તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોનાનો કહેર:15 દિવસમાં અમદાવાદ શહેરનો રિકવરી રેટ 9 ગણો વધી 140 ટકા, દેશ કરતા ત્રણ ગણો વધુ

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોનાના હોટસ્પોટ બનેલા અમદાવાદમાં કોવિડ 19 પર કાબૂ મેળવવા આજે મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર અને વિવિધ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપિલ કમિશનર અને હેલ્થ ઓફિસરની સમીક્ષા બેઠક મળી હતી. આ બેઠક બાદ કોર્પોરેશનની યાદીમાં જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરના રિકવરી રેટની વાત કરવામાં આવે તો 5મેના રોજ શહેરનો રિકવરી રેટ 15.85 ટકા હતો જ્યારે રાજ્યનો 22.11 ટકા અને દેશનો 28.62 ટકા હતો. પરંતુ છેલ્લા 15 દિવસમાં  અમદાવાદ શહેરનો રિકવરી રેટ 9 ગણો વધીને 140 ટકા થઈ ગયો છે અને ગુજરાતનો રિકવરી રેટ 92 ટકા અને દેશનો રિકવરી રેટ 43 ટકા છે.

ખાનગી હોસ્પિટલો દ્વારા 1500 બેડ્સ ઉપલબ્ધ થયા
જેમાં AMCએ 42 ખાનગી હોસ્પિટલને કોરોનાના દર્દીઓ સારવાર માટે 50 ટકા બેડ ઉપલબદ્ધ કરાવવા માટે આદેશ કર્યો હતો. જેથી ખાનગી હોસ્પિટલો દ્વારા 1500 બેડ્સ ઉપલબ્ધ થયા છે. જેમાં હાલ 500 દર્દી સારવાર લઈ રહ્યાં છે. 

આરોગ્ય રથ દ્વારા રથ કન્ટેઈનમેન્ટ ઝોનના 200 સ્થળોએ 2 કલાકની ઓપીડી સેવા સાથે દવાનું વિતરણ
જ્યારે 50 એમ્બ્યુલન્સ ધન્વંતરી આરોગ્ય રથ તરીકે કાર્યરત છે. આ રથ કન્ટેઈનમેન્ટ ઝોનના 200 સ્થળોએ 2 કલાકની ઓપીડી સેવા સાથે દવાનું વિતરણ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં 33 હજાર 649 દર્દીની સારવાર કરી છે. આગામી બે-ત્રણ દિવસમાં 125 ધન્વંતરી રથ કાર્યરત થઈ જશે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો