તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજ્યમાં કોરોનાનું હોટ સ્પોટ બનેલા અમદાવાદમાં હવે કોરોના બેકાબુ બન્યો છે. જેના પગલે શહેરમાં રેપીડ એન્જીન ટેસ્ટ વધારવામાં આવ્યા છે. સામાન્ય લોકોની સાથે હવે કોરોનાની વેક્સિન લીધેલા ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ એવા પોલીસકર્મીઓ પણ પોઝિટિવ આવ્યા છે. જેના પગલે શાહીબાગ પોલીસ કમિશનર ઓફિસ ખાતે પોલીસકર્મીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. સવારથી સ્પેશિયલ બ્રાન્ચના બે PSI સહિતના લોકો પોઝિટિવ આવ્યા છે. સ્પેશિયલ બ્રાન્ચમાં પોલીસકર્મીઓ કોરોના પોઝિટિવ આવતાં કેટલાક કર્મીઓ ટેસ્ટ કરાવવા આવ્યા હતા.
પોલીસકર્મીમાં ગંભીર લક્ષણો હોય તેવું જણાયું નથી
અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલરૂમ ડીસીપી ડો. હર્ષદ પટેલે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, શહેર પોલીસમાં અત્યાર સુધીમાં 20 જેટલા પોલીસકર્મીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. જે પોલીસકર્મીઓ કોઈ કોરોના પોઝિટિવના સંપર્કમાં આવ્યા હોય અથવા તો કોરોનાના લક્ષણો જણાતાં હોય તેઓ ટેસ્ટ કરાવી રહ્યાં છે. કોઈ પોલીસકર્મીનવા ગંભીર લક્ષણો હોય તેવું જણાયું નથી.
શહેરમાં 21 જગ્યાએ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન ઉમેરાયા
મણિનગરના મુકુલ પાર્કના 10 મકાનના 42 લોકો અને સાફલ્યા એપાર્ટમેન્ટના 17 મકાનના 70 લોકો, વટવાના શિખર એપાર્ટમેન્ટના 4 મકાનના 14 લોકો, પિપળજના 55 મકાનના 250 લોકો, દાણીલીમડાની મંગલ વિકાસ સોસાયટીના 12 મકાનના 58 લોકો, જોધપુરના પૃથ્વી ટાવરના 8 મકાનના 33 લોકો, વસ્ત્રાલની સાહિત્યા રેસિડેન્સીના 20 મકાનના 82 લોકો અને સૂર્યમ એલેગન્સના 28 મકાનના 126 લોકો, ભાઈપુરાના ભવદીપ પાર્ક1ના 14 મકાનના 59 લોકો અને ભવદીપ પાર્ક-2ના 14 મકાનના 60 લોકો, ચાંદલોડિયાના શુકુન રેસિડેન્સીના 16 મકાનના 60 લોકો, શ્રી દર્શન એપાર્ટમેન્ટના 40 મકાનના 150 લોકો અને આદિત્ય પરિવેશના 20 મકાનના 80 લોકો, થલતેજના જીવનદીપ રો હાઉસના 6 મકાનના 25 લોકો(માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં ઉમેરો) અને ગુંજન પાર્કના 4 મકાનના 16 લોકો, ઘાટલોડિયાના આકાંક્ષા એપાર્ટમેન્ટના 36 મકાનના 150 લોકો, બોડકદેવના આર્યન એમ્બસીના 28 મકાનના 100 લોકો, છારોડી SGVP ગુરૂકુળની લેબર કોલોનીના 40 લોકો, પાલડીની સેલેબ્રિટી રેસિડેન્સીના 12 મકાનના 28 લોકો અને ચાંદખેડાના મોટેરાના A3 હાઈટ્સના 6 મકાનના 24 લોકોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં રખાયા છે.
અમદાવાદ આઠમા દિવસે 600થી વધારે કેસ
અમદાવાદ શહેર ફરી ડેથસ્પોટ બનવા તરફ જઈ રહ્યું છે. શહેરમાં કોર્પોરેશનની ચૂંટણી અને ક્રિકેટ મેચને પગલે ઉત્તરોત્તર કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. શહેર અને જિલ્લામાં સતત આઠમા દિવસે 600થી વધારે કેસ નોંધાયા છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં શહેર અને જિલ્લામાં 629 નવા કેસ અને 599 દર્દી સાજા થયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં સતત ત્રીજા દિવસે 3 દર્દીના મોત થતાં મૃત્યુઆંક 2,362 પર પહોંચ્યો છે. 1 એપ્રિલની સાંજથી 2 એપ્રિલની સાંજ સુધીમાં શહેરમાં 621 અને જિલ્લામાં 8 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 593 અને જિલ્લામાં 6 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 73,875 થયો છે. જ્યારે 69,342 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.