કોરોના ગુજરાત LIVE:રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના અત્યાર સુધીના સૌથી વધુ 85,153 ટેસ્ટ, 1,364 કેસ અને 1,447 દર્દી ડિસ્ચાર્જ, કુલ કેસ 1 લાખ 17 હજાર 709

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતમાં લોકલ સંક્રમણને ધ્યાનમાં લઈને સરકારે ટેસ્ટની સંખ્યામાં પણ વધારો કર્યો છે. - Divya Bhaskar
ગુજરાતમાં લોકલ સંક્રમણને ધ્યાનમાં લઈને સરકારે ટેસ્ટની સંખ્યામાં પણ વધારો કર્યો છે.
  • અત્યાર સુધીમાં 98,156 ડિસ્ચાર્જ અને 3,259એ કોરોનાને કારણે જીવ ગુમાવ્યા
  • હાલ 16,249 એક્ટિવ કેસમાંથી 98 દર્દી વેન્ટિલેટર પર અને 16,169 દર્દીની હાલત સ્થિર

રાજ્યમાં લોકલ સંક્રમણનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને ગંભીર સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે. રાજ્યમાં 24 કલાકમાં 1,364 નવા દર્દી નોંધાયા છે અને 1,447 દર્દીઓ સાજા થયા છે. જ્યારે કોરોના 12 લોકોને ભરખી ગયો છે. આમ સતત બીજા દિવસે નવા કેસો કરતા સાજા થનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે અને રિકવરી રેટ પણ 83.39 ટકાએ પહોંચી ગયો છે. આ 24 કલાકમાં દરમિયાન અત્યાર સુધીના સૌથી વધુ 85,153 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 35,23,653 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા
આમ અત્યારસુધીમાં કુલ 1,17,709 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 98,156 સાજા થઈ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને 3,259એ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં હાલ 16,249 એક્ટિવ કેસમાંથી 98 દર્દી વેન્ટિલેટર પર અને 16,169 દર્દીની હાલત સ્થિર છે. ગુજરાતમાં લોકલ સંક્રમણને ધ્યાનમાં લઈને સરકારે ટેસ્ટની સંખ્યામાં પણ વધારો કર્યો છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 35,23,653 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

સી.આર. પાટીલને રજા આપવામાં આવી
આ મામલે સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, ‘RT-PCR રિપોર્ટ નેગેટીવ આવ્યા બાદ આજે એપોલો હોસ્પિટલમાંથી રજા લઇ મારા ઘરે સુરત આવી ગયો છું અને હોમ ક્વોરન્ટીન છું. મારી તબિયત હવે ઘણી સારી છે. એપોલો હોસ્પિટલનાં ડો. અભિજીતભાઈ શેઠ, ડો. મનોજસિંગજી, ડો. જયભાઈ કોઠારી, ડો. મહર્ષિભાઈ, ડો.પંકજભાઈ દૂબે, સમગ્ર નર્સિંગ સ્ટાફ, ડાયેટીસિયન, મેનેજમેન્ટ સર્વનો ઋણી છું અને હૃદયપૂર્વક આભાર માનું છું. પોતાનાં જીવ અને પરિવારની પરવા કર્યા વિના રાત-દિવસ કામ કરતા સૌને જોયા, એમની સેવાને બિરદાવું છું અને કર્તવ્યનિષ્ઠાને સલામ કરું છું.’

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં નવા કેસ, કુલ કેસ અને એક્ટિવ કેસ

1 ઓગસ્ટથી 16 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખનવા નોંધાયેલા કેસમૃત્યુડિસ્ચાર્જ
1 ઓગસ્ટ113624875
2 ઓગસ્ટ110122805
3 ઓગસ્ટ100922974
4 ઓગસ્ટ102025898
5 ઓગસ્ટ1073231046
6 ઓગસ્ટ103427917
7 ઓગસ્ટ1074221370
8 ઓગસ્ટ1101231135
9 ઓગસ્ટ1078251311
10 ઓગસ્ટ1056201138
11 ઓગસ્ટ1118231140
12 ઓગસ્ટ115218977
13 ઓગસ્ટ1092181046
14 ઓગસ્ટ1087151083
15 ઓગસ્ટ1094191015
16 ઓગસ્ટ112020959
17 ઓગસ્ટ1033151083
18 ઓગસ્ટ1126201131
19 ઓગસ્ટ1145171120
20 ઓગસ્ટ1175161123
21 ઓગસ્ટ1204141324
22 ઓગસ્ટ121214980
23 ઓગસ્ટ110114972
24 ઓગસ્ટ1067131021
25 ઓગસ્ટ1096201011
26 ઓગસ્ટ1197171047
27 ઓગસ્ટ1190171193
28 ઓગસ્ટ1272141050
29 ઓગસ્ટ1282131111
30 ઓગસ્ટ1272171095
31 ઓગસ્ટ1282141025
1 સપ્ટેમ્બર1310141131
2 સપ્ટેમ્બર1305121141
3 સપ્ટેમ્બર1325161126
4 સપ્ટેમ્બર1320141218
5 સપ્ટેમ્બર1311161148
6 સપ્ટેમ્બર1335141212
7 સપ્ટેમ્બર1330151276
8 સપ્ટેમ્બર1,295131,445
9 સપ્ટેમ્બર1,329161,336
10 સપ્ટેમ્બર1,332151,415
11 સપ્ટેમ્બર1,344161,240
12 સપ્ટેમ્બર1365151335
13 સપ્ટેમ્બર1,326151,205
14 સપ્ટેમ્બર1,334171,255
15 સપ્ટેમ્બર1,349171,444
16 સપ્ટેમ્બર1,364121,447
કુલ આંક56,27381853,349

રાજ્યમાં 1,17,709 કેસ, 3,259 મોત અને કુલ 98,156 ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ34,2391,76828,353
સુરત25,01070621,420
વડોદરા10,0881558,338
ગાંધીનગર3,041682,443
ભાવનગર3,586543,030
બનાસકાંઠા1,479191,462
આણંદ95016873
અરવલ્લી51025370
રાજકોટ7,1321165,018
મહેસાણા2043281,367
પંચમહાલ1,939181,595
બોટાદ6375483
મહીસાગર7874640
પાટણ1,375401,283
ખેડા1,119151027
સાબરકાંઠા89510700
જામનગર4,437334,173
ભરૂચ1,918141,697
કચ્છ1,686311,227
દાહોદ1,46561,100
ગીર-સોમનાથ1,209181015
છોટાઉદેપુર4282348
વલસાડ1,09891017
નર્મદા7960692
દેવભૂમિ દ્વારકા4364429
જૂનાગઢ2,303311,969
નવસારી1,0667943
પોરબંદર3854361
સુરેન્દ્રનગર1,48591,235
મોરબી1,329151031
તાપી5004447
ડાંગ86060
અમરેલી1,721221,309
અન્ય રાજ્ય1642127
કુલ1,17,7093,25998,156
અન્ય સમાચારો પણ છે...