કોરોના ગુજરાત LIVE / ગુજરાતમાં 64 દિવસમાં પોઝિટિવ કેસની સંખ્યા 13 હજારે પહોંચી, મોતનો આંકડો 800ને પાર થયો

ફાઇલ તસવીર
ફાઇલ તસવીર
X
ફાઇલ તસવીરફાઇલ તસવીર

  • અમદાવાદમાં 275, સુરતમાં 29, વડોદરામાં 21, સાબરકાંઠામાં 11, સુરેન્દ્રનગરમાં 5, ગીર-સોમનાથમાં 4, ગાંધીનગરમાં 3, ખેડામાં 3, કચ્છમાં 3, જુનાગઢમાં 3 કેસ નોંધાયા
  • આણંદ-મહેસાણામાં 2-2 અને રાજકોટ-વલસાડમાં 1-1 કેસ નોંધાયા
  • અમદાવાદમાં 26, ગાંધીનગરમાં 2 અને ખેડામાં 1 દર્દીનું મોત
  • 11 દર્દીના કોરોનાને કારણે અને 18ના અન્ય બીમારી, હાઈરિસ્ક તથા કોવિડ 19થી મોત થયા
  • કુલ દર્દી 13,273માંથી 63 વેન્ટીલેટર પર, 6,528ની હાલત સ્થિર, ડિસ્ચાર્જ 5,880 અને 802ના મોત
  • કુલ 1,72, 652ના ટેસ્ટ કર્યાં, 13,273ના પોઝિટિવ અને 1,59,289ના રિપોર્ટ નેગેટિવ આવ્યા

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 06:59 AM IST

ગાંધીનગર. રાજ્યમાં 19 માર્ચના રોજ પ્રથમ કોરોના પૉઝિટીવ કેસ નોંધાયાના 64 દિવસમાં કુલ કેસોનો આંકડો 13 હજારને પાર અને મોતનો આંકડો 800ને પાર થયો છે. શુક્રવારે રાજ્યમાં 363 નવા કેસ સાથે કુલ કેસની સંખ્યા 13268 થઈ છે જ્યારે વધુ 29 મોત સાથે કુલ મોતનો આંકડો 802 થયો છે. શુક્રવારે 6,410 ટેસ્ટ થયા હતા જ્યારે અમદાવાદમાં 328 સહિત રાજ્યમાં કુલ 392 દર્દીઓને રજા અપાઈ હતી. ગુજરાતમાં સુરતમાં પૉઝિટીવ કેસોની સામે સાજા થયેલાં દર્દીઓનો દર ભારત કરતાં બમણાંથી વધુ છે પરંતુ અમદાવાદમાં આ જ દર ખુબ નીચો હોવાની ખબરો ફેલાઇ તેના ચોવીસ કલાકના ગાળામાં જ અમદાવાદમાંથી કુલ 275 દર્દીઓ સાજા થઇને ઘરે ગયાં છે.

11 લોકો કોરોનાને કારણે મર્યાં
આરોગ્ય વિભાગે જાહેર કરેલાં આંકડામાં શુક્રવારે સાંજે પાંચ વાગ્યે પૂરાં થતાં ચોવીસ કલાકમાં ગુજરાતમાં કુલ 392 દર્દીઓને રજા અપાઇ જ્યારે આ આંકડો અમદાવાદ એકલામાં જ 275નો રહ્યો હતો. અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 5,880 દર્દીઓને ડિસ્ચાર્જ અપાયો છે. શુક્રવારે નોંધાયેલાં 29 મૃત્યુના કેસ પૈકી 11ના મોત માત્ર કોવિડના સંક્રમણને કારણે જ્યારે 18ના મોત અન્ય બિમારીઓ ઉપરાંત કોરોના સંક્રમણથી થયાં છે. હાલ સારવાર હેઠળના કુલ પોઝિટિવ 6,591 એક્ટિવ દર્દીઓ પૈકી 63ની હાલત નાજુક હોઇ વેન્ટિલેટર પર છે તથા 6,528 સ્ટેબલ છે. ગત 24 કલાકમાં કુલ ટેસ્ટની સંખ્યા 6,410 રહી છે અને આ સાથે અત્યાર સુધીમાં કુલ 1,72,562 સેમ્પલ ટેસ્ટ થયાં છે.63 દર્દી વેન્ટીલેટર પર અને 5,880 દર્દી ડિસ્ચાર્જ થયા
રાજ્યમાં કોરોના અંગેની અપડેટ આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ 19ના 363 નવા કેસ નોંધાયા છે. જ્યારે 11 દર્દીના કોરોનાને કારણે અને 18ના અન્ય બીમારી, હાઈરિસ્ક તથા કોવિડ 19થી મોત થયા છે. અમદાવાદમાં 26, ગાંધીનગરમાં 2 અને ખેડામાં 1 દર્દીના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ દર્દી 13,273માંથી 63 વેન્ટીલેટર પર, 6,528ની હાલત સ્થિર, 5,880 ડિસ્ચાર્જ અને 802ના મોત થયા છે. જ્યારે ટેસ્ટિંગની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં કુલ ટેસ્ટ 1,72, 652 ટેસ્ટ કર્યાં છે, જેમાંથી 13,273ના રિપોર્ટ પોઝિટિવ અને 1,59,289ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

63 દર્દી વેન્ટીલેટર પર અને 5,880 દર્દી ડિસ્ચાર્જ થયા
રાજ્યમાં કોરોના અંગેની અપડેટ આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ 19ના 363 નવા કેસ નોંધાયા છે. જ્યારે 11 દર્દીના કોરોનાને કારણે અને 18ના અન્ય બીમારી, હાઈરિસ્ક તથા કોવિડ 19થી મોત થયા છે. અમદાવાદમાં 26, ગાંધીનગરમાં 2 અને ખેડામાં 1 દર્દીના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ દર્દી 13,273માંથી 63 વેન્ટીલેટર પર, 6,528ની હાલત સ્થિર, 5,880 ડિસ્ચાર્જ અને 802ના મોત થયા છે. જ્યારે ટેસ્ટિંગની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં કુલ ટેસ્ટ 1,72, 652 ટેસ્ટ કર્યાં છે, જેમાંથી 13,273ના રિપોર્ટ પોઝિટિવ અને 1,59,289ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

છેલ્લા 24 દિવસમાં 23 દિવસ રાજ્યમાં 300થી અને અમદાવાદમાં 250થી વધુ કેસ

તારીખ

કેસ(કૌંસમાં અમદાવાદના કેસ)
29 એપ્રિલ 308 (250) 
30 એપ્રિલ 313(249)
1 મે 326 (267)
2 મે 333 (250)
3 મે 374 (274)
4 મે 376 (259)
5 મે 441(349) 
6 મે 380 (291) 
7 મે 388 (275) 
8 મે 390 (269) 
9 મે 394(280)
10 મે 398 (278) 
11 મે 347 (268)
12 મે 362 (267) 
13 મે 364 (292) 
14 મે 324 (265)
15 મે 340(261)
16 મે 348(264)
17 મે 391(276)
18 મે 366(263)
19 મે 395(262)
20 મે 398(271)
21 મે 371 (233)
22 મે 363(275)

ક્યાં કેટલા નવા કેસ
અમદાવાદમાં 275, સુરતમાં 29, વડોદરામાં 21, સાબરકાંઠામાં 11, સુરેન્દ્રનગરમાં 5, ગીર-સોમનાથમાં 4, ગાંધીનગરમાં 3, ખેડામાં 3, કચ્છમાં 3, જુનાગઢમાં 3, 
આણંદ-મહેસાણામાં 2-2 અને રાજકોટ-વલસાડમાં 1-1 કેસ નોંધાયા છે.

કુલ 13,273 દર્દી, 802ના મોત અને 5880 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેર

પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 9724 645 3658
સુરત 1256 57 850
વડોદરા 771 35 475
ગાંધીનગર 201 10 104
ભાવનગર 114 8 86
બનાસકાંઠા 99 4 78
આણંદ 87 9 75
અરવલ્લી 93 3 76
રાજકોટ 83 2 55
મહેસાણા 95 4 51
પંચમહાલ 72 6 61
બોટાદ 56 1 54
મહીસાગર 77 1 40
પાટણ 69 4 26
ખેડા 57 3 28
સાબરકાંઠા 63 3 20
જામનગર 46 2 26
ભરૂચ 37 3 28
કચ્છ 64 1 6
દાહોદ 32 0 18
ગીર-સોમનાથ 38 0 3
છોટાઉદેપુર 22 0 17
વલસાડ 18 1 4
નર્મદા 15 0 13
દેવભૂમિ દ્વારકા 12 0 4
જૂનાગઢ 18 0 4
નવસારી 14 0 8
પોરબંદર 5 0 3
સુરેન્દ્રનગર 16 0 3
મોરબી 2 0 2
તાપી 3 0 2
ડાંગ 2 0 2
અમરેલી 2 0 0
અન્ય રાજ્ય 5 0 0
કુલ 13,273 802 5880

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી