તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજ્ય સરકારનો નિર્ણય:કોરોનામાં મૃત્યુ પામેલા માતા-પિતાના ડેથ સર્ટિ.માં મૃત્યનું કારણ નહીં લખ્યું હોય તો પણ અનાથ બાળકોને મહિને રૂ.4000ની સહાય મળશે

અમદાવાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રાજ્ય સરકાર બાળક 18 વર્ષનું થાય ત્યારે દર મહિને રૂ.6 હજારનું સ્ટાઈપેન્ડ આપશે

કોરોના મહામારી દરમ્યાન જે બાળકોએ માતા-પિતા બંન્ને ગુમાવ્યા છે તેવા અનાથ બાળકો માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે સરકાર જાહેર કરી છે. કોરોના કાળ શરુ થયાથી લઇને પૂરો થાય ત્યા સુધી આ સહાય મળવા પાત્ર છે. રાજ્ય સરકારે અનાથ બાળકો માટે બાલ સેવા યોજના કરી છે. જે મુજબ બાળકોને દર મહિને રૂ.4 હજારનું અને તે બાળક 18 વર્ષનું થાય ત્યારે રૂ.6 હજારનું સ્ટાઈપેન્ડ દર મહિને રાજ્ય સરકાર દ્વારા ચુકવવામાં આવશે.

આ સહાય મેળવવા માટે કોરોનાના કારણે મૃત્યુ પામ્યા હોવાના કારણ સાથેનું કોઇ હોસ્પિટલ સર્ટિફિકેટ જરુરી નથી. ડેથ સર્ટિફિકેટમાં પણ કોરોનાથી મૃત્યુ થયું હોવાનું લખાણ જરુરી નથી. કોરોનાકાળમાં અનાથ બનેલા બાળકોના માતા-પિતા મોર્બિડ-કો મોર્બિડ હોય આ તમામ કેસમા સહાય મળવા પાત્ર છે.

સરકાર કોરોનાથી નિરાધાર બાળકોને સહાય આપશે
મુખ્યમંત્રી રૂપાણીએ આજે જાહેર કરેલી આ યોજનામાં કોરોનાથી નિરાધાર થયેલા બાળકોને તેમની ઉંમર 18 વર્ષની થાય ત્યાં સુધી દર મહિને બાળક દીઠ ચાર હજારની માસિક સહાયતા આપશે. તે ઉપરાંત 18 વર્ષ પૂર્ણ કર્યાં હોય અને તેમના માતા પિતા મૃત્યુ પામ્યા હોય તો એમને પણ ધ્યાનમાં રાખીને આફ્ટર કેર યોજના અંતર્ગત તેમને 21 વર્ષની ઉંમર સુધી અને એવી જ રીતે 21 વર્ષથી 24 વર્ષ સુધી આ આફ્ટર કેર યોજનામાં પણ જે લોકો જોડાયેલા હશે એ બાળકોને 6 હજાર રૂપિયા માસિક આપવામાં આવશે.

બાળકોને અભ્યાસ લોનમાં અગ્રતા
જે બાળકોને વિદેશમાં ભણવા જવાનું થશે તેમને કોઈપણ જાતની આવકની મર્યાદામાંથી મુક્તિ આપવામા આવશે. આવનારા દિવસોમાં એ બાળકોને રાજ્ય સરકારની વિદેશની લોનની જે યોજના છે એમાં પણ અગ્રતાક્રમ આપવામાં આવશે. મુખ્યમંત્રી સ્વાવલંબન યોજનામાં જે બાળકો સેલ્ફ ફાઈનાન્સ કોલેજોમાં ઉચ્ચ અભ્યાસ કરતા હશે તે બાળકોને અગ્રતા ક્રમ આપવામાં આવશે. જેમાં કોઈ પણ આવકની મર્યાદા રાખવામા આવશે નહીં. આ પ્રકારની યોજનામાં રાજ્ય સરકાર 50 ટકા ફી માફી આપે છે. તે ઉપરાંત બાળકોને સરકારની MYSY યોજનાનો લાભ પણ મળશે.

કેન્દ્ર સરકાર અભ્યાસ ખર્ચ ઉઠાવશે અને મેડિક્લેઈમ આપશે
તેમજ મોદી સરકારે પણ દેશમાં કોરોનાના કારણે અનાથ થયેલા બાળકો માટે જાહેરાત કરી હતી. આવા બાળકોનો ભણવાનો ખર્ચ પણ PM કેર ફંડમાંથી અપાશે. 18 વર્ષની ઉંમર સુધી દર મહિને આર્થિક મદદ કરાશે.આ ઉપરાંત બાળકની ઉંમર 23 વર્ષ થશે ત્યારે 10 લાખની સહાય અપાશે.

5 લાખનો હેલ્થ ઈન્સ્યોરન્સ મળશે
આ બાળકોને આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત 5 લાખનો હેલ્થ ઈન્સ્યોરન્સ પણ મળશે. તેમનું પ્રિમિયમ PM કેર ફંડમાંથી અપાશે. ઉચ્ચ અભ્યાસ માટે જો લોન લીધી છે તો તેમા રાહત અપાશે. આ લોનનું વ્યાજ પણ આ ફંડમાંથી અપાશે.

યોજનાની ખાસ વાત...

બાળકના નામે ફિક્સ્ડ ડિપોઝીટ

 • PM કેર્સ ફંડથી એવા બાળકો માટે એક ભંડોળ તૈયાર કરવામાં આવશે. તેમા 10 લાખ રૂપિયા જમા કરવામાં આવશે.
 • તેના મારફતે 18 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી બાળકને પ્રત્યેક મહિને એક નક્કી થયેલ રકમ મળશે.
 • 23 વર્ષની ઉંમરે તેને આ સંપૂર્ણ રકમ એક સાથે આપવામાં આવશે.

શાળાનો અભ્યાસ

 • 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને નજીકની કેન્દ્રીય વિદ્યાલય અથવા પ્રાઈવેટ સ્કૂલમાં ડે સ્કોલર સ્વરૂપમાં એડમિશન આપવામાં આવશે.
 • જો બાળકોનું એડમિશન કોઈ ખાનગી શાળામાં થાય છે તો PM કેર્સ ફંડથી રાઈટ ટુ એજ્યુકેશનના નિયમો પ્રમાણે ફી આપવામાં આવશે.
 • તેમની શાળા ડ્રેસ, પુસ્તકો અને નોટબુક પર થતા ખર્ચ માટે પણ ચુકવણી કરવામાં આવશે.

ઉચ્ચ શિક્ષણ માટે મદદ

 • બાળકોને વર્તમાન શિક્ષણ લોનને લગતા ધોરણો પ્રમાણે ભારતમાં પ્રોફેશનલ કોર્સ અથવા હાયક એજ્યુકેશન માટે લોન લેવામાં મદદ કરવામાં આવશે.
 • આ વિકલ્પ તરીકે એવા બાળકોને કેન્દ્ર અથવા રાજ્ય સરકારની યોજના અંતર્ગત સ્નાતક અથવા પ્રોફેશનલ કોર્સ ફી અથવા ટ્યુશન ફીની સમકક્ષ સ્કોલરશિપ આપવામાં આવશે.

જે બાળકો વર્તમાન સ્કોલરશિપ સ્કીમ હેઠળ એલિજીબલ નથી તેમના માટે PM કેર્સથી એક જેવી સ્કોલરશિપ મળશે.

હેલ્થ ઈન્સ્યોરન્સ

 • તમામ બાળકોને આયુષ્યમાન ભારત યોજના (PM-JAY) હેઠળ લાભાર્થી માનવામાં આવશે. તેમને 5 લાખ રૂપિયાનો હેલ્થ વીમા કવર મળશે.
 • 18 વર્ષની ઉંમર સુધી આ બાળકોને પ્રીમિયમ રકમની ચુકવણી PM કેર્સમાંથી આપવામાં આવશે.
અન્ય સમાચારો પણ છે...