તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 362 નવા કેસ નોંધાયા છે અને 24 દર્દીના મોત થયા છે, જ્યારે 466 દર્દી ડિસ્ચાર્જ થયા છે. આમ અત્યાર સુધીમાં કુલ 8,904 કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક 537 થયો છે. તેની સાથે સાથે 3,246 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે. છેલ્લા 24 કલાકમાં 3066 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે ગઈકાલે 2,978 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આમ કુલ 88 ટેસ્ટ વધુ થયા છે અને 11 મે કરતા 20 કેસ વધુ પણ આવ્યા છે. આમ ટેસ્ટ વધ્યા હોવાથી કેસ પણ વધ્યાં છે.
કોરોના અંગેની અપડેટ આપતા રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં કોવિડ 19ના 362 નવા કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 267, વડોદરામાં 27, સુરતમાં 30, મહેસાણામાં 7, કચ્છમાં 6, ગીર સોમનાથમાં 5, છોટાઉદેપુર, ગાંધીનગર અને ખેડામાં 3-3 નવા કેસ ભાવનગર, મહીસાગર, પાટણમાં 2-2 કેસ અને દેવભૂમિ દ્વારકા, અવલ્લી, સાબરકાંઠા, જામનગર અને ભરૂચમાં 1-1 નવા કેસ સામેલ છે. જ્યારે 4ના કોરોનાથી અને 20 દર્દીના અન્ય બીમારી, હાઈરિસ્ક અને કોરોનાથી મૃત્યુ થયા છે. જેમાં અમદાવાદમાં 21, રાજકોટ, સુરત અને વડોદરામાં 1-1 દર્દીના મોત થયા છે. કુલ 8,904 દર્દીમાંથી 30 વેન્ટીલેટર પર છે જ્યારે 5091ની હાલત સ્થિર છે અને 3,246 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે અને 537ના મૃત્યુ થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1,19,537 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 8,904ના રિપોર્ટ પોઝિટિવ અને 1,10,633ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
ઠંડા પીણા, આઇસ્ક્રીમ સહિતની ખાદ્ય ચીજવસ્તુથી કોરોના નથી ફેલાતોઃ ફૂડ એન્ડ ડ્રગ્ઝ વિભાગ
રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગના કમિશનર દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનને એક પત્ર મોકલવામાં આવ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છેકે, FSSI દ્વારા સ્પષ્ટ જણાવવામાં આવ્યું છેકે, ખાદ્ય ચીજવસ્તુઓ દ્વારા કોરોના વાઈરસનું સંક્રમણ ફેલાતું નથી. તેમજ ઠંડા પીણા, આઇસક્રીમ, ફ્રોઝન ફૂડ જેવી ખાદ્ય ચીજવસ્તુઓના સેવનથી કોરોના ફેલાતો નથી. આથી આ પ્રકારની વસ્તુઓનું યોગ્ય રીતે ઉત્પાદન, સંગ્રહ વહન તથા વેચાણ કરવામાં આવતું હોય તો તેને કારણ વગર અટકાવવામાં ન આવે.
ઇ ટિકિટ પર જ રેલવે સ્ટેશનમાં પ્રવેશ અપાશે, નિયમોનું પાલન કરાવવા પોલીસને સૂચના અપાઈઃ રાજ્ય પોલીસ વડા
રાજ્ય પોલીસવડાએ જણાવ્યું છેકે, રેલવે દ્વારા અમુક ટ્રેન શરૂ કરવામાં આવી છે. ટિકિટનું બુકિંગ ઓનલાઇન જ થાય છે. જેથી લોકોએ ટિકિટ લેવા રેલવે સ્ટેશન જવું નહીં. ઓનલાઇન બુકિંગ કન્ફર્મ ઇ ટિકિટ પર જ રેલવે સ્ટેશનમાં પ્રવેશ અપાશે. રેલવે સ્ટેશન પર આવતા માસ્ક અને સેનિટાઇઝરનો ઉપયોગ કરવો અને સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવું પડશે. પોલીસને આ ગાઇડલાઇનનું પાલન કરાવવા સૂચના આપવામાં આવી છે.
ગુરુવારથી રાજકોટમાં ઉદ્યોગ-ધંધો શરૂ કરાશે, જિલ્લા કલેક્ટર મંજૂરી આપશેઃ અશ્વિની કુમાર
મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છેકે, 14મી મે, ગુરુવારથી રાજકોટમાં જિલ્લા કલેક્ટરની મંજૂરીથી ઉદ્યોગ-ધંધા શરૂ કરવામાં આવશે. કન્ટેન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં ઉદ્યોગ ધંધો, ઇન્ડસ્ટ્રીને ફરીથી ચાલુ કરવાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામા આવી છે. રાજકોટનો સમાવેશ અગાઉથી જ ઓરેન્જ ઝોનમાં કરવામાં આવ્યો હતો. પરંતુ એક અઠવાડિયા સુધી કોઇ ઉદ્યોગો શરૂ કરવામાં ન આવે તેવી સૂચના જિલ્લા વહિવટી તંત્રને આપવામાં આવી હતી. છેલ્લા એકાદ અઠવાડિયામાં નવો કેસ ન નોંધાતા સરકારે આજે નિર્ણય કર્યો છેકે ગુરુવાર 14 મેના રોજથી રાજકોટ શહેરમાં પણ ઉદ્યોગ ચાલુ કરવાની મંજૂરી આપવામાં આવશે.
ગુજરાતમાં લોક ડાઉન ખોલાવા અંગે મુખ્યમંત્રી એ ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના તમામ જિલ્લા કલેકટરો, મ્યુનિસિપલ કમિશનરો, જિલ્લા પોલીસ વડાઓ અને રેન્જ આઇ.જી. સાથે વિડીયો કોન્ફરન્સ બેઠક યોજી છે. જેમાં 17મી મે પછી લોકડાઉનની સ્થિતિમાં કઇ રીતે છૂટછાટ આપી શકાય અને કેવી તકેદારી-સાવચેતી રાખવી તેની જિલ્લાવાર સમીક્ષા સાથે સ્થિતીનો ચિતાર મેળવી ચર્ચાઓ હાથ ધરી છે. આ કોન્ફરન્સમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યાં હતા.
139 વિદ્યાર્થીઓ મનિલાથી અમદાવાદ પહોંચ્યા
વિદેશમાં ફસાયેલા ભારતીયોને લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ખાસ વિમાની સેવા દ્વારા ભારત પરત લાવવામાં આવી રહ્યાં છે. જેના ભાગરૂપે મનિલામાં ફસાયેલા ગુજરાતના 139 વિદ્યાર્થીઓને પરત લાવવામાં આવ્યા છે. આ વિદ્યાર્થીઓ આજે વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. બિહારના લોકોનો તેમના વતન મોકલવા માટે આજે ગાંધીનગર એસટી ડેપોથી સાબરમતી રેલવે સ્ટેશન માટે બસો ઉપડશે.
આજથી અમદાવાદ દિલ્હીની ટ્રેન શરૂ થશે
ભારત સરકારના રેલ્વે મંત્રાલય દ્વારા તબક્કાવાર રેલ સેવાઓ શરૂ કરવામાં આવનાર છે. આ સેવાઓ અન્વયે અમદાવાદ-સાબરમતી સ્ટેશનથી દિલ્હી જવા માટેની પ્રથમ ટ્રેન આજે રવાના થશે. રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ આ ટ્રેન સેવાના યાત્રીકો અંગે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, માત્ર કન્ફર્મ ઇ-ટિકીટ ધરાવનારા યાત્રીકોને જ સ્ટેશનમાં પ્રવેશ અપાશે. એટલું જ નહીં. આવા યાત્રીકો તથા તેમને સ્ટેશન સુધી મૂકવા આવનારા વાહનચાલકની અવર-જવર માટે કન્ફર્મ ઇ-ટિકીટને માન્ય રાખવામાં આવશે. આ હેતુસર અન્ય કોઇ આધાર-દસ્તાવેજોની જરૂરિયાત રહેશે નહીં.
અમદાવાદમાં 15 મેથી શાકભાજી, કરિયાણુંનું વેચાણ શરૂ થશે
અમદાવાદમાં પંદરમી મેથી જીવનજરૂરિયાતની તમામ વસ્તુઓ શાકભાજી, ફળો, કરિયાણું વગેરેનું વેચાણ શરુ થઇ જશે. આ ઉપરાંત આ વસ્તુઓ તથા તૈયાર ભોજનની હોમ ડિલિવરીની સેવાઓ પણ શરૂ થઇ જશે. આ અંગે નવી માર્ગદર્શિકા બહાર પાડતાં રાજ્યના અધિક મુખ્ય સચિવ અને હાલ અમદાવાદમાં કોરોનાના સંક્રમણને ઘટાડવાની જવાબદારી સંભાળતા વરિષ્ઠ અધિકારી ડો. રાજીવ કુમાર ગુપ્તાએ હોમ ડિલિવરી માટે કેશલેશ ટ્રાન્સેક્શન ફરજિયાત કર્યું છે.
કુલ 8904 દર્દી, 537ના મોત અને 3246 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)
શહેર | પોઝિટિવ કેસ | મોત | ડિસ્ચાર્જ |
અમદાવાદ | 6353 | 421 | 1874 |
વડોદરા | 574 | 32 | 311 |
સુરત | 944 | 40 | 556 |
રાજકોટ | 66 | 02 | 46 |
ભાવનગર | 97 | 07 | 42 |
આણંદ | 80 | 07 | 70 |
ભરૂચ | 32 | 02 | 25 |
ગાંધીનગર | 142 | 05 | 45 |
પાટણ | 29 | 01 | 21 |
નર્મદા | 13 | 00 | 12 |
પંચમહાલ | 65 | 04 | 33 |
બનાસકાંઠા | 81 | 03 | 36 |
છોટાઉદેપુર | 17 | 00 | 13 |
કચ્છ | 14 | 01 | 06 |
મહેસાણા | 59 | 02 | 37 |
બોટાદ | 56 | 01 | 22 |
પોરબંદર | 03 | 00 | 03 |
દાહોદ | 20 | 00 | 05 |
ખેડા | 32 | 01 | 08 |
ગીર-સોમનાથ | 17 | 00 | 03 |
જામનગર | 30 | 02 | 02 |
મોરબી | 02 | 00 | 01 |
સાબરકાંઠા | 27 | 02 | 07 |
મહીસાગર | 46 | 01 | 28 |
અરવલ્લી | 75 | 02 | 22 |
તાપી | 02 | 00 | 02 |
વલસાડ | 06 | 01 | 04 |
નવસારી | 08 | 00 | 07 |
ડાંગ | 02 | 00 | 02 |
દેવભૂમિ દ્વારકા | 05 | 00 | 00 |
સુરેન્દ્રનગર | 03 | 00 | 01 |
જૂનાગઢ | 03 | 00 | 02 |
અન્ય રાજ્ય | 01 | 00 | 00 |
કુલ | 8904 | 537 | 3246 |
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.