આ વર્ષે માર્કેટકેપ 300 લાખ કરોડને પાર થશે:કોરોનાએ તો કમાણીમાં વધારો કર્યો, શેરમાર્કેટે અઢી વર્ષમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ.170 લાખ કરોડનો ઉમેરો કરી દીધો

અમદાવાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેન્દ્રમાં મોદી સરકાર આવ્યા બાદ ગુજરાતના રોકાણકારોની સંપત્તિ અઢી ગણી વધી 36.50 લાખ કરોડ થઈ
  • શેરબજારમાં કુલ રોકાણકારોમાં ગુજરાતીઓનો હિસ્સો 13 ટકા

છેલ્લાં અઢી વર્ષ વૈશ્વિક સ્તરે અનિશ્ચિતત્તાના માહોલ ભર્યા રહ્યાં હોવા છતાં ભારતીય રોકાણકારોમાં ઝડપી ગ્રોથ જોવા મળ્યો છે. માર્ચ 2020માં કોરોના મહામારીની શરૂઆત થઇ ત્યારે રોકાણકારોની મૂડી ઘટી બીએસઇ ખાતે 113 લાખ કરોડની સપાટીએ પહોંચી હતી જે અઢી વર્ષના સમયમાં બમણાથી વધુ એટલે કે 170 લાખ કરોડ વધી 282.67 લાખ કરોડની રેકોર્ડ સપાટી પર પહોંચી છે.

એટલું જ નહીં બીએસઇ ખાતે કુલ માર્કેટકેપમાં ગુજરાતનો હિસ્સો સરેરાશ 12-14 ટકાને ધ્યાનમાં લઇએ તો 36.50 લાખ કરોડથી વધુની અંદાજાઇ રહી છે જે મોદી સરકાર આવ્યા બાદ મૂડીમાં અઢીગણાથી વધુ વધારો જોવા મળ્યો છે. વૈશ્વિક બજારમાં હજુ સ્લોડાઉનની સ્થિતિ છે છતાં વિદેશી રોકાણકારોની એન્ટ્રી થતા અને ભારતીય અર્થતંત્ર ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે તેના અહેવાલ આધારે રોકાણકારોની મૂડીમાં પોઝિટિવ ટ્રેન્ડ જળવાયેલો રહેશે. વાર્ષિક ધોરણે 10-12 ટકાનો ગ્રોથ ધ્યાનમાં લઇએ તો પણ રોકાણકારોની મૂડી વર્ષાન્ત સુધીમાં 300 લાખ કરોડ અને આગામી પાંચ વર્ષમાં 500 લાખ કરોડની સપાટી કુદાવે તો નવાઇ નહીં.

ભારતીય શેરબજારનો મજબૂત પાયો 2010 બાદ જોવા મળ્યો તે અગાઉ અનેક કૌભાંડોના કારણે રોકાણકારોની સંખ્યા મર્યાદિત હતી એટલું જ નહીં અત્યારે રોકાણનો માધ્યમથી માર્કેટમાં ટ્રેડ થઇ રહ્યાં છે જે અગાઉના સમયમાં સટ્ટા આધારિત બજારની મૂવમેન્ટ જોવા મળતી હતી.

ગુજરાતના 1.25 કરોડ રોકાણકારોનો હિસ્સો 36.50 લાખ કરોડથી વધારે
ભારતીય શેરબજારમાં રોકાણકારોની સંખ્યા સતત વધી રહી છે. ઓગસ્ટ માસમાં 22 લાખથી વધુ નવા રોકાણકારો ઉમેરાતા ડીમેટ ખાતાની સંખ્યા સૌ પ્રથમ વખત 10 કરોડને ક્રોસ થઇ છે. જેમાં ગુજરાતના રોકાણકારોની સંખ્યા સરેરાશ 1.25 કરોડથી વધુ છે. આમ માર્કેટકેપ 282.67 લાખ કરોડને ધ્યાનમાં લેતા ગુજરાતના 12-14 ટકાના હિસ્સા મુજબ 36.50 લાખ કરોડથી વધુનો હિસ્સો હોવાનું નિષ્ણાતો દર્શાવી રહ્યાં છે.

સેબીના આકરાં પગલાંથી રોકાણકારોમાં વિશ્વાસ વધ્યો
રબજારમાં અગાઉ જેવા કૌભાંડો ન થાય અને રોકાણકારોનો વિશ્વાસ સંપાદિત થાય તે માટે સેબી દ્વારા રોકાણકારોના હિતમાં પગલાં લેવામાં આવ્યા છે જેના પરિણામે રોકાણકારોની સંખ્યા અને મૂડી બન્નેમાં ઝડપી વૃદ્ધિ થઇ છે.

5 વર્ષમાં માર્કેટકેપ 500 લાખ કરોડ થશે
વૈશ્વિક બજારોમાં ભલે અનિશ્ચિતનો માહોલ હોય પરંતુ ભારતીય શેરબજાર પર સ્થાનિક તથા વિદેશી રોકાણકારોનો વિશ્વાસ વધુને વધુ મજબૂત થઇ રહ્યો છે જેના કારણે વાર્ષિક ધોરણે સરેરાશ 10-12 ટકાનો ગ્રોથ જળવાઇ રહેશે. આવા સંજોગોમાં આગામી પાંચ વર્ષમાં બીએસઈની માર્કેટ કેપ રૂપિયા 500 લાખ કરોડ પહોંચે તેવો અંદાજ છે. - પાર્થ સંધાડિયા, રિસર્ચ એનાલિસ્ટ-ટોરીન વેલ્થ ગ્રૂપ

અન્ય સમાચારો પણ છે...