કોરોના ગુજરાત LIVE:ત્રીજી લહેર બની વધુ જીવલેણ, રાજ્યમાં 16નાં મોત અને 21225 નવા કેસ, 6 દિવસમાં જ એક લાખ કેસ નોંધાયા

4 મહિનો પહેલા
  • અમદાવાદના કાંકરિયા લેક ફ્રન્ટ પરિસરમાં 12 સફાઇ કર્મચારીઓ કોરોના સંક્રમિત
  • આજે રાજ્યમાં કોરોનાના નવા 21 હજાર 225 કેસ નોંધાયા
  • રાજ્યમાં હાલ 1 લાખ 4 હજાર 888 એક્ટિવ કેસ, જેમાંથી 156 દર્દી વેન્ટિલેટર પર

ગુજરાતમાં હવે કોરોનાની લહેર નહીં પણ સુનામી આવી ચૂકી છે. રાજ્યમાં ત્રીજી લહેરમાં આજે પહેલીવાર એક જ દિવસમાં 16 દર્દીના મોત થયા છે. આ સાથે નજીવા ઘટાડા સાથે 21 હજાર 225 કેસ નોંધાયા છે. આમ છેલ્લા 6 દિવસમાં જ એક લાખથી વધુ કેસ નોંધાયા છે. અમદાવાદમાં 8804, વડોદરામાં 2841 અને સુરતમાં 2576 નવા કેસ નોંધાયા છે. કોરોનાના કુલ પોઝિટિવ કેસનો આંકડો 10 લાખ અને એક્ટિવ કેસનો આંકડો 1 લાખને પાર થયો છે. આમ કોરોનાના નવા કેસ નોંધાવવા બાબતે તમામ રેકોર્ડ ધ્વસ્ત થયા છે. હવે કોમ્યુનિટી સ્પ્રેડ થઈ ગયું હોવા સામે કોઈ શંકા નથી.

116843 એક્ટિવ કેસ અને 172 દર્દી વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 10 લાખ 22 હજાર 788ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 215 છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 95 હજાર 730 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 1 લાખ 4 હજાર 888 એક્ટિવ કેસ છે, જેમાંથી 156 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 1 લાખ 16 હજાર 671 દર્દીની હાલત સ્થિર છે.

ત્રીજી લહેરે બીજી લહેરની પીક તોડી નાંખી
રાજ્યમાં બીજી લહેરમાં સૌથી વધુ 14 હજાર 605 કેસ 30 એપ્રિલે નોઁધાયા હતા. જે 263 દિવસ અગાઉ હતાં, તો 232 દિવસ બાદ 13નાં મોત થયાં છે. અગાઉ 5 જૂને 13નાં મોત નોંધાયા હતા. રાજ્યમાં આજે 21225 કેસ એ બીજી લહેરની પીક તોડી નાંખી છે. 30 એપ્રિલ 2021ના રોજ બીજી લહેરની પીક 14605 કેસ પર આવી હતી. જ્યારે પહેલી લહેરની પીક 27 નવેમ્બરના રોજ 1607 કેસ પર આવી હતી. હવે નવા કેસો 20 હજારને પાર થઈ ગયા છે, જેથી ત્રીજી લહેરની પીક કેટલા કેસ પર આવશે?

રાજ્યમાં જાન્યુઆરીના 21 દિવસમાં કોરોનાથી 97નાં મોત
આજે (21 જાન્યુઆરી) કોરોનાના કારણે 16 લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે ગઈકાલે એટલે 20 જાન્યુઆરીએ અમદાવાદમાં શહેરમાં 7, સુરત શહેરમાં 2, જામનગર શહેર, ગાંધીનગર, રાજકોટ અને ખેડા જિલ્લામાં 1-1 મળી કુલ 13ના મોત થયા છે, 19 જાન્યુઆરીએ અમદાવાદ શહેરમાં 6, વલસાડ અને સાબરકાંઠા જિલ્લામાં 2-2, સુરત શહેર અને ભરૂચ જિલ્લામાં 1-1 મળી કુલ 12નાં મોત થયાં છે. 18 જાન્યુઆરીએ અમદાવાદ શહેર અને સુરત જિલ્લામાં 3-3, સુરત શહેરમાં 2 અને ભાવનગર શહેરમાં 1 મળી કુલ 10નાં મોત થયાં છે. 17 જાન્યુઆરીએ અમદાવાદ શહેરમાં અને સુરત શહેરમાં 1-1, સુરત જિલ્લામાં 2 અને પંચમહાલ જિલ્લામાં 1નું મોત થયુ છે, 16 જાન્યુઆરીએ અમદાવાદ, ભાવનગર અને સુરતમાં 2-2 વડોદરા અને તાપીમાં 1-1 મળી 8નાં મોત નોંધાયા છે, 15 જાન્યુઆરીએ રાજ્યમાં કુલ 7 લોકોના મોત થયા છે, જેમાં અમદાવાદમાં 2, સુરતમાં 3, નવસારીમાં 1, રાજકોટમાં 1નું મોત નિપજ્યું હતું.

14 જાન્યુઆરીએ નવસારી અને વલસાડમાં 1-1 મળી કુલ 2ના મોત થયા હતા. જ્યારે 13 જાન્યુઆરીએ અમદાવાદ શહેર, સુરત શહેર તથા વલસાડ, રાજકોટ અને ભાવનગર જિલ્લામાં 1-1 મોત થયા હતાં, 12 જાન્યુઆરીએ સુરત શહેરમાં 2, રાજકોટ અને વલસાડ જિલ્લામાં 1-1 મળી કુલ 4ના મોત નોંધાયા છે. 11 જાન્યુઆરીએ વલસાડ, સુરત અને પોરબંદર જિલ્લામાં 1-1 મળી કુલ 3 દર્દીના મોત થયા છે, 10 જાન્યુઆરીએ કોરોનાના કારણે રાજ્યમાં 2 દર્દીના મોત થયા હતા, જેમાં રાજકોટ જિલ્લા અને સુરત જિલ્લામાં 1-1નાં મોત હતું.

1 ડિસેમ્બરથી 21 જાન્યુઆરી સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 ડિસેમ્બર45261
2 ડિસેમ્બર50241
3 ડિસેમ્બર45450
4 ડિસેમ્બર44360
5 ડિસેમ્બર48241
6 ડિસેમ્બર38370
7 ડિસેમ્બર61390
8 ડિસેમ્બર67220
9 ડિસેમ્બર69270
10 ડિસેમ્બર63393
11 ડિસેમ્બર71270
12 ડિસેમ્બર56320
13 ડિસેમ્બર58561
14 ડિસેમ્બર55481
15 ડિસેમ્બર53530
16 ડિસેમ્બર68430
17 ડિસેમ્બર60581
18 ડિસેમ્બર68740
19 ડિસેમ્બર51550
20 ડિસેમ્બર70631
21 ડિસેમ્બર87732
22 ડિસેમ્બર91412
23 ડિસેમ્બર111782
24 ડિસેમ્બર98693
25 ડિસેમ્બર179342
26 ડિસેમ્બર177660
27 ડિસેમ્બર204651
28 ડિસેમ્બર394591
29 ડિસેમ્બર548651
30 ડિસેમ્બર5731022
31 ડિસેમ્બર654630
1 જાન્યુઆરી10691031
2 જાન્યુઆરી9681411
3 જાન્યુઆરી12591513
4 જાન્યુઆરી22652402
5 જાન્યુઆરી33502361
6 જાન્યુઆરી42138301
7 જાન્યુઆરી539611581
8 જાન્યુઆરી567713590
9 જાન્યુઆરી627512630
10 જાન્યુઆરી609715392
11 જાન્યુઆરી747627043
12 જાન્યુઆરી994134494
13 જાન્યુઆરી1117642855
14 જાન્યુઆરી1001948312
15 જાન્યુઆરી917754047
16 જાન્યુઆરી1015060968
17 જાન્યુઆરી1275359845
18 જાન્યુઆરી17119788310
19 જાન્યુઆરી20966982812
20 જાન્યુઆરી244851031013
21 જાન્યુઆરી21225924516
કુલ આંક19531278582123

રાજ્યમાં કુલ 10,22,788, 10,215 દર્દીનાં મોત અને 8,95,730 દર્દી ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ310,339264,0273,442
સુરત185,053159,6791,986
વડોદરા97,17984,121791
રાજકોટ69,04560,751737
જામનગર38,30835,465484
મહેસાણા26,55624,906177
ભાવનગર25,55722,501307
ગાંધીનગર26,19722,474206
જૂનાગઢ21,57320,927271
બનાસકાંઠા14,89513,812162
કચ્છ14,99313,705145
પંચમહાલ12,34111,97071
પાટણ12,74411,741129
ભરૂચ14,27812,675119
અમરેલી11,53011,046103
ખેડા12,13711,53251
દાહોદ10,54110,12338
આણંદ3,26910,71151
સાબરકાંઠા10,0089,551159
ગીર-સોમનાથ9,1658,79567
મહીસાગર8,5398,31672
સુરેન્દ્રનગર9,0038,190136
નવસારી9,8268,39132
મોરબી8,3786,89687
વલસાડ10,4458,08967
નર્મદા6,2846,02315
અરવલ્લી5,3525,20379
તાપી4,8004,53326
દેવભૂમિ દ્વારકા4,6584,31383
પોરબંદર3,8423,53822
છોટાઉદેપુર3,4343,37338
બોટાદ2,2662,17942
ડાંગ91386718
અન્ય રાજ્ય1621593
કુલ10,22,7888,95,73010,215
અન્ય સમાચારો પણ છે...