તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ગુજરાત LIVE:ગુજરાતમાં ફાટ્યો કોરોના બોંબઃ અત્યાર સુધીમાં પહેલીવાર એક જ દિવસમાં સૌથી વધુ 1515 કેસ નોંધાયા, સ્થિતિ વણસે તેવા એંધાણ

અમદાવાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કર્ફ્યૂના કારણે ધંધા-રોજગાર પર ખુબજ મોટી અસર પડશે

ગુજરાતમાં કોરોના બોમ્બ ફૂટ્યો છે. રાજ્યમાં પહેલીવાર એક જ દિવસમાં 1515 કેસ નોંધાયા છે અને હજી સ્થિતિ વણસે તેવા એંધાણ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 9 મોત અને 1271 દર્દી સાજા થઇને ઘરે ગયા છે. આ સાથે જ અત્યારસુધીમાં કુલ કેસનો આંકડો 1 લાખ 95 હજાર 917 થયો છે. જ્યારે મૃત્યુઆંક 3846 થયો છે. તો અત્યારસુધીમાં કુલ 1 લાખ 78 હજાર 786 દર્દી ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં હાલ 13285 એક્ટિવ કેસ છે. જેમાંથી 95 વેન્ટિલેટર પર અને 13190 દર્દીની હાલત સ્થિર છે.

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ વણસી છે તેને જોતા અમદાવાદમાં કર્ફ્યૂ લંબાવાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. સરકારે શુક્રવારે જ જણાવી દીધું હતું કે કોરોનાની સ્થિતિ જોઇને આગળનો નિર્ણય લેવાશે. તેવામાં હવે કેસ વધતાં સરકાર કર્ફ્યૂ લંબાવી શકે છે. એક એવી પણ શક્યતા છે કે રાત્રી કર્ફ્યૂ ઉપરાંત વધારાના પ્રતિબંધ મુકી શકે છે. તેમાં સવારે 10થી સાંજના 7 સુધી જ છૂટછાટ જેવા વિકલ્પ સામેલ છે. આ ઉપરાંત કન્ટેઇનમેન્ટ ઝોનમાં પણ કડક નિયમો લાગુ કરી શકે છે. જોકે આ અંગે સરકાર દ્વારા હજી કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં નવા કેસ, કુલ કેસ અને એક્ટિવ કેસ

1 ઓક્ટોબરથી 21 નવેમ્બર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
1 ઓક્ટોબર1,351101,334
2 ઓક્ટોબર1,310151,250
3 ઓક્ટોબર1343121304
4 ઓક્ટોબર130291246
5 ઓક્ટોબર1327131405
6 ઓક્ટોબર1335101473
7 ઓક્ટોબર131191414
8 ઓક્ટોબર1278101266
9 ઓક્ટોબર124391518
10 ઓક્ટોબર1221101456
11 ઓક્ટોબર118191413
12 ઓક્ટોબર116981442
13 ઓક્ટોબર1158101375
14 ઓક્ટોબર1175111414
15 ઓક્ટોબર1185111329
16 ઓક્ટોબર1191111279
17 ઓક્ટોબર116191270
18 ઓક્ટોબર109191233
19 ઓક્ટોબર99681147
20 ઓક્ટોબર112681128
21 ઓક્ટોબર1,13791,180
22 ઓક્ટોબર1,13671,201
23 ઓક્ટોબર1,11261,264
24 ઓક્ટોબર102161013
25 ઓક્ટોબર9197963
26 ઓક્ટોબર90841,102
27 ઓક્ટોબર99251,238
28 ઓક્ટોબર98061107
29 ઓક્ટોબર98741087
30 ઓક્ટોબર96961027
31 ઓક્ટોબર93551014
1 નવેમ્બર86051128
2 નવેમ્બર87541004
3 નવેમ્બર95461,197
4 નવેમ્બર97561022
5 નવેમ્બર99071055
6 નવેમ્બર103541321
7 નવેમ્બર10465931
8 નવેમ્બર10207819
9 નવેમ્બર9715993
10 નવેમ્બર10495879
11 નવેમ્બર112561352
12 નવેમ્બર1,12061038
13 નવેમ્બર115261078
14 નવેમ્બર1,1246995
15 નવેમ્બર107061001
16 નવેમ્બર92651040
17 નવેમ્બર112571,116
18 નવેમ્બર1,28181,274
19 નવેમ્બર134071113
20 નવેમ્બર142071040
21 નવેમ્બર151591271
કુલ આંક58,52339361,554

​​​​​​રાજ્યમાં કુલ કેસ 1,95,917 અને 3,846ના મોત અને કુલ 1,78,786 દર્દી ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ46,9681,96041,608
સુરત41,13787738,817
વડોદરા18,52721616,520
ગાંધીનગર6016985363
ભાવનગર5016674862
બનાસકાંઠા3509333241
આણંદ1679161621
અરવલ્લી90524782
રાજકોટ15,14817113,708
મહેસાણા4965334550
પંચમહાલ3155202843
બોટાદ8955762
મહીસાગર146871306
પાટણ3210512699
ખેડા1890151757
સાબરકાંઠા2047121952
જામનગર8892358519
ભરૂચ3180173045
કચ્છ3071332800
દાહોદ220472026
ગીર-સોમનાથ1988241823
છોટાઉદેપુર7283693
વલસાડ127391246
નર્મદા154711343
દેવભૂમિ દ્વારકા8725820
જૂનાગઢ4072333821
નવસારી140671385
પોરબંદર6054585
સુરેન્દ્રનગર2781122411
મોરબી2460162221
તાપી9056867
ડાંગ1230119
અમરેલી3113262622
અન્ય રાજ્ય1623149
કુલ1,95,9173,8461,78,886

રાજકોટમાં ખાણીપીણી બજારમાં ફરી બ્રેક લાગી
આજે રાત્રે 9 વાગ્યા પછી રાજકોટ થંભી જશે. કોરોનાના વધતા કેસને લઈને રાજકોટમાં રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ જાહેર કરવામાં આવી છે. ત્યારે Divyabhaskarની ટીમે શહેરના અલગ અલગ વિસ્તારના ફાસ્ટ ફૂડના ધંધાર્થીઓની મુલાકાત લીધી હતી. વેપારીઓના જણાવ્યા મુજબ ધંધાઓ પડી ભાંગશે. દિવાળીના તહેવારોમાં ઘરાકી વધતા આશા જાગી હતી. પરંતુ ફરી લોકડાઉન જેવું જ થઈ જતાં ધંધા-રોજગાર પર ખુબજ મોટી અસર પડશે.

વડોદરામાં રાત્રિ કર્ફ્યુ અગાઉ 20 જેટલી દુકાનો સીલ
શહેરમાં આજે રાત્રે નવ વાગ્યાથી રાત્રિ કર્ફ્યૂનો અમલ શરૂ કરવામાં આવશે. તે પૂર્વે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે સવારથી જ અલગ-અલગ ટીમો બનાવી વિવિધ વિસ્તારોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં 20 જેટલી દુકાનો પર સોશિયલ ડિસ્ટન્સિંગ ન જળવાતા તાત્કાલિક સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી છે.

અમદાવાદ એરપોર્ટ પર ટેક્સી અને કેબવાળાની ઉઘાડી લૂંટ
ગઈકાલે રાતના 9 વાગ્યાથી સોમવાર સવાર સુધી શહેરમાં કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે ત્યારે અમદાવાદ એરપોર્ટ પર મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. અમદાવાદ એરપોર્ટ પર બહારથી આવેલા મુસાફરોને અમદાવાદના જ વિસ્તારમાં જવા માટે ટેક્સીચાલકો અને કેબ સર્વિસધારકો રૂ. એક હજારથી બે હજાર પડાવી રહ્યા છે. મુસાફરોને એમાં કલાક સુધી રાહ જોવી પડે છે. મોટી સંખ્યામાં મુસાફરો બેસી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા BRTS અને ઇલેક્ટ્રોનિક બસો મૂકવામાં આવી છે એમાં ઓછા મુસાફરો જઈ રહ્યા છે.

અમદાવાદની સરહદો સીલ, બહારગામના વાહનોને નો એન્ટ્રી
અમદાવાદની સરહદો પર પોલીસ તેનાત કરી દેવાઈ છે અને કડક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. બહારગામથી આવતા વાહન ચાલકોને પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. જેના કારણે મુસાફરો અટવાયા છે અને હાલાકી ભોગવી રહ્યાં છે. સનાથલ ચોકડી સહિતના વિસ્તારોમાં ખાનગી વાહનો દ્વારા બેફામ ભાડું વસૂલવામાં આવી રહ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો