આને કહેવાય પ્રજાના પ્રતિનિધિ:અમદાવાદના બાપુનગર વોર્ડમાં કોરોના સહાયના ફોર્મ માટે લોકોને ધક્કો ના પડે માટે ભાજપના કોર્પોરેટરે હેલ્પ ડેસ્ક શરૂ કર્યું

અમદાવાદ10 દિવસ પહેલા
ભાજપના કોર્પોરેટર પ્રકાશ ગુર્જરે સુવિધા ઉભી કરી
  • એક ટેબલ પર ફોર્મ ચેક થશે બીજા ટેબલ પર નોટરી થશે બાદમાં ફોર્મ મામલતદારને અપાશે

કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને રૂ. 50 હજારની સહાયની રાજય સરકારની જાહેરાત બાદ ફોર્મ લેવા-જમા કરવા હજારો લોકો કલેક્ટર ઓફિસ અને મ્યુનિસિપલ સિવિક સેન્ટર પર ધક્કા ખાઈ રહ્યા છે. કોરોના સહાય મેળવવાના ફોર્મ લેવા અને જમા કરાવવા માટે લોકોને અગવડ ન પડે અને ઝડપથી ફોર્મ જમા થઈ જાય તેના માટે બાપુનગરના ભાજપના કોર્પોરેટર પ્રકાશ ગુર્જરે પોતાના જ કાર્યાલય પર હેલ્પ ડેસ્ક શરૂ કર્યું છે. જેમાં બાપુનગર વોર્ડમાં કોરોનાના મૃત્યુ પામેલા લોકોની યાદી તૈયાર કરી તેમને આજે ફોર્મમાં સહાય માટે આપવાના થતા તમામ ડોક્યુમેન્ટ સાથે બોલાવ્યા છે.

લોકો પાસેથી આવેલા ફોર્મ ચેક કરીને તેની નોટરી કરાશે
લોકો પાસેથી આવેલા ફોર્મ ચેક કરીને તેની નોટરી કરાશે

કોર્પોરેટરે બાપુનગર કાર્યાલય ખાતે હેલ્પ ડેસ્ક શરૂ કર્યું
કાર્યાલય પર ફોર્મ માટે ડોક્યુમેન્ટ જમા કરાવી ચેક કરી નોટરી કરાવવામાં આવશે અને આ ફોર્મ ત્યાં જ જમા લઈ મામલતદાર ખુદ ફોર્મ ત્યાંથી લઇ જશે. લોકોને મામલતદાર ઓફિસમાં ધક્કા ન ખાવા પડે તે માટે કોર્પોરેટરે પોતાના ત્યાં જ સુવિધા ઉભી કરી દીધી છે. પ્રકાશ ગુર્જરે Divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોરોનાની સહાય લોકોનો ઝડપથી મળેઅને ધક્કા ખાવા ન પડે તેના માટે બાપુનગર કાર્યાલય ખાતે હેલ્પ ડેસ્ક શરૂ કર્યું છે. બાપુનગર વોર્ડમાં કોરોનાથી 160 લોકોના મોત થયા હતા જેની યાદી અમારી પાસે હતી. આ તમામ લોકોને કોરોનામાં સહાય માટેના ફોર્મ જમા કરાવવા માટે અમે ડોક્યુમેન્ટની માહિતી વોટ્સએપ કરી આપી હતી.

લોકોના જમા થયેલા ફોર્મ મામલતદારને એક સાથે જમા કરાવાશે
લોકોના જમા થયેલા ફોર્મ મામલતદારને એક સાથે જમા કરાવાશે

જમા થયેલ ફોર્મ મામલતદારને આપવામાં આવશે
આજે તમામ ડોક્યુમેન્ટ સાથે આ વારસદારોને બોલાવ્યા છે. એક ટેબલ પર અમે ડોક્યુમેન્ટ ચેક કરીશું. બીજા ટેબલ પર સ્ટેમ્પ સાથે નોટરી કરી આપવામાં આવશે. જેના માટે વકીલ પણ રાખ્યા છે. ત્યાં જ ડોક્યુમેન્ટ સાથે ફોર્મ લઈ લેવામાં આવશે. બપોર સુધીમાં જેટલા ફોર્મ જમા થશે તે મામલતદારને આપવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે લોકોને ઝડપથી સહાય મળે તે અમારો પ્રયાસ છે.

લોકોને અગવડ ના પડે તે માટે કોર્પોરેટરે પોતાના કાર્યાલય પર સુવિધા ઉભી કરી
લોકોને અગવડ ના પડે તે માટે કોર્પોરેટરે પોતાના કાર્યાલય પર સુવિધા ઉભી કરી

અન્ય વોર્ડમાં પણ આવી સુવિધા ઉભી થવી જોઈએ
લોકોને મામલતદાર ઓફિસમાં લાઈનમાં ઉભા રહેવાનું અને ધક્કા ખાવા ન પડે તેના માટે અમે જ ફોર્મ લઈ મામલતદારને આપીશું. બાપુનગરના ભાજપના કોર્પોરેટર પ્રકાશ ગુર્જરે દ્વારા લોકોને તકલીફ ન પડે તેવી સુવિધાઓ ઉભી કરી છે. ત્યારે ભાજપના અન્ય કોર્પોરેટરો પણ આવી રીતે સાચા જન પ્રતિનિધિ બની પોતાના વોર્ડમાં જે લોકો કોરોનામાં મૃત્યુ પામ્યા હોય તેમના પરિવારોની સંપર્ક કરી આવી રીતે હેલ્પ ડેસ્ક ઉભા કરવા જોઈએ.

અન્ય સમાચારો પણ છે...