કોરોના ગુજરાત LIVE:બે દિવસમાં જ નવા કેસમાં 40 ટકાનો ઘટાડો, નવા કેસ ઘટીને 14 હજાર નીચે, ત્રીજી લહેરના સૌથી વધુ 25નાં મોત

અમદાવાદ7 મહિનો પહેલા
  • અમદાવાદમાં 6, વડોદરામાં 4, સુરતમાં 4 મળીને કુલ 25ના મોત

ગુજરાતમાં હવે કોરોનાની સુનામી ધીમી પડી ગઈ છે. રાજ્યમાં ત્રીજી લહેરમાં કોરોનાના કેસો ઘટવા લાગ્યા છે. છેલ્લા 24 કલાકમાં 13805 કેસ નોંધાયા છે અને ત્રીજી લહેરના સૌથી વધુ 25ના મોત થયા છે. આ પહેલા 22 જાન્યુઆરીએ 23150 કેસ નોંધાયા હતા. જે 24 જાન્યુઆરીએ 40 ટકા જેટલા ઘટીને 13805 થયા છે. તેમજ 13469 દર્દી સાજા થયા છે. જેને પગલે રિકવરી રેટ સુધરીને 86.49 ટકા થયો છે.

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 4441 કેસ, વડોદરામાં 3255 કેસ, સુરતમાં 1374 કેસ અને રાજકોટમાં 1149 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં 6, વડોદરામાં 4, સુરતમાં 4, જામનગરમાં 3, રાજકોટમાં 2, ભાવનગરમાં 2, પંચમહાલ, મહેસાણા, કચ્છ અને વલસાડમાં 1-1 દર્દીના મોત થયા છે.

17 જાન્યુઆરીએ 12753 કેસ નોંધાયા હતા. જે ત્રણ દિવસમાં 11732 કેસનો વધારો થઈને 20 જાન્યુઆરીએ અત્યાર સુધીના સૌથી વધુ એટલે કે 24485 કેસ નોંધાયા હતા. આમ ત્રણ દિવસમાં 12753 હજારથી વધીને 24485 કેસ થયા હતા. જ્યારે 4 દિવસમાં 24,485થી 10680નો ઘટાડો નોંધાઈને 13805 કેસ થયા છે.

વેન્ટીલેટર પર 284 દર્દી અને 1.35 લાખ એક્ટિવ કેસ
રાજ્યમાં અત્યાર સુધીમાં 10 લાખ 76 હજાર 360ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 274 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 9 લાખ 30 હજાર 938 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 1 લાખ 35 હજાર 148 એક્ટિવ કેસ છે, જેમાંથી 284 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 1 લાખ 34 હજાર 864 દર્દીની હાલત સ્થિર છે.

ત્રીજી લહેરે બીજી લહેરની પીક તોડી નાંખી હતી
રાજ્યમાં બીજી લહેરમાં સૌથી વધુ 14 હજાર 605 કેસ 30 એપ્રિલે નોઁધાયા હતા. જે 263 દિવસ અગાઉ હતાં, તો 232 દિવસ બાદ 13નાં મોત થયાં છે. અગાઉ 5 જૂને 13નાં મોત નોંધાયા હતા. રાજ્યમાં આજે 21225 કેસ એ બીજી લહેરની પીક તોડી નાંખી છે. 30 એપ્રિલ 2021ના રોજ બીજી લહેરની પીક 14605 કેસ પર આવી હતી. જ્યારે પહેલી લહેરની પીક 27 નવેમ્બરના રોજ 1607 કેસ પર આવી હતી. હવે નવા કેસો 20 હજારને પાર થઈ ગયા છે, જેથી ત્રીજી લહેરની પીક કેટલા કેસ પર આવશે?

રાજ્યમાં જાન્યુઆરીના 23 દિવસમાં કોરોનાથી 156નાં મોત
24 જાન્યુઆરીએ 25ના અને 23 જાન્યુઆરીએ 19ના મોત થયા છે. જ્યારે 22 જાન્યુઆરીએ 15ના અને 21 જાન્યુઆરીએ 16ના મોત થયા હતા. 20 જાન્યુઆરીએ અમદાવાદમાં શહેરમાં 7, સુરત શહેરમાં 2, જામનગર શહેર, ગાંધીનગર, રાજકોટ અને ખેડા જિલ્લામાં 1-1 મળી કુલ 13ના મોત થયા છે, 19 જાન્યુઆરીએ અમદાવાદ શહેરમાં 6, વલસાડ અને સાબરકાંઠા જિલ્લામાં 2-2, સુરત શહેર અને ભરૂચ જિલ્લામાં 1-1 મળી કુલ 12નાં મોત થયાં છે. 18 જાન્યુઆરીએ અમદાવાદ શહેર અને સુરત જિલ્લામાં 3-3, સુરત શહેરમાં 2 અને ભાવનગર શહેરમાં 1 મળી કુલ 10નાં મોત થયાં છે. 17 જાન્યુઆરીએ અમદાવાદ શહેરમાં અને સુરત શહેરમાં 1-1, સુરત જિલ્લામાં 2 અને પંચમહાલ જિલ્લામાં 1નું મોત થયુ છે, 16 જાન્યુઆરીએ અમદાવાદ, ભાવનગર અને સુરતમાં 2-2 વડોદરા અને તાપીમાં 1-1 મળી 8નાં મોત નોંધાયા છે, 15 જાન્યુઆરીએ રાજ્યમાં કુલ 7 લોકોના મોત થયા છે, જેમાં અમદાવાદમાં 2, સુરતમાં 3, નવસારીમાં 1, રાજકોટમાં 1નું મોત નિપજ્યું હતું.

14 જાન્યુઆરીએ નવસારી અને વલસાડમાં 1-1 મળી કુલ 2ના મોત થયા હતા. જ્યારે 13 જાન્યુઆરીએ અમદાવાદ શહેર, સુરત શહેર તથા વલસાડ, રાજકોટ અને ભાવનગર જિલ્લામાં 1-1 મોત થયા હતાં, 12 જાન્યુઆરીએ સુરત શહેરમાં 2, રાજકોટ અને વલસાડ જિલ્લામાં 1-1 મળી કુલ 4ના મોત નોંધાયા છે. 11 જાન્યુઆરીએ વલસાડ, સુરત અને પોરબંદર જિલ્લામાં 1-1 મળી કુલ 3 દર્દીના મોત થયા છે, 10 જાન્યુઆરીએ કોરોનાના કારણે રાજ્યમાં 2 દર્દીના મોત થયા હતા, જેમાં રાજકોટ જિલ્લા અને સુરત જિલ્લામાં 1-1નાં મોત હતું.

1 ડિસેમ્બરથી 24 જાન્યુઆરી સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 ડિસેમ્બર45261
2 ડિસેમ્બર50241
3 ડિસેમ્બર45450
4 ડિસેમ્બર44360
5 ડિસેમ્બર48241
6 ડિસેમ્બર38370
7 ડિસેમ્બર61390
8 ડિસેમ્બર67220
9 ડિસેમ્બર69270
10 ડિસેમ્બર63393
11 ડિસેમ્બર71270
12 ડિસેમ્બર56320
13 ડિસેમ્બર58561
14 ડિસેમ્બર55481
15 ડિસેમ્બર53530
16 ડિસેમ્બર68430
17 ડિસેમ્બર60581
18 ડિસેમ્બર68740
19 ડિસેમ્બર51550
20 ડિસેમ્બર70631
21 ડિસેમ્બર87732
22 ડિસેમ્બર91412
23 ડિસેમ્બર111782
24 ડિસેમ્બર98693
25 ડિસેમ્બર179342
26 ડિસેમ્બર177660
27 ડિસેમ્બર204651
28 ડિસેમ્બર394591
29 ડિસેમ્બર548651
30 ડિસેમ્બર5731022
31 ડિસેમ્બર654630
1 જાન્યુઆરી10691031
2 જાન્યુઆરી9681411
3 જાન્યુઆરી12591513
4 જાન્યુઆરી22652402
5 જાન્યુઆરી33502361
6 જાન્યુઆરી42138301
7 જાન્યુઆરી539611581
8 જાન્યુઆરી567713590
9 જાન્યુઆરી627512630
10 જાન્યુઆરી609715392
11 જાન્યુઆરી747627043
12 જાન્યુઆરી994134494
13 જાન્યુઆરી1117642855
14 જાન્યુઆરી1001948312
15 જાન્યુઆરી917754047
16 જાન્યુઆરી1015060968
17 જાન્યુઆરી1275359845
18 જાન્યુઆરી17119788310
19 જાન્યુઆરી20966982812
20 જાન્યુઆરી244851031013
21 જાન્યુઆરી21225924516
22 જાન્યુઆરી231501010315
23 જાન્યુઆરી166171163619
24 જાન્યુઆરી138051346925
કુલ આંક248,984113790182

રાજ્યમાં કુલ 10,76,360, 10,274 દર્દીનાં મોત અને 9,30,938 દર્દી ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ328,389274,5333,460
સુરત191,066170,3691,998
વડોદરા107,79888,069795
રાજકોટ72,84462,255740
જામનગર39,40136,134487
મહેસાણા27,29125,276179
ભાવનગર26,74323,433313
ગાંધીનગર28,15023,382206
જૂનાગઢ21,93121,254271
બનાસકાંઠા15,41014,113164
કચ્છ15,91214,213146
પંચમહાલ12,52112,02672
પાટણ13,43512,024129
ભરૂચ15,18513,284119
અમરેલી12,02411,199103
ખેડા12,50011,72851
દાહોદ10,70310,21539
આણંદ4,27511,14951
સાબરકાંઠા10,2809,635159
ગીર-સોમનાથ9,2818,99667
મહીસાગર8,5858,37672
સુરેન્દ્રનગર9,3328,358136
નવસારી10,3808,95534
મોરબી9,1207,24487
વલસાડ11,1918,91271
નર્મદા6,4276,07415
અરવલ્લી5,3965,21379
તાપી4,9374,55926
દેવભૂમિ દ્વારકા4,8014,44383
પોરબંદર3,9783,58322
છોટાઉદેપુર3,4953,37538
બોટાદ2,3002,19342
ડાંગ92286718
અન્ય રાજ્ય1621593
કુલ10,76,3609,30,93810,274
અન્ય સમાચારો પણ છે...