સરવે:કોરોનાને કારણે પરિવારની આવક ઓછી થતાં 49 ટકા બાળકોના જીવનધોરણ પર માઠી અસર

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • એક સંસ્થાના સરવે મુજબ 11 રાજ્યોમાં માત્ર 19 ટકા બાળકોની રહેણીકરણી પર અસર
  • 13થી 15 વર્ષની વયજૂથના 15% બાળક માને છે કે, ભાવિ તક માટે સ્થળાંતર કરવું પડશે

કોવિડ પછીની સ્થિતિ અંગે રાજ્યભરમાં સ્કૂલોના 4 હજારથી વધુ વિદ્યાર્થીઓ પર હાથ ધરવામાં આવેલા સરવેનું ચોંકાવનારું તારણ નીકળ્યું છે કે, કોરોનામાં પરિવારના સભ્યના મૃત્યુને લીધે પારિવારિક આવક પર ગંભીર અસર થઈ છે. ગુજરાતમાંથી 49 ટકા વિદ્યાર્થીએ આ ચિંતા વ્યક્ત કરી હતી. જ્યારે જીવનધોરણ પર અસર થઈ હોવાની ચિંતા વ્યક્ત કરનારા દેશભરના વિદ્યાર્થીઓની સંખ્યા 19 ટકા હતી.

ગુજરાતના મોટાભાગના વિદ્યાર્થીઓએ સરવેમાં કહ્યું હતું કે, તેઓ તેમના ભાવિ અભ્યાસ અંગે ચિંતિત છે અને અભ્યાસ માટે બીજે જવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. શિક્ષણ અને સ્કિલ ડેવલપમેન્ટ ક્ષેત્રે કામ કરતી ક્વેસ્ટ એલાયન્સ નામની સંસ્થાએ કોરોનાની વિદ્યાર્થીઓ અને તેમના પરિવાર પર કેવી અસરો થઈ છે તે જાણવા આ સરવે હાથ ધર્યો હતો. સરવેમાં ગુજરાત સહિત 11 રાજ્યના 13થી 15 વર્ષના 22 હજાર વિદ્યાર્થી આવરી લેવાયા હતા.

ક્વેસ્ટ એલાયન્સના સેકન્ડરી સ્કૂલ પ્રોગ્રામના એસોસિએટ ડાયરેક્ટર નેહા પાર્થીએ કહ્યું, બીજા વેવ પછી ગત વર્ષે હાથ ધરાયેલા સરવેમાં 11 રાજ્યના 10.40 ટકા વિદ્યાર્થીએ કહ્યું હતું કે, કોરોનામાં તેમણે માતા-પિતા કે દાદા-દાદી જેવા પરિવારના સભ્યોમાંથી કોઈ એકને ગુમાવ્યા છે.

રાજ્યમાં 29 ટકા બાળકોએ સ્વીકાર્યું કે, તેમને પોષણક્ષમ આહાર મેળવવામાં મુશ્કેલી પડી હતી
સરવેના તારણ મુજબ કોરોનાને કારણે પરિવારની આવક પર માઠી અસર પડતા બાળકોને મળતા દૂધ સહિતના પોષણક્ષમ આહાર પર પણ અસર પડી છે. અર્થાત તેમના જીવનધોરણ પર ખરાબ અસર જોવા મળી હતી. 11 રાજ્યોમાંથી આવા અસરગ્રસ્ત બાળકોની સંખ્યા 12 ટકા હતી. જ્યારે ગુજરાતમાં તેની ટકાવારી 29 ટકા છે. અર્થાત વધુ બાળકોને પોષણક્ષમ આહાર મેળવવામાં મુશ્કેલી પડી છે. 7.58 ટકા પરિવાર એવું માને છે કે, ભવિષ્યમાં કામ માટે તેમણે અન્ય સ્થળાંતર કરવું પડશે. ગુજરાતમાં આવું માનનારા લોકોની સંખ્યા લગભગ બમણી એટલે કે 15 ટકા છે.

અન્ય સમાચારો પણ છે...