તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Corona LIVE Update Gujarat:રાજ્યમાં દિવસ દરમિયાન વધુ 6 કેસ નોંધાયા, રવિવારે 20 કેસ સાથે કોરોનાના કુલ 128 દર્દી, 11ના મોત

અમદાવાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ
  • 78 દર્દીઓ લોકલ ટ્રાન્સમિશનના અને 33 વિદેશથી આવેલા કેસ, 17 આંતરરાજ્ય
  • દરેક જિલ્લામાં 100 બેડની હોસ્પિટલ બનાવવાની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે
  • આજે 4 સાજા થયા, કુલ 21ને રજા આપી અને બે દર્દી વેન્ટીલેટર પર
  • બપોર બાદ જામનગર અને મોરબીમાં પહેલો પોઝિટિવ કેસ નોંધાયો
  • ભાવનગરમાં બે, સુરત અને ભૂજમાં પણ એક-એક કેસ સામે આવ્યાં

રાજ્યમાં કોરોનાના આજે(5 એપ્રિલ)20 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. સવારે 14 કેસ સામે આવ્યા બાદ આજે બપોર બાદ જામનગર અને મોરબીમાં પહેલો પોઝિટિવ કેસ નોંધાયો છે. તેમજ ભાવનગરમાં 2, સુરતમાં એક અને ભૂજમાં 1 કેસ નોંધાયો છે. આમ કોરોના હવે રાજ્યના 15 જિલ્લામાં પહોંચી ગયો છે. આ સાથે આજે કુલ 20 દર્દીઓ સામે આવ્યા છે. આમ અત્યાર સુધીમાં ગુજરાતમાં કોરોનાના 128 દર્દી થઈ ગયા છે. આ અંગે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, આજે દિવસ દરમિયાન વધુ 6 પોઝિટિવ કેસ સામે આવતા આજે માં કુલ 20 કેસ નોંધાયા છે. આ સાથે જ કોરોનાના 128 દર્દીઓ થઈ ગયા છે. અત્યાર સુધીના કેસોમાં 78 દર્દીઓ લોકલ ટ્રાન્સમિશનના, 33 વિદેશથી આવેલા અને 17 આંતરરાજ્ય કેસ છે. તેમજ આજે 4 દર્દી સાજા થતા કુલ 21ને રજા આપવામાં આવી છે બે દર્દી વેન્ટીલેટર પર છે. દરેક જિલ્લામાં 100 બેડની હોસ્પિટલ બનાવવાની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે.. અમદાવાદમાં નવા 8 કેસ, ભાવનગરમાં 2, વડોદરામાં 1, છોટાઉદેપુર 1 અને સુરતમાં 2 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. 

દિલ્હી મરકઝમાંથી આવેલા વધુ 16ની ઓળખ થઈ, કુલ 126 લોકો મળી આવ્યા
રાજ્યમાં લોકડાઉનની સ્થિતિ અંગે રાજ્ય પોલીસ વડાએ જણાવ્યું કે, દીવા પ્રગટાવતી વખતે લોકો પુરી સાવધાની રાખે તે જરૂરી છે. કોઈપણ સ્થળે લોકો એકઠા થશે તો કાર્યવાહી કરવામાં આવશે. પોલીસને સતત પેટ્રોલિંગ કરવા માટે સૂચન કર્યું છે. અફવા કે વૈમનસ્ય ફેલાવનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. અફવા ફેલાવનારા પર પોલીસ સતત નજર રાખી રહી છે. રાજ્યમાં 179 ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે. દિલ્હી મરકઝમાં આવેલા વધુ 16 લોકોની ઓળખ થઈ આમ અત્યાર સુધીમાં 126 લોકોની ઓળખ થઈ છે. ડ્રોનની મદદથી 1383 ગુના નોંધાયા છે અને 3000 લોકો સામે કાર્યવાહી કરાઈ.

ગુજરાત અપડેટ

>>કોરોનાને કારણે મોત થશે તો નગરપાલિકા, મનપાના આરોગ્યકર્મીઓ અને મહેસૂલી કર્મીને રૂ.25 લાખની સહાયઃ CM રૂપાણી

>>રાજ્યમાં ખાદ્ય તેલની અછત ઊભી ન થાય તે માટે કપાસ જીનિંગ અને ઓઈલ મિલ ચાલુ રાખી શકાશે

>>પાવીજેતપુરના બે અને બોડેલીનો એક શખ્સ તબલીઘ જમાતની મરકઝમાં ગયા હતા

>>>કોરોનાને કારણે મોત થશે તો નગરપાલિકા, મનપાના આરોગ્યકર્મીઓ, પુરવઠા વિભાગના કર્મીઓ અને સસ્તા અનાજની દુકાન ધારકોના પરિવારને  અને મહેસૂલી કર્મીને રૂ.25 લાખની સહાય આપવામાં આવશે.

>> સિદ્ધપુરના કોરોના પોઝિટવ વ્યક્તિના સંપર્કમાં છાપી અને મજાદરના બે શખ્સો આવ્યા હતા, આ બન્ને શખ્સોને વડગામમાં ક્વૉરન્ટીન કરાયા

>> રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસના વૃદ્ધા અને તેમના પુત્રનો નેગેટિવ રિપોર્ટ આવતા રજા આપવામાં આવી

>> રાજકોટમાં ટોચના પોલીસ અધિકારી પેટ્રોલિંગ પર, ડબ્બલ સવારી વાહન ચાલકોને રોકી યોગ્ય કારણ ન હોઈ તો બાઇક ડિટેઇનની કાર્યવાહી

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 53 05 05
સુરત 16 02 03
ગાંધીનગર 13 00 02
ભાવનગર 13 02 00
રાજકોટ 10 00 03
વડોદરા 10 01 04
પોરબંદર 03 00

00

ગીર-સોમનાથ 02 00

00

કચ્છ 02 00

00

મહેસાણા 01 00

00

પંચમહાલ 01 01

00

મોરબી 01 0 0
પાટણ 01 00

00

છોટાઉદેપુર 01 00

00

જામનગર 01 00 00
કુલ આંકડો 128 11 17

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો