તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોનાવાઈરસ:હાઇકોર્ટ રજિસ્ટ્રીના સ્ટાફમાં કોરોના, કોર્ટની સંખ્યા ઘટાડાઈ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્ટાફમાં ચેપ વધુ ફેલાવાની દહેશત હતી

હાઇકોર્ટના જ્યુડિશિયલ વિભાગના સીએફસી શાખામાં કામ કરતા સ્ટાફને કોરોના પોઝિટિવ આવતા કોર્ટના અન્ય સ્ટાફમાં ભયનું વાતાવરણ ફેલાયુ છે. આ સ્થિતીમાં કામ કરવામાં કોરોનાનો ચેપ વધુ ફેલાવાના ભયથી કોર્ટની સંખ્યામાં ઘટાડો કરાયો છે. રજિસ્ટ્રાર જયુડીશિયલ વિભાગના સ્ટાફને સેલ્ફ ક્વોરન્ટાઈનની સૂચના છે. 

હાઇકોર્ટની સ્ટેન્ડિંગ કમિટીએ આખરે નિર્ણય લીધો
હાઇકોર્ટની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા નિર્ણય લેવામા આવ્યો છે કે, થોડા દિવસ પહેલા જ ફૂલ કોર્ટ તમામ અરજન્ટ કેસની સુનાવણી સાંભળવાની શરૂઆત કરી હતી, પરતું સ્ટાફમાં કોરોના પોઝિટિવ આવતા કમિટીએ કોર્ટની સંખ્યા ઘટાડવાનો નિર્ણય લીઘો છે.તમામ કેટેગરીના કેસમાં અરજન્ટ સુનાવણી હાથ ધરાતી હતી તેને મર્યાદિત બનાવીને માત્ર જામીન અરજી, પેરોલ, ફર્લો જેવી અરજી પર અરજન્ટ સુનાવણી હાથ ધરવામાં આવશે.

લોકડાઉન બાદ માત્ર 2 કે 3 જ કોર્ટ ચાલુ રહેતી હતી, પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી 27 કોર્ટ કાર્યરત થઈ હતી. તમામ પ્રકારના કેસોની સુનાવણી હાથ ધરાઈ હતી, પરંતુ હાઈકોર્ટ રજિસ્ટ્રીના સ્ટાફમાં કોરોના પોઝિટિવ કેસ આવતા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ દ્વારા 1 જુલાઈથી માત્ર 3 કોર્ટ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે માત્ર ને માત્ર જામીન અરજી, ફરિયાદ રદ કરવાની અરજી અને હંગામી જામીન અરજીઓ પર જ સુનાવણી હાથ ધરવામાં આવશે. આ સિવાયના કેસોમાં માત્ર જાહેરહિતની અરજી કે જે કોરોના પોઝિટિવ કેસોને સંબંધિત હોય તેના પર જ સુનાવણી હાથ ધરવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે. 

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ધૈર્ય અને વિવેકનો ઉપયોગ કરીનો કોઇપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સક્ષમ રહેશો. આર્થિક પક્ષ પહેલાંથી વધારે સુદઢ સ્થિતિમાં રહેશે. પરિવારના લોકોની નાની-મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને સુખ...

વધુ વાંચો