ગુજરાતમાં કોરોના બોમ્બ ફૂટ્યો છે. રાજ્યમાં પહેલીવાર એક જ દિવસમાં 1515 કેસ નોંધાયા છે અને હજી સ્થિતિ વણસે તેવા એંધાણ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 9 મોત અને 1271 દર્દી સાજા થઇને ઘરે ગયા છે. આ સાથે જ અત્યારસુધીમાં કુલ કેસનો આંકડો 1 લાખ 95 હજાર 917 થયો છે. જ્યારે મૃત્યુઆંક 3846 થયો છે. તો અત્યારસુધીમાં કુલ 1 લાખ 78 હજાર 786 દર્દી ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં હાલ 13285 એક્ટિવ કેસ છે. જેમાંથી 95 વેન્ટિલેટર પર અને 13190 દર્દીની હાલત સ્થિર છે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ વણસી છે તેને જોતા અમદાવાદમાં કર્ફ્યૂ લંબાવાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. સરકારે શુક્રવારે જ જણાવી દીધું હતું કે કોરોનાની સ્થિતિ જોઇને આગળનો નિર્ણય લેવાશે. તેવામાં હવે કેસ વધતાં સરકાર કર્ફ્યૂ લંબાવી શકે છે. એક એવી પણ શક્યતા છે કે રાત્રી કર્ફ્યૂ ઉપરાંત વધારાના પ્રતિબંધ મુકી શકે છે. તેમાં સવારે 10થી સાંજના 7 સુધી જ છૂટછાટ જેવા વિકલ્પ સામેલ છે. આ ઉપરાંત કન્ટેઇનમેન્ટ ઝોનમાં પણ કડક નિયમો લાગુ કરી શકે છે. જોકે આ અંગે સરકાર દ્વારા હજી કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં નવા કેસ, કુલ કેસ અને એક્ટિવ કેસ
1 ઓક્ટોબરથી 21 નવેમ્બર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ
તારીખ | પોઝિટિવ કેસ | મોત | ડિસ્ચાર્જ |
1 ઓક્ટોબર | 1,351 | 10 | 1,334 |
2 ઓક્ટોબર | 1,310 | 15 | 1,250 |
3 ઓક્ટોબર | 1343 | 12 | 1304 |
4 ઓક્ટોબર | 1302 | 9 | 1246 |
5 ઓક્ટોબર | 1327 | 13 | 1405 |
6 ઓક્ટોબર | 1335 | 10 | 1473 |
7 ઓક્ટોબર | 1311 | 9 | 1414 |
8 ઓક્ટોબર | 1278 | 10 | 1266 |
9 ઓક્ટોબર | 1243 | 9 | 1518 |
10 ઓક્ટોબર | 1221 | 10 | 1456 |
11 ઓક્ટોબર | 1181 | 9 | 1413 |
12 ઓક્ટોબર | 1169 | 8 | 1442 |
13 ઓક્ટોબર | 1158 | 10 | 1375 |
14 ઓક્ટોબર | 1175 | 11 | 1414 |
15 ઓક્ટોબર | 1185 | 11 | 1329 |
16 ઓક્ટોબર | 1191 | 11 | 1279 |
17 ઓક્ટોબર | 1161 | 9 | 1270 |
18 ઓક્ટોબર | 1091 | 9 | 1233 |
19 ઓક્ટોબર | 996 | 8 | 1147 |
20 ઓક્ટોબર | 1126 | 8 | 1128 |
21 ઓક્ટોબર | 1,137 | 9 | 1,180 |
22 ઓક્ટોબર | 1,136 | 7 | 1,201 |
23 ઓક્ટોબર | 1,112 | 6 | 1,264 |
24 ઓક્ટોબર | 1021 | 6 | 1013 |
25 ઓક્ટોબર | 919 | 7 | 963 |
26 ઓક્ટોબર | 908 | 4 | 1,102 |
27 ઓક્ટોબર | 992 | 5 | 1,238 |
28 ઓક્ટોબર | 980 | 6 | 1107 |
29 ઓક્ટોબર | 987 | 4 | 1087 |
30 ઓક્ટોબર | 969 | 6 | 1027 |
31 ઓક્ટોબર | 935 | 5 | 1014 |
1 નવેમ્બર | 860 | 5 | 1128 |
2 નવેમ્બર | 875 | 4 | 1004 |
3 નવેમ્બર | 954 | 6 | 1,197 |
4 નવેમ્બર | 975 | 6 | 1022 |
5 નવેમ્બર | 990 | 7 | 1055 |
6 નવેમ્બર | 1035 | 4 | 1321 |
7 નવેમ્બર | 1046 | 5 | 931 |
8 નવેમ્બર | 1020 | 7 | 819 |
9 નવેમ્બર | 971 | 5 | 993 |
10 નવેમ્બર | 1049 | 5 | 879 |
11 નવેમ્બર | 1125 | 6 | 1352 |
12 નવેમ્બર | 1,120 | 6 | 1038 |
13 નવેમ્બર | 1152 | 6 | 1078 |
14 નવેમ્બર | 1,124 | 6 | 995 |
15 નવેમ્બર | 1070 | 6 | 1001 |
16 નવેમ્બર | 926 | 5 | 1040 |
17 નવેમ્બર | 1125 | 7 | 1,116 |
18 નવેમ્બર | 1,281 | 8 | 1,274 |
19 નવેમ્બર | 1340 | 7 | 1113 |
20 નવેમ્બર | 1420 | 7 | 1040 |
21 નવેમ્બર | 1515 | 9 | 1271 |
કુલ આંક | 58,523 | 393 | 61,554 |
રાજ્યમાં કુલ કેસ 1,95,917 અને 3,846ના મોત અને કુલ 1,78,786 દર્દી ડિસ્ચાર્જ
શહેર | પોઝિટિવ કેસ | મોત | ડિસ્ચાર્જ |
અમદાવાદ | 46,968 | 1,960 | 41,608 |
સુરત | 41,137 | 877 | 38,817 |
વડોદરા | 18,527 | 216 | 16,520 |
ગાંધીનગર | 6016 | 98 | 5363 |
ભાવનગર | 5016 | 67 | 4862 |
બનાસકાંઠા | 3509 | 33 | 3241 |
આણંદ | 1679 | 16 | 1621 |
અરવલ્લી | 905 | 24 | 782 |
રાજકોટ | 15,148 | 171 | 13,708 |
મહેસાણા | 4965 | 33 | 4550 |
પંચમહાલ | 3155 | 20 | 2843 |
બોટાદ | 895 | 5 | 762 |
મહીસાગર | 1468 | 7 | 1306 |
પાટણ | 3210 | 51 | 2699 |
ખેડા | 1890 | 15 | 1757 |
સાબરકાંઠા | 2047 | 12 | 1952 |
જામનગર | 8892 | 35 | 8519 |
ભરૂચ | 3180 | 17 | 3045 |
કચ્છ | 3071 | 33 | 2800 |
દાહોદ | 2204 | 7 | 2026 |
ગીર-સોમનાથ | 1988 | 24 | 1823 |
છોટાઉદેપુર | 728 | 3 | 693 |
વલસાડ | 1273 | 9 | 1246 |
નર્મદા | 1547 | 1 | 1343 |
દેવભૂમિ દ્વારકા | 872 | 5 | 820 |
જૂનાગઢ | 4072 | 33 | 3821 |
નવસારી | 1406 | 7 | 1385 |
પોરબંદર | 605 | 4 | 585 |
સુરેન્દ્રનગર | 2781 | 12 | 2411 |
મોરબી | 2460 | 16 | 2221 |
તાપી | 905 | 6 | 867 |
ડાંગ | 123 | 0 | 119 |
અમરેલી | 3113 | 26 | 2622 |
અન્ય રાજ્ય | 162 | 3 | 149 |
કુલ | 1,95,917 | 3,846 | 1,78,886 |
રાજકોટમાં ખાણીપીણી બજારમાં ફરી બ્રેક લાગી
આજે રાત્રે 9 વાગ્યા પછી રાજકોટ થંભી જશે. કોરોનાના વધતા કેસને લઈને રાજકોટમાં રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ જાહેર કરવામાં આવી છે. ત્યારે Divyabhaskarની ટીમે શહેરના અલગ અલગ વિસ્તારના ફાસ્ટ ફૂડના ધંધાર્થીઓની મુલાકાત લીધી હતી. વેપારીઓના જણાવ્યા મુજબ ધંધાઓ પડી ભાંગશે. દિવાળીના તહેવારોમાં ઘરાકી વધતા આશા જાગી હતી. પરંતુ ફરી લોકડાઉન જેવું જ થઈ જતાં ધંધા-રોજગાર પર ખુબજ મોટી અસર પડશે.
વડોદરામાં રાત્રિ કર્ફ્યુ અગાઉ 20 જેટલી દુકાનો સીલ
શહેરમાં આજે રાત્રે નવ વાગ્યાથી રાત્રિ કર્ફ્યૂનો અમલ શરૂ કરવામાં આવશે. તે પૂર્વે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે સવારથી જ અલગ-અલગ ટીમો બનાવી વિવિધ વિસ્તારોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં 20 જેટલી દુકાનો પર સોશિયલ ડિસ્ટન્સિંગ ન જળવાતા તાત્કાલિક સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી છે.
અમદાવાદ એરપોર્ટ પર ટેક્સી અને કેબવાળાની ઉઘાડી લૂંટ
ગઈકાલે રાતના 9 વાગ્યાથી સોમવાર સવાર સુધી શહેરમાં કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે ત્યારે અમદાવાદ એરપોર્ટ પર મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. અમદાવાદ એરપોર્ટ પર બહારથી આવેલા મુસાફરોને અમદાવાદના જ વિસ્તારમાં જવા માટે ટેક્સીચાલકો અને કેબ સર્વિસધારકો રૂ. એક હજારથી બે હજાર પડાવી રહ્યા છે. મુસાફરોને એમાં કલાક સુધી રાહ જોવી પડે છે. મોટી સંખ્યામાં મુસાફરો બેસી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા BRTS અને ઇલેક્ટ્રોનિક બસો મૂકવામાં આવી છે એમાં ઓછા મુસાફરો જઈ રહ્યા છે.
અમદાવાદની સરહદો સીલ, બહારગામના વાહનોને નો એન્ટ્રી
અમદાવાદની સરહદો પર પોલીસ તેનાત કરી દેવાઈ છે અને કડક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. બહારગામથી આવતા વાહન ચાલકોને પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. જેના કારણે મુસાફરો અટવાયા છે અને હાલાકી ભોગવી રહ્યાં છે. સનાથલ ચોકડી સહિતના વિસ્તારોમાં ખાનગી વાહનો દ્વારા બેફામ ભાડું વસૂલવામાં આવી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.