કોરોના ગુજરાત LIVE:છેલ્લા 24 કલાકમાં 367 નવા કેસ, 22 મોત અને 454 ડિસ્ચાર્જ, રાજ્યમાં કુલ 15572 કેસ અને મૃત્યુઆંક 960 થયો

અમદાવાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 20થી વધુ બેડની ખાનગી હોસ્પિટલોમાં 50 ટકા બેડ કોરોનાના દર્દીઓ માટે ફાળવવા સરકારનો આદેશ
  • રાજ્યમાંથી અત્યારસુધીમાં 8003 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા
  • અમદાવાદમાં 247, સુરતમાં 44, વડોદરામાં 33 અને મહીસાગરમાં 8 કેસ
  • કચ્છ અને રાજકોટમાં 7-7, ગાંધીનગરમાં 4, આણંદ અને પંચમહાલમાં 2-2 કેસ
  • ખેડા, અરવલ્લી, બનાસકાંઠા, બોટાદ, છોટાઉદેપુર, ગીર સોમનાથ 1-1 કેસ
  • જૂનાગઢ, મહેસાણા, મોરબી, નવસારી, પાટણ, સુરેન્દ્રનગર અને વલસાડમાં 1-1 કેસ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 367 નવા કેસ નોઁધાયા છે. જ્યારે 22 દર્દીના મોત થયા છે અને 454 દર્દીઓ સાજા થતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ  સાથે જ રાજ્યમાં કુલ નોંધાયેલા પોઝિટિવ કેસનો આંકડો 15572 થયો છે જ્યારે કુલ મૃત્યુઆંક 960એ પહોંચ્યો છે. રાજ્યમાંથી અત્યારસુધીમાં 8003 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. દરમિયાન રાજ્યમાં 20થી વધુ બેડ ધરાવતી તમામ ખાનગી હોસ્પિટલ અને નર્સિંગ હોમને 50 ટકા બેડ કોવિડ સારવાર માટે ફાળવવા રાજ્ય સરકારે આદેશ આપ્યો છે. ખાનગી હોસ્પિટલમાં સારવાર અંગે ગુજરાત હાઇકોર્ટની ફટકાર બાદ ગુજરાત સરકારે તમામ ખાનગી હોસ્પિટલ માટે આદેશ કરી આગોતરું આયોજન કરવા જણાવ્યું છે.
રાજ્યમાં ક્યા કેટલા નવા કેસ નોંધાયા
આરોગ્ય વિભાગે આપેલી માહિતી અનુસાર નવા નોંધાયેલા કેસોની વિગતો જોઇએ તો અમદાવાદમાં 247, સુરતમાં 44, વડોદરામાં 33, મહીસાગરમાં 8, કચ્છ અને રાજકોટમાં 7-7, ગાંધીનગરમાં 4, આણંદ અને પંચમહાલમાં 2-2, ખેડા, અરવલ્લી, બનાસકાંઠા, બોટાદ, છોટાઉદેપુર, ગીર સોમનાથ, જૂનાગઢ, મહેસાણા, મોરબી, નવસારી, પાટણ, સુરેન્દ્રનગર અને વલસાડમાં 1-1 કેસ નોઁધાયા છે. રાજ્યમાં નવા 22 મોતમાંથી અમદાવાદમાં 16, વડોદરામાં 3, કચ્છ, પાટણ અને સુરેન્દ્રનગરમાં 1-1 દર્દીના મૃત્યુ થયા છે. 

છેલ્લા 29 દિવસથી રાજ્યમાં દરરોજ 300થી વધુ અને અમદાવાદમાં 250થી વધુ કોરોનાના કેસ
નોંધઃ અમદાવાદમાં 21 મે અને 28 મેના રોજ 250 કરતા ઓછા કેસ નોંધાયા છે

તારીખ

કેસ(કૌંસમાં અમદાવાદના કેસ)
29 એપ્રિલ308 (250) 
30 એપ્રિલ313(249)
1 મે326 (267)
2 મે333 (250)
3 મે374 (274)
4 મે376 (259)
5 મે441(349) 
6 મે380 (291) 
7 મે388 (275) 
8 મે390 (269) 
9 મે394(280)
10 મે398 (278) 
11 મે347 (268)
12 મે362 (267) 
13 મે364 (292) 
14 મે324 (265)
15 મે340(261)
16 મે348(264)
17 મે391(276)
18 મે366(263)
19 મે395(262)
20 મે398(271)
21 મે371 (233)
22 મે363(275)
23 મે396(277)
24 મે394(279)
25 મે405(310)
26 મે361(251)
27 મે376(256)
28 મે367(247)

કુલ 15572 દર્દી, 960ના મોત અને 8003 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ113447805331
સુરત1465651007
વડોદરા94739530
ગાંધીનગર24113136
ભાવનગર120899
બનાસકાંઠા103480
આણંદ971077
અરવલ્લી102388
રાજકોટ104268
મહેસાણા105460
પંચમહાલ81768
બોટાદ59154
મહીસાગર113241
પાટણ76657
ખેડા64445
સાબરકાંઠા97331
જામનગર52235
ભરૂચ37329
કચ્છ75225
દાહોદ36022
ગીર-સોમનાથ45023
છોટાઉદેપુર24021
વલસાડ34110
નર્મદા18013
દેવભૂમિ દ્વારકા12011
જૂનાગઢ28012
નવસારી2308
પોરબંદર804
સુરેન્દ્રનગર32110
મોરબી402
તાપી602
ડાંગ202
અમરેલી802
અન્ય રાજ્ય1000
કુલ15,5729608003
અન્ય સમાચારો પણ છે...