તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિષ્ફળતા તંત્રની, પણ ભોગવવાનું પ્રજાએ:અમદાવાદમાં 10 દિવસ પહેલાં બેખોફ અને બેદરકાર બનીને ઊમટેલી ભીડ પર તંત્રએ નિયંત્રણ રાખ્યું હોત તો આજે આ સ્થિતિ ન હોત, 70 લાખ લોકોને જોખમમાં મૂક્યા

અમદાવાદ11 દિવસ પહેલા

કોરોના સંક્રમણ બેકાબૂ બનતાં અમદાવાદ શહેરમાં સોમવાર સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. દિવાળીના તહેવારના એક અઠવાડિયા પહેલાં અમદાવાદનાં બજારોમાં મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે ઊમટી પડ્યા હતા. 12 નવેમ્બરના રોજ એટલે કે 10 દિવસ પહેલાં DivyaBhaskarએ ભદ્ર પાથરણાં બજારનો ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો. આ દરમિયાન માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વગર જ લોકો ફરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન મોટી સંખ્યામાં ટોળામાં લોકો બેખોફ બનીને ફરતા હતા, જેને લઈ કોરોનાનું સંક્રમણ ફેલાવવાની શકયતા હતી છતાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને કારંજ પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આ કારણે આજે અમદાવાદમાં સંપૂર્ણપણે કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે તેમજ 70 લાખ લોકોને જોખમમાં મૂકી દીધા છે.

લોકો બિનધાસ્ત ફરતા હતા અને તંત્ર નિંદ્રાધીન હતું
અમદાવાદમાં 10 દિવસ પહેલાં જે ભીડની સ્થિતિ સર્જાઈ હતી એના પર જો મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી અથવા તો તકેદારી રાખવામાં આવી હોત તો આજે અમદાવાદ કર્ફ્યૂમુક્ત હોત અને આટલા કોરોનાના કેસો પણ વધ્યા ન હોત. માત્ર ભદ્ર જ નહીં, અમદાવાદમાં બાપુનગર ભીડભંજન મંદિર, વસ્ત્રાપુર, નરોડા, કૃષ્ણનગર, ચાંદખેડા, સાબરમતી, એસજી હાઇવે, સિંધુ ભવન રોડ વગેરે વિસ્તારમાં મોડી રાત સુધી લોકો ફરતા હતા. કોર્પોરેશનનો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ હોય કે અમદાવાદ શહેર પોલીસ હોય, કોઈએ પણ કોરોનાને ધ્યાનમાં રાખી ગાઈડલાઈન્સનું પાલન કરાવ્યું ન હતું, જેને કારણે આજે સંક્રમણ વધ્યું છે.

આજે દિવાળીના તહેવારોથી તદ્દન વિપરીત સ્થિતિ
શહેરમાં દરેક જગ્યાએ આજે રોડ સૂમસામ બન્યા છે, જ્યાં દિવાળીના તહેવાર પહેલાં અને તહેવાર દરમિયાન લોકો મનફાવે તેમ ફરતા હતા, જેની આજે વિપરીત અસર પડી છે અને દરરોજ મોટી સંખ્યામાં લોકો કોરોનાનો ભોગ બન્યા છે અને અમદાવાદમાં બે દિવસ કર્ફ્યુ અને રાજ્યનાં ચાર મોટાં શહેરો એવાં અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં રાત્રિ કર્ફ્યૂ લગાવવો પડ્યો છે.

દિવાળી દરમિયાન બાપુનગરની બજારોમાં પણ લોકો મોટી સંખ્યામાં બજારમાં ખરીદી માટે પહોંચતી હતી
દિવાળી દરમિયાન બાપુનગરની બજારોમાં પણ લોકો મોટી સંખ્યામાં બજારમાં ખરીદી માટે પહોંચતી હતી

શહેર અને જિલ્લામાં 327 નવા કેસ અને 3 દર્દીનાં મોત
24 કલાકમાં શહેર અને જિલ્લામાં કુલ 327 નવા કેસ નોંધાયા છે, જ્યારે 3 દર્દીનાં મોત થયાં છે તેમજ કુલ 270 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 19 નવેમ્બરની સાંજથી 20 નવેમ્બરની સાંજ સુધીમાં શહેરમાં 230 અને જિલ્લામાં 16 નવા કેસ નોંધાયા છે. જ્યારે શહેરમાં 3 દર્દીનાં મોત થયાં છે તેમજ શહેરમાં 256 અને જિલ્લામાં 14 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 46,596 થયો છે. જ્યારે 41,272 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે અને મૃત્યુઆંક 1,955 થયો છે. ઉલ્લેખનીય છે કે 150 દિવસ પછી 327 કેસ નોંધાયા છે. છેલ્લે, 22મી જૂને 314 કેસ નોંધાયા હતા.

અમદાવાદના કર્ફ્યુ અને કોરોનાની સ્થિતિ અંગે બધું જાણવા આ પણ વાંચો

અમદાવાદના બે મંત્રી, બે સાંસદો, 15 ધારાસભ્ય અને 192 કોર્પોરેટર ક્યાંય દેખાતા નથી, જનતા જવાબ માગે છે

ધબકતું અમદાવાદ કર્ફ્યૂમાં થંભી ગયું, શહેરમાં પોલીસ બંદોબસ્ત, બહાર નીકળતા લોકો સામે દંડાત્મક કાર્યવાહી

અમદાવાદમાં શનિવાર અને રવિવારના કર્ફ્યૂ અંગે મૂંઝવતા પ્રશ્નોના જવાબ જાણો

અમદાવાદ એરપોર્ટ પર ટેક્સી અને કેબવાળાની ઉઘાડી લૂંટ, મુસાફરો પાસેથી રૂ. 1 હજારથી 2 હજાર સુધીનું ભાડું વસૂલવામાં આવે છે

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો