કોરોના ગુજરાત LIVE:મોડી રાત્રે વડોદરામાં એકનું મોત, ભરૂચમાં વધુ 4, મહિસાગરમાં પ્રથમ પોઝિટિવ કેસ, 24 કલાકમાં 172 દર્દી વધ્યાં, કુલ દર્દી 938

ગાંધીનગર2 વર્ષ પહેલા
  • મહિસાગર જિલ્લામાં પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો
  • રાજ્યના 25 જિલ્લામાં કોરોનાનો કહેર
  • 28 ફ્રન્ટ લાઈન વોરિયર્સ કોરોના પોઝિટિવ છે,તમામની સારવાર થઈ રહી છે
  • 938 દર્દીમાંથી 37ના મોત અને 73 દર્દી સાજા થયા
  • 24 કલાકમાં 1706 ટેસ્ટ કરવામાં આવ્યા
  • રાજ્યમાં અત્યાર સુધીમાં 20903 ટેસ્ટ કરવામા આવ્યા
  • સુરતના પાંચ વિસ્તારમાં 22મી સુધી કર્ફ્યુ જાહેર
  • આણંદ અને ભરૂચમાં વધી રહ્યાં છે કેસ
  • ઉમરેઠમાં ખારી-બિસ્કીટની લારી ચલાવતા યુવકનો રિપોર્ટ પોઝિટિવ

મોડી રાત્રે વડોદરામાં 31 વર્ષના કોરોના પોઝિટિવ યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. મૃતક ચિરાગ કાછિયા પટેલ વડોદરાના ન્યાયમંદિર મદનઝાપા વિસ્તારનો રહેવાસી હતો. મૃતકને લોકલ સંક્રમણથી ચેપ લાગ્યો હતો. રાજ્યમાં આજે દિવસ દરમિયાન કોરોનાના નવા 63 કેસ નોંધાયા છે. જેમાં 53 કેસ અમદાવાદમાં નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં કુલ 172 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. દરમિયાન મોડી રાત્રે ભરૂચમાં વધુ ચાર કેસ પોઝિટિવ આવ્યા છે. જેમાં ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ફરજ નિભાવતી મહિલા સિક્યુરિટી ગાર્ડ અને 16 વર્ષના એક કિશોરનો પણ સમાવેશ થાય છે. ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાનાં કુલ  17 પોઝિટિવ કેસ નોંધાયા છે. મહિસાગર જિલ્લાના વીરપુરમાં સાઉદી અરબથી આવેલા એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. મહિસાગર જિલ્લાનો આ પ્રથમ પોઝિટિવ કેસ હોવાથી તંત્રમાં દોડધામ મચી છે. જો કે આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગે આપેલી માહિતીમાં બોટાદના 3 અને છોટાઉદેપુરના એક નવા કેસનો ઉલ્લેખ નથી. આમ અત્યાર સુધીમાં કોરોનાના કુલ 938 દર્દી નોંધાયા છે. આજે 9 દર્દી સાજા થયા છે અને અત્યાર સુધીમાં 73 દર્દીઓને સાજા થતાં રજા આપી દેવામાં આવી છે.

આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1706 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં 163 પોઝિટિવ આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 20903 ટેસ્ટ કરવામા આવ્યા છે. જેમાં 929 નેગેટિવ અને 19974 નેગેટિવ ટેસ્ટ આવ્યા છે.  28 ફ્રન્ટ લાઈન વોરિયર્સ કોરોના પોઝિટિવ છે,તમામની સારવાર થઈ રહી છે.

16 એપ્રિલની સવારથી લઈ અત્યાર સુધી બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ

>> મહિસાગર જિલ્લામાં પ્રથમ કેસ નોંધાયો, વીરપુરમાં સાઉદી અરબથી આવેલ વ્યક્તિ પોઝિટિવ

>>વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રી રૂપાણીને પત્ર લખી રાજ્યના તમામ કારીગર વર્ગ માટે રાહત પેકેજ જાહેર કરવા કરી માંગ છે. 
>> અમરેલી જિલ્લામાં માસ્ક ન પહેરો તો પ્રથમ રૂ. 500 અને ત્યાર બાદ બીજી વખત રૂ. એક હજારનો દંડ ફટકારાશે

>>20 એપ્રિલથી રાજ્યના કન્ટેઈનમેન્ટ ઝોન સિવાય વાણિજ્યિક-ઉદ્યોગ સંબંધિત છૂટછાટ અપાશે

>>અમદાવાદની સ્થિતિ વધુ ગંભીર થઈ રહી છે, ખાનગી લેબમાં રૂ.2000માં ટેસ્ટ થશે: મ્યુ.કમિ. નેહરા 

>>લોકડાઉનમાં વિવિધ જિલ્લામાં ફસાયેલા નાગરિકોને વતન પરત લાવવામાં આવશે. આ માટે સરકારે જિલ્લા કલેક્ટર પાસે યાદી મંગાવી છે
>>  
વિરમગામના કુમારખાન અને ઉઘરોઝપુરા ગામને સંપૂર્ણ ક્વૉરન્ટીન કરવામાં આવ્યા. તંત્ર દ્વારા તમામ સામગ્રી પહોચાડાશે
>>  ગ્યાસુદ્દીન શેખ અને શૈલેષ પરમારનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો, જરૂર લાગશે તો 7 દિવસ પછી ફરી ટેસ્ટ કરાશે
>> કોરોનાને લઇ વાવ તાલુકાના માવસરી ગામને કન્ટેઇનમેન્ટ એરીયા જાહેર કરાયો, અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો
>> અમદાવાદના કરફ્યુ વિસ્તારમાં જો સોશિયલ ડિસ્ટન્સ નહિં જાળવો તો બપોરની કરફ્યુ મુક્તિ પણ પાછી ખેંચાશેઃ પોલીસ કમિ.ભાટિયા

>> અમરેલી : એમ્બ્યુલન્સમા મુસાફરી કરતા ડ્રાઈવર સહિત 5 લોકો અને ત્રણ બાળકોને પોલીસે ઝડપ્યા
>> વડોદરામાં ઘરમાંથી બહાર નીકળતા લોકો પર પોલીસે દંડાવાળી કરી
>> અમદાવાદ મનપાના આસિકમિશનરને કોરોના પોઝિટિવ
>> અમદાવાદના બોપલ- ઘુમા વિસ્તારમાં હવેથી કોઈ ફૂડ હોમ ડિલિવરી કરવામાં નહીં આવે
>> હોટસ્પોટ જંગલેશ્વરને કોરોનાએ બાનમાં લીધું, રાજકોટના 65 ટકા કેસ આ જ વિસ્તરના
>> અમદાવાદ આસપાસની 8 ચેકપોસ્ટ પર 20,871 લોકોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું

જમાલપુર- ખાડીયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાના પરિવારના 5 સભ્યો પણ પોઝિટિવ
જમાલપુર- ખાડીયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ જાહેર આવ્યા બાદ તેમના પરિવાર અને કાર્યકરોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં પરિવારના 5 સભ્યો પોઝિટિવ આવ્યા છે. ઇમરાનના પરિવારમાં પોઝિટિવ જાહેર થનારમાં તેમના ભાઈ, ભાભી, બે ભત્રીજી તથા ભત્રીજાની પત્નીનો સમાવેશ થાય છે. તમામ ને SVP હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. ધારાસભ્ય શૈલેષ પરમાર અને અન્ય કાર્યકરો જેઓ તેમની સાથે હતા તેમનો રિપોર્ટ હજી પેન્ડિંગ છે.

ચેપગ્રસ્ત કોરોના વારિયર્સની વિશેષ કાળજી લેવા મુખ્યમંત્રીએ સુચના આપી 
કોરોના વાઇરસ નિયંત્રણ કામગીરી દરમ્યાન કોરોનાનો ભોગ બનેલા પોલીસ-આરોગ્ય-નગરપાલિકા-મહાનગરપાલિકા કર્મચારીઓ સહિતના કર્મચારીઓ-અધિકારીઓની સારવાર-સુશ્રુષાની વિશેષ કાળજી લેવા માટેની સુચનાઓ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપી છે. 
અમિત શાહે મત વિસ્તારના કાર્યકરોના ખબરઅંતર પૂછ્યા
કેન્દ્રીય ગૃહ મંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિતભાઇ શાહએ પોતાના મત વિસ્તારમાં કેટલાક કાર્યકરો અને આગેવાનોને ફોન કરીને ખબર અંતર પૂછ્યા છે. ગાંધીનગર અને ગુજરાતના કાર્યકરો તથા જનતાનું ધ્યાન રાખવાની સાથે કોરોનાથી બચવા માટે લોકડાઉનનો અમલ કરવા અને સૌને સલામત રાખવા માટે સલાહ સુચન કર્યા હતા.
બોટાદમાં વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા, રાજ્યમાં કુલ આંકડો 874એ પહોંચ્યો
રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. બોટાદમાં વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ પોઝિટિવ દર્દીનો આંક 874 થયો છે. આ પહેલા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, રાજ્યમાં 105 નવા કેસ થયા છે. જેમાં 42 અમદાવાદમાં, 35માં સુરત કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ 64 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે ત્રણ નવા મોત સાથે મૃત્યાંક 36 થયો છે. રાજ્યમાં 24 કલાકમાં 2971 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે અત્યારસુધીમાં 20204 ટેસ્ટ થયા હોવાનું આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છે.

રાજ્યમાં 938 પોઝિટિવ કેસ, 37 મોત અને 73 ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ5451721
વડોદરા1280607
સુરત 880510
રાજકોટ280008
ભાવનગર260310
આણંદ250000
ગાંધીનગર170109
પાટણ150104
ભરૂચ170000
પંચમહાલ060100
બનાસકાંઠા060000
નર્મદા060000
છોટાઉદેપુર050000
કચ્છ040100
મહેસાણા040000
પોરબંદર030003
ગીર-સોમનાથ020001
દાહોદ020000
ખેડા020000
જામનગર010100
મોરબી010000
સાબરકાંઠા010000
બોટાદ040100
મહિસાગર010000
અરવલ્લી010000

કુલ 

9383773

કોરોના સંભવિત-સંક્રમિતના સંપર્કમાં આવનાર માટે WHOની ગાઈડલાઈન

> જેમને પણ કોરોનાના લક્ષણો દેખાય અથવા જેમનો ટેસ્ટ કરાયો હોય અને રિઝલ્ટ બાકી હોય તેમણે જાહેરમાં સંપર્કમાં આવવાનું ટાળવું.

> કોરોના પોઝિટિવ રિપોર્ટ આવે તે દર્દીના સંપર્કમાં આવનારા તમામ લોકોને ક્વોરન્ટીન કરવા અને તેમના પણ ટેસ્ટ કરાવવા.

> જેમનો પણ કોરોના ટેસ્ટ કરાવ્યો હોય તેમણે રિઝલ્ટ ન આવે ત્યાં સુધી કોઈને સ્પર્શ ન કરવો, 1 મીટરથી નજીકના દાયરામાં ન જવું

> કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોય તેવા દર્દીને 14 દિવસ સુધી કોવિડ હોસ્પિટલમાં સંપૂર્ણ આઈસોલેશનમાં રાખવા.

> તમામ હળવા કેસને આરોગ્ય સુવિધામાં ન લઈ જઈ શકાય તો જોખમી પરિબળોના આધારે તેમને ઘરે કે અન્ય સ્થળે ક્વોરન્ટીન કરવા.

> જે પણ લોકો કોરોના પોઝિટિવ દર્દીના રૂબરૂ સંપર્કમાં આવ્યા હોય તેમણે 14 દિવસ દરમિયાન રિપિટ કોરોના ટેસ્ટ કરાવવા.

મુખ્યમંત્રી સેલ્ફ આઈસોલેટ
ઈમરાન ખેડાવાલા સાથે ગઈકાલે થયેલી મિટિંગ અને તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારે  CM વિજય રૂપાણી પોતાના ગાંધીનગર સ્થિતિ મુખ્યમંત્રી આવાસ બંગલા નંબર 26માં સેલ્ફ આઈસોલેટ થયા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ શહેરના ધારાસભ્યો ઇમરાનભાઇ ખેડાવાલા, ગ્યાસુદીન શેખ અને શૈલેષ પરમાર સાથે ટેલિફોનિક વાતચીત કરી તેમના ખબરઅંતર લીધા છે. ગ્યાસુદિન શેખ અને શૈલેષ પરમાર પણ આઇસોલેશનમાં છે.

કેબિનેટની બેઠકમાં 21ના લોક ડાઉનના રિલેક્સેશનની ચર્ચા
મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે,મીટિંગોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય છે. સંક્રમણ ના થાય તેવી વ્યવસ્થા ગોઠવાઇ છે. સીએમ અને ખેડાવાલા વચ્ચે મીટિંગમાં 15થી 20 ફૂટનું અંતર હતુ. મીટિંગ પણ લાબી ચાલી નથી. એક્સ્પોઝર થયું નથી. અમદાવાદના કોટ વિસ્તારમાં સંખ્યા ન વધે તે માટે નિર્ણય લેવા બોલાવાયા હતાં. આજે ડો. આર કે પટેલ અને ડો અતુલ પટેલે આરોગ્યનું પરીક્ષણ કર્યું છે. સીએમ સ્વસ્થ છે. બપોરે ચાર વાગ્યે મળનારી કેબિનેટની મિટિંગમાં વિડિયો કોન્ફરન્સિંગથી હાજરી આપશે. આ પહેલાના બે બુધવારે વિડિયોના માધ્યમથી કોન્ફરન્સ થઇ હતી. અક અઠવાડિયું સીએમ કોઇની સાથે મુલાકાત નહીં કરે. આધુનિક સાધનોથી સીએમ બધાની સાથે સંપર્ક કરી કામ કરશે. આજની કેબિનેટની બેઠકમાં 21ના લોક ડાઉનના રિલેક્સેશનની ચર્ચા થશે.

અન્ય સમાચારો પણ છે...