત
અમદાવાદ 18 02
વડોદરા 09 00
રાજકોટ 08 00
ગાંધીનગર 09 00
સુરત 07 01
ભાવનગર 01 01
કચ્છ 01 00
ગીર-સોમનાથ 01 00
મહેસાણા 01 00
કુલ આંકડો 55 04

ઇન્ક્યુબેશન પીરિયડ ચાલુ હોવાથી કેસ વધશેઃ જયંતિ રવિ
આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ  આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું છેકે, રાજ્યમાં ઇન્ક્યુબેશન પરિયડ્સ ચાલુ હોવાથી કોરોના પોઝિટિવ કેસમાં વધારો થઇ શકે છે. આગામી 5 એપ્રિલ સુધી કેસમાં વધારો થાય તેવી સંભાવના છે. હાલ રાજ્યમાં લોકલ ટ્રાન્સમિશન વધ્યા છે. 22 તારીખીથી ફ્લાઇટ બંધ છે પરંતુ એ પહેલા ઘણા લોકો ગુજરાતમાં આવ્યા હતા. તેથી આગામી 10-14 દિવસમાં કેસમાં વધારો થઇ શકે છે. હાલ કુલ 19,340 લોકો ક્વોરોન્ટાઇનમાં છે અને ક્વોરોન્ટાઇનનો સમય પૂરો થવાથી આ સંખ્યા ઘટશે. જોકે સરકારી ક્વોરોન્ટાઇનના કેસોમાં વધારો થયો છે. 657 લોકોને સરકારી ક્વોરોન્ટાઇન કરવા પડ્યા છે.

અન્ય સમાચારો પણ છે...