તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ગુજરાત LIVE:રાજ્યમાં ગંભીર દર્દીને ટોસિલિ ઝુમૈબ ઈન્જેક્શન આપવાનું શરૂ, 364 નવા કેસ અને 29ના મોત, મૃત્યુઆંક 566-કુલ કેસ 9,268

ગાંધીનગર10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 7 દર્દીના કોરોનાથી અને 22ના અન્ય બીમારી, હાઈરિસ્ક તથા કોરોનાને કારણે મોત
 • અમદાવાદમાં 292, સુરતમાં 23, વડોદરામાં 18, મહેસાણામાં 8, દેવભૂમિ દ્વારકામાં 7, ભાવનગરમાં 3 અને જામનગરમાં 3 નવા કેસ
 • પાટણમાં 2, પંચમહાલ, બનાસકાંઠા,ગીર-સોમનાથ, ખેડા,અરવલ્લી, મહીસાગર, જુનાગઢ અને અમરેલીમાં 1-1 કેસ
 • અમદાવાદમાં 25, સુરતમાં 3 અને પાટણમાં 1 દર્દીનું મોત
 • કુલ 9,268 દર્દીમાંથી 39 વેન્ટીલેટર પર, 5,101ની હાલત સ્થિર, 3,562 ડિસ્ચાર્જ અને 566ના મોત
 • અત્યાર સુધીમાં કુલ 1,22, 297 ટેસ્ટ થયા, 9,268ના પોઝિટિવ અને 1,13,029ના રિપોર્ટ નેગેટિવ આવ્યા

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 364 નવા કેસ નોંધાયા છે અને 29 દર્દીના મોત થયા છે. જ્યારે 316 દર્દીને રજા આપવામાં આવી છે. આમ અત્યાર સુધીમાં કુલ કેસ 9,268,  મૃત્યુઆંક 566 અને 3,562 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે. રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, આપણે અલગ અલગ હોસ્પિટલમાં ટોસિલિ ઝુમૈબ(Tocilizumab) ઈન્જેક્શનનો જ્યાં જરૂર પડે ત્યાં આપવાની શરૂઆત કરી છે. આ ઈન્જેક્શન ગંભીર હાલતમાં હોય તે દર્દીને આપવામાં આવે છે, જે ખૂબ મોંઘા હોય છે. પરંતુ તેને પર્ચેઝ કમિટીમાં મંજૂરી આપી છે અને ઉપયોગ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.

આરોગ્ય અગ્ર સચિવે વધુમાં કહ્યું કે, રાજ્યમાં 24 કલાકમાં કોવિડ 19ના 364 નવા કેસ નોંધાયા છે જ્યારે 7 દર્દીના કોરોનાથી અને 22ના અન્ય બીમારી, હાઈરિસ્ક તથા કોરોનાને કારણે મૃત્યુ થયા છે. જેમાં અમદાવાદમાં 25, સુરતમાં 3 અને પાટણમાં 1 દર્દીનું મોત થયું છે. જ્યારે અમદાવાદમાં 292, સુરતમાં 23, વડોદરામાં 18, મહેસાણામાં 8, દેવભૂમિ દ્વારકામાં 7, ભાવનગરમાં 3 અને જામનગરમાં 3, પાટણમાં 2, પંચમહાલ, બનાસકાંઠા, ગીર-સોમનાથ, ખેડા, અરવલ્લી, મહીસાગર, જુનાગઢ અને અમરેલીમાં 1-1 કેસ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 2,760 ટેસ્ટ કરવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં કુલ 1,22, 297 ટેસ્ટ કર્યાં છે,જેમાં 9,268ના પોઝિટિવ અને 1,13,029ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ 9,268 દર્દીમાંથી 39 વેન્ટીલેટર પર, 5,101ની હાલત સ્થિર તેમજ 3,562 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે. જ્યારે 566ના મૃત્યુ થયા છે.

13 મેની સવારથી અત્યારસુધીની મહત્વપૂર્ણ ઘટનાઓ

અમરેલીમાં પહેલો કેસ નોંધાતા રાજ્યના તમામ જિલ્લા કોરોનાની ઝપટમાં
અત્યાર સુધી બાકી રહેલા અમરેલી જિલ્લામાં પણ કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે. આ સાથે જ સમગ્ર ગુજરાત કોરોનાની ઝપટમાં આવી ગયું છે. 

કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં ત્રણ કેમેરા સાથેના હાઈડ્રોજન બલૂનથી નજર રખાઈ રહી છે: DGP
રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છેકે રેડ ઝોન અને ખાસ કરીને કન્ટેઇન્મેન્ટ એરિયામાંથી સંક્રમણ બહાર ફેલાય નહીં એ માટે સમગ્ર રાજ્યમાં પૂરતા ફોર્સ સાથે સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં આવી રહી છે. કન્ટેઇન્મેન્ટ એરિયાની આસપાસ અને અંદર પોલીસના ફિક્સ પોઇન્ટ રાખી વીડિયોગ્રાફી સાથે સઘન ચેકિંગ થઇ રહ્યું છે. પરંતુ આવા વિસ્તારોમાં લોકોની અવર જવર પર મોનેટરિંગ વધારવા માટે અને પોલીસ સર્વેલન્સ વધારવા માટે ટેક્નોલોજીનો વધુ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કેન્ટેઇન્મેન્ટમાં ડ્રોન અને હાઈડ્રોજન બલૂનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેની સાથે ત્રણ કેમેરા જોડવામાં આવે છે, જેનાથી અસરકારક સર્વેલન્સ રાખવામાં આવે છે. 

રાજ્યમાં આર્થિક ક્ષેત્રે પુનઃ નિર્માણ માટે કમિટી રચનાઃ અશ્વિની કુમાર
મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છેકે, 20 લાખ કરોડના પકેજની બપોરે 4 વાગ્યે  જાહેરાત બાદ અમલીકરણ ગુજરાતમાં ઝડપથી કેવી રીતે થઇ શકે અને તેનો લાભ ગુજરાતના અલગ અલગ વર્ગને, વેપારી, દુકાનદાર, ઉદ્યોગકારોને ખેડૂતોને આ પેકેજનો ઝડપથી લાભ લોકો સુધી પહોંચે એ માટે રણનીતિ નક્કી કરવામાં આવી છે. રાજ્યમાં વેપાર રોજગાર સહિતના આર્થિક અને નાણકીય ક્ષેત્રે પુનઃ નિર્માણ માટે આ કમિટની રચના કરવામાં આવી છે. આ કમિટીના અધ્યક્ષ તરીકે હસમુખ અઢિયા કામ કરશે. કમિટી દ્વારા એક મહિનામાં રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને કમિટી દ્વારા સૂચવવામાં આવેલી ભલામણોના આધારે સરકાર નિર્ણય કરશે. 
રાજ્યમાં એસટી બસ સેવા શરૂ થશે, ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં ચાલશે બસો
રાજ્યમાં તબક્કાવાર લોકડાઉનમાં હળવાશ આપવામાં આવી રહી છે. રાજ્ય સરકારે એસટી બસ સેવા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. જોકે આ બસો ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં જ ચાલશે. રેડ ઝોનમાં બસો દોડાવવામાં આવશે નહીં. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને આજે સવારે 11 વાગ્યે રાજ્યમંત્રી મંડળની સતત સાતમી વીડિયો કોન્ફરન્સ કેબિનેટ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કોરોના સંક્રમણના આ સમયમાં પણ પ્રજાહિતના કામોના નિર્ણયો લેવામાં આવ્યા હતા. 
વિરમગામના વેપારીનું કોરોનાથી મોત
વિરમગામના રહેવાસી 65 વર્ષીય મુસ્તાકભાઇ વેપારી 11 મેના રોજ તાવ અને છેલ્લા સાત દિવસથી શ્વાસની તકલીફ થતા સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં દાખલ થયેલા હતા. મંગળવારે રાતે જ તેઓનું મોત નીપજ્યું હતું. તેઓને હાયપરટેન્શન, કિડની અને હ્રદયની અન્ય બીમારી પણ હતી. ત્રણ વર્ષ પહેલા બાયપાસ સર્જરી પણ કરાઇ હતી.

કુલ 9268 દર્દી, 566ના મોત અને 3562 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેર

પોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ66454462112
વડોદરા59232355
સુરત 96743562
રાજકોટ660251
ભાવનગર 1000746
આણંદ800770
ભરૂચ320225
ગાંધીનગર1420553
પાટણ310222
નર્મદા 130012
પંચમહાલ  660433
બનાસકાંઠા820336
છોટાઉદેપુર170014
કચ્છ 140106
મહેસાણા670237
બોટાદ560122
પોરબંદર030003
દાહોદ 200005
ખેડા330110
ગીર-સોમનાથ180003
જામનગર 330202
મોરબી 02 0001
સાબરકાંઠા270207
મહીસાગર470135
અરવલ્લી760222
તાપી 020002
વલસાડ 0601 04
નવસારી 080007
ડાંગ 020002
દેવભૂમિ દ્વારકા

12

0000
સુરેન્દ્રનગર0300 01
જૂનાગઢ040202
અમરેલી010000
અન્ય રાજ્ય010000
કુલ 92685663562
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો