તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ગુજરાત LIVE:રાજ્યમાં કોરોનાના 380 નવા કેસ, 28 દર્દીના મોત, મૃત્યુઆંક 396, કુલ દર્દી 6,625, અત્યાર સુધીમાં 1500 દર્દી ડિસ્ચાર્જ

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદમાં 291,વડોદરામાં 16, સુરતમાં 31, બનાસકાંઠામાં 15, બોટાદમાં 7 ભાવનગરમાં 6, ગાંધીનગરમાં 4 નવા કેસ
  • દાહોદ, મહિસાગર અને પંચમહાલમાં 2-2 નવા કેસ અને આણંદ, ખેડા, જામનગર અને સાબરકાંઠામાં 1-1 નવા કેસ
  • અમદાવાદમાં 25, ગાંધીનગર, સાબરકાંઠા અને વડોદરામાં 1-1 દર્દીના મોત
  • કુલ 6,625 દર્દીમાંથી 26 વેન્ટીલેટર પર, 4703ની હાલત સ્થિર, 396ના મોત અને 1500 દર્દી ડિસ્ચાર્જ
  • અત્યાર સુધીમાં 95,191 ટેસ્ટ, 6625ના રિપોર્ટ પોઝિટિવ અને 88,566ના રિપોર્ટ નેગેટિવ આવ્યા
  • 15 દર્દીના કોરોનાને કારણે અને 13 દર્દીના અન્ય બીમારી, હાઈરિસ્ક અને કોરોનાથી મોત

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 380 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે અને 28 દર્દીના મોત થયા છે. જ્યારે 119 દર્દી સાજા થયા છે. આમ મૃત્યુઆંક 396, કુલ દર્દી 6,625 થયા છે જ્યારે અત્યાર સુધીમાં 1500 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે.

રાજ્યમાં કોરોનાના 24 કલાક દરમિયાન નોંધાયેલા કેસો અને મૃત્યુ તથા ટેસ્ટિંગ અંગેની વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં કોવિડ 19ના 380 નવા કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 291, વડોદરામાં 16, સુરતમાં 31, બનાસકાંઠામાં 15, બોટાદમાં 7, ભાવનગરમાં 6, ગાંધીનગરમાં 4, દાહોદ, મહિસાગર અને પંચમહાલમાં 2-2 જ્યારે આણંદ, ખેડા, જામનગર અને સાબરકાંઠામાં 1-1 નવા કેસ નોંધાયા છે. તેમજ 15 દર્દીના કોરોનાને કારણે અને 13 દર્દીના અન્ય બીમારી, હાઈરિસ્ક અને કોરોનાથી મોત થયા છે. જેમાં અમદાવાદમાં 25, ગાંધીનગર, સાબરકાંઠા અને વડોદરામાં 1-1 દર્દીના મોત થયા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 6,625 દર્દી નોંધાયા છે, આ દર્દીઓમાં 26 વેન્ટીલેટર પર, 4703ની હાલત સ્થિર, 396ના મોત અને 1500 દર્દી ડિસ્ચાર્જ થયા છે. અત્યાર સુધીમાં 95,191 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 6625ના રિપોર્ટ પોઝિટિવ અને 88,566ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

અમદાવાદના કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં અભેદ્ય કિલ્લા સાથેની સુરક્ષા ગોઠવવામાં આવીઃDGP 

રાજ્ય પોલીસવડા શિવાનંદ ઝાએ જણાવ્યું છેકે, રેડ ઝોન અને કન્ટેન્મેન્ટ વિસ્તારમાં સંક્રમણ વધે નહીં અને બહાર ફેલાય નહીં તે માટે સમગ્ર રાજ્યમાં પુરતા ફોર્સ સાથે સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં આવી રહી છે. અમદાવાદના અમુક વિસ્તારમાં સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદના કન્ટેન્ટઇમેન્ટ એરિયામાં સુરક્ષા વધુ સઘન બનાવવા નિર્ણય કરાયો છે. જેથી કન્ટેન્ટઇમેન્ટ એરિયાની સુરક્ષા માટે હવે હવે પેરા મિલેટ્રીની વધારાની કંપનીઓ તેનાત કરાશે. કેન્દ્ર સરકાર તરફથી પેરા મિલેટ્રીની વધુ સાત કંપની ફાળવવામાં આવી છે. જેમાંથી 6 બીએસએફ અને એક સીઆઇએસએફનો  સમાવેશ થાય છે. જે પૈકી 4 બીએસએફ કંપની કન્ટેન્ટઇમેન્ટ એરિયાની સુરક્ષા માટે ફાળવવામાં આવે છે. એક કંપની આરએએફ પણ તેનાત કરવામાં આવશે. આમ અગાઉ ફાળવવામાં આવેલી પેરા મિલેટ્રીની ત્રણ કંપનીઓ અને હાલમાં ફાળવવામાં આવેલી પાંચ કંપનીઓ થઇને કુલ 8 કંપની અમદાવાદ શહેરના કન્ટેઇન્મેન્ટ એરિયા આસપાસ અભેદ્ય કિલ્લા સાથેની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 

6 મેની સવારથી અત્યારસુધી બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓ
આજે બીજી 30 ટ્રેનો દોડાવાશે, અત્યારસુધી પોણા ચાર લાખ શ્રમિકોને વતન મોકલાયાઃ અશ્વિની કુમાર

મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છેકે, ગુજરાતમાં રહેતા પર પ્રાંતના લોકો પોતાવના રાજ્યમાં જવા માગે છે તેમને ઝડપથી યોજનાબદ્ધ રીતે પહોંચાડવા અંગે તમામ કલેક્ટર સાથે મુખ્યમંત્રીએ ચર્ચા કરી છે. તમામ મજૂરોને ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવશે.  અત્યારસુધીમાં 39 ટ્રેનો યુપી, બિહાર, ઓડિશા, ઝારખંડ સહિતના રાજ્યોમાં દોડાવાઈ છે. આ ટ્રેનો થકી કુલ 46 હજાર શ્રમિકોને તેમના વતન મોકલવામાં આવ્યા છે. આજે પણ બીજી 30 ટ્રેનો દોડાવવામાં આવશે. જેમાંથી 18 ટ્રેનો યુપી, 7 ટ્રેનો બિહાર, 3 ઓડિશા અને 2 ટ્રેન ઝારખંડ જશે. આ તમામ ટ્રેનો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટથી રવાના થશે. આમ અત્યારસુધીમાં રાજ્યમાંથી ટ્રેન અને અન્ય વાહનવ્યવહારથી પોણા ચાર લાખ શ્રમિકોને તેમના વતન મોકલવામાં આવ્યા છે. ગાંધીનગરથી 6 બસમાં શ્રમિકોને તમામ મેડિકલ સ્ક્રિનિંગ બાદ વતન મોકલવામાં આવ્યા છે. 

રાજકોટમાં મસાલા માર્કેટને બંધ કરાવાયું
રાજકોટના નાના મહુવા રોડ પર મસાલા માર્કેટમાં મહિલાઓની ભીડ જામી હતી. સોશિયલ ડિસ્ટન્સ જળવાતું ન હોવાની ફરિયાદ ઉઠી હતી. ભીડના પગલે પોલીસ પહોંચી હતી અને માર્કેટને બંધ કરાવ્યું હતું. હાલ તમામ પ્રકારના નીતિ નિયમો પાડશે તો જ ફરી શરૂ કરવા દેવામાં આવશે.

વડોદરામાં સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડ્યા
વડોદરામાં  મંગળવારે મોડી રાત્રે વડોદરા, ડભોઇ અને વાઘોડિયામાં રહેતા 1200 પરપ્રાંતીયોને લઇને વડોદરાથી લખનઉ જવા માટે ટ્રેન રવાના થઇ હતી. જોકે પરપ્રાંતીયોને રેલવે સ્ટેશન બસ લઇ જવાયા ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડાવ્યા હતા. એસ.ટી, બસમાં 40થી 50 જેટલા લોકોને બેસાડવામાં આવ્યા હતા. એક સીટ પર 3-3 લોકો બેઠા હતા. તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું હોવા છતાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાયુ નહોતુ. વડોદરા જિલ્લા તંત્રના અણઘડ આયોજનથી કોરોના વાઈરસ ફેલાવાયો ભય છે.

ભારતમાં નોંધાયેલાં 194 મૃત્યુના કેસમાં 49 મૃત્યુ સાથે 25 ટકા કેસ ગુજરાતમાં નોંધાયા
મંગળવારે કોરોનાના ગુજરાતમાં સામે આવેલા આંકડા ગંભીર સ્થિતિનો અંદેશો દર્શાવી રહ્યાં છે. કારણ કે મંગળવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં વીતેલાં 24 કલાકમાં આખા ભારતમાં જેટલાં નવા પોઝિટિવ કેસ આવ્યાં તે પૈકી 11 ટકા ગુજરાતના રહ્યાં તો કુલ મૃત્યુના કેસમાં 25 ટકા પ્રમાણ ગુજરાતનું રહ્યું. આખાં ભારતમાં નવા પોઝિટિવ કેસ 3,875 હતાં તેની સામે ગુજરાતમાં 441 નવા કેસ આવ્યાં તો ભારતમાં નોંધાયેલાં 194 મૃત્યુના કેસમાં 49 મૃત્યુ સાથે 25 ટકા કેસ ગુજરાતમાં નોંધાયા છે.
ભારતની તુલનાએ મૃત્યુ પામેલાં કુલ દર્દીઓ પૈકી વીસ ટકા દર્દી અમદાવાદના
ગુજરાતમાં પણ અમદાવાદનું પ્રમાણ વધુ હોઇ આખા ભારતની તુલનાએ મૃત્યુ પામેલાં કુલ દર્દીઓ પૈકી 39 કેસ સાથે પાંચમા ભાગના એટલે કે વીસ ટકા દર્દી અમદાવાદના હતાં. જ્યારે નવા નોંધાયેલાં પોઝિટિવ કેસમાં 349 કેસ સાથે અમદાવાદનું પ્રમાણ 9 ટકા રહ્યું. અમદાવાદમાં કુલ 4,425 પોઝિટિવ કેસ જ્યારે 273 મૃત્યુ નોંધાયાં છે. જ્યારે 704 દર્દી સાજાં થયાં છે. આરોગ્ય સચિવ જયંતી રવિએ જણાવ્યું કે રાજ્યમાં મૃત્યુ પામેલાં 49 લોકો પૈકી 15 દર્દી એવાં હતાં કે જેઓને અન્ય કોઇ બિમારી ન હતી જ્યારે બાકીના 34 લોકો કોઇને કોઇ બિમારીથી પીડાતાં હતાં. આજની તારીખે કુલ પોઝિટિવ એક્ટિવ દર્દીઓ 4,489 છે.
કુલ 6,662 દર્દી, 396ના મોત અને 1500 ડિસ્ચાર્જ((સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ))

શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ4716298778
વડોદરા42131164
સુરત 77233314
રાજકોટ620126
ભાવનગર 820521
આણંદ760638
ભરૂચ270222
ગાંધીનગર830515
પાટણ240112
નર્મદા 12 0012
પંચમહાલ  510306
બનાસકાંઠા640114
છોટાઉદેપુર140011
કચ્છ 070105
મહેસાણા420008
બોટાદ480108
પોરબંદર030003
દાહોદ 150002
ખેડા120002
ગીર-સોમનાથ03     0003
જામનગર 050100
મોરબી 01 0001
સાબરકાંઠા100203
મહીસાગર420107
અરવલ્લી220214
તાપી 020001
વલસાડ 0601 03
નવસારી 080004
ડાંગ 020001
દેવભૂમિ દ્વારકા

03

0000
સુરેન્દ્રનગર0100 01
જૂનાગઢ020000
કુલ 66623961500
અન્ય સમાચારો પણ છે...