તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શું જોઈએ? તમે જ નક્કી કરો!:કોરોના નિયંત્રણ બહાર જઈ રહ્યો છે, અમદાવાદ 600, સુરત 500ને પાર, 158 દર્દી વેન્ટિલેટર પર

અમદાવાદ8 દિવસ પહેલા
 • કૉપી લિંક

અમદાવાદમાં રસીકરણ માટે સંખ્યાબંધ લોકો માસ્ક પહેરીને આવ્યા હતા. રાજ્યમાં શુક્રવારે 4,40,346 લોકોને રસી આપવામાં આવી હતી. સરકારના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધી કુલ 57,75,904 લોકોને રસીનો પ્રથમ ડોઝ અપાયો છે જ્યારે 7,30,124 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં રસીના કુલ 65,06,028 ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધી એક પણ વ્યક્તિને રસીની ગંભીર આડઅસર જોવા મળી નથી.

દોઢ વર્ષે મળવા આવેલી પુત્રીને પિતાનો મૃતદેહ મળ્યો
નાગપુરમાં રહેતી નેહા દોઢ વર્ષથી ભરૂચમાં રહેતાં પિતાને મળી શકી નહોતી. પિતાને કોરોના થતા તે મળવા દોડી આવી પણ એ પહેલાં પિતાનું નિધન થયું હતું. સ્મશાનમાં જ્યારે પિતાને અગ્નિદાહ અપાતો હતો ત્યારે નેહાએ હૈયાફાટ રુદન કરી મૂક્યું હતું.

શુક્રવારે 4.40 લાખનું રસીકરણ, અત્યાર સુધીમાં 65 લાખથી વધુને વેક્સિન અપાઈ
ગુજરાતમાં શુક્રવારે કોરોનાના નવા 2640 કેસ નોંધાયા હતા તથા 2066 દર્દીઓ સાજા થયા હતા. કોરોના મહામારીના આગમન પછી એક દિવસમાં આ સૌથી વધુ કેસ નોંધાયા હતા. હાલ રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 94.21 ટકા જેટલો છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસ અત્યારે 13559 છે જેમાંથી 158 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં શુક્રવારે વધુ 11 દર્દીનાં મોત નીપજ્યાં હતાં, જેમાં અમદાવાદ, સુરત અને રાજકોટમાં 3-3 દર્દીનાં મોત થયાં હતાં. જ્યારે ભરૂચ અને વડોદરામાં 1-1 દર્દીનાં મોત થયાં હતાં. આ સાથે રાજ્યમાં કોરોનાનો કુલ મરણાંક 4,539 થયો હતો. શુક્રવારે અમદાવાદમાં સૌથી વધુ 621 નવા કેસ નોંધાયા હતા જ્યારે સુરતમાં 506 અને વડોદરામાં 322 નવા કેસ નોંધાયા હતા. રાજકોટમાં 262, ભાવનગર અને મહેસાણામાં 43, પાટણમાં 42 તથા મહિસાગરમાં 38 નવા કેસ નોંધાયા હતા. પોરબંદરમાં સૌથી ઓછા 4 અને ડાંગમાં 5 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા.

સુરત કમિશનરનો દાવો- નવા સ્ટ્રેનમાં રેપિડ ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ Eવે તો પણ દર્દી પોઝિટિવ
સુરતના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ નવા સ્ટ્રેઇનથી કોરોનાનો રેપિડ ટેસ્ટ નેગેટિવ હોવા છતાં પોઝિટિવ હોઇ શકે તેવી પણ ચેતવણી આપતા કહ્યું હતું કે નવો સ્ટ્રેઇન ખૂબ ચેપી છે તે ફેફસાંમાં ઝડપથી ફેલાઈ ન્યૂમોનિયા કરી શકે છે. જોઈન્ટ પેઈન-વીકનેસ-ખાવામાં ઇચ્છા ન હોવી વગેરે લક્ષણો હોઈ શકે છે. તેથી લોકોએ સોસાયટીઓના ક્લબ હાઉસો બંધ રાખવા, શક્ય એટલું વર્ક ફ્રોમ હોમ કરવું. બાળકો-વૃદ્ધોએ માસ્ક પહેરવા અને બહાર જવાનું ટાળવું જોઇએ. વેક્સિનથી હોસ્પિટલાઈઝ થવાનું જોખમ ઓછું થાય છે તેથી વેક્સિન લેવી હિતાવહ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો