તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના ગુજરાત LIVE:ગુજરાતમાં 64 દિવસમાં પોઝિટિવ કેસની સંખ્યા 13 હજારે પહોંચી, મોતનો આંકડો 800ને પાર થયો

ગાંધીનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર
  • અમદાવાદમાં 275, સુરતમાં 29, વડોદરામાં 21, સાબરકાંઠામાં 11, સુરેન્દ્રનગરમાં 5, ગીર-સોમનાથમાં 4, ગાંધીનગરમાં 3, ખેડામાં 3, કચ્છમાં 3, જુનાગઢમાં 3 કેસ નોંધાયા
  • આણંદ-મહેસાણામાં 2-2 અને રાજકોટ-વલસાડમાં 1-1 કેસ નોંધાયા
  • અમદાવાદમાં 26, ગાંધીનગરમાં 2 અને ખેડામાં 1 દર્દીનું મોત
  • 11 દર્દીના કોરોનાને કારણે અને 18ના અન્ય બીમારી, હાઈરિસ્ક તથા કોવિડ 19થી મોત થયા
  • કુલ દર્દી 13,273માંથી 63 વેન્ટીલેટર પર, 6,528ની હાલત સ્થિર, ડિસ્ચાર્જ 5,880 અને 802ના મોત
  • કુલ 1,72, 652ના ટેસ્ટ કર્યાં, 13,273ના પોઝિટિવ અને 1,59,289ના રિપોર્ટ નેગેટિવ આવ્યા

રાજ્યમાં 19 માર્ચના રોજ પ્રથમ કોરોના પૉઝિટીવ કેસ નોંધાયાના 64 દિવસમાં કુલ કેસોનો આંકડો 13 હજારને પાર અને મોતનો આંકડો 800ને પાર થયો છે. શુક્રવારે રાજ્યમાં 363 નવા કેસ સાથે કુલ કેસની સંખ્યા 13268 થઈ છે જ્યારે વધુ 29 મોત સાથે કુલ મોતનો આંકડો 802 થયો છે. શુક્રવારે 6,410 ટેસ્ટ થયા હતા જ્યારે અમદાવાદમાં 328 સહિત રાજ્યમાં કુલ 392 દર્દીઓને રજા અપાઈ હતી. ગુજરાતમાં સુરતમાં પૉઝિટીવ કેસોની સામે સાજા થયેલાં દર્દીઓનો દર ભારત કરતાં બમણાંથી વધુ છે પરંતુ અમદાવાદમાં આ જ દર ખુબ નીચો હોવાની ખબરો ફેલાઇ તેના ચોવીસ કલાકના ગાળામાં જ અમદાવાદમાંથી કુલ 275 દર્દીઓ સાજા થઇને ઘરે ગયાં છે.

11 લોકો કોરોનાને કારણે મર્યાં
આરોગ્ય વિભાગે જાહેર કરેલાં આંકડામાં શુક્રવારે સાંજે પાંચ વાગ્યે પૂરાં થતાં ચોવીસ કલાકમાં ગુજરાતમાં કુલ 392 દર્દીઓને રજા અપાઇ જ્યારે આ આંકડો અમદાવાદ એકલામાં જ 275નો રહ્યો હતો. અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 5,880 દર્દીઓને ડિસ્ચાર્જ અપાયો છે. શુક્રવારે નોંધાયેલાં 29 મૃત્યુના કેસ પૈકી 11ના મોત માત્ર કોવિડના સંક્રમણને કારણે જ્યારે 18ના મોત અન્ય બિમારીઓ ઉપરાંત કોરોના સંક્રમણથી થયાં છે. હાલ સારવાર હેઠળના કુલ પોઝિટિવ 6,591 એક્ટિવ દર્દીઓ પૈકી 63ની હાલત નાજુક હોઇ વેન્ટિલેટર પર છે તથા 6,528 સ્ટેબલ છે. ગત 24 કલાકમાં કુલ ટેસ્ટની સંખ્યા 6,410 રહી છે અને આ સાથે અત્યાર સુધીમાં કુલ 1,72,562 સેમ્પલ ટેસ્ટ થયાં છે.63 દર્દી વેન્ટીલેટર પર અને 5,880 દર્દી ડિસ્ચાર્જ થયા
રાજ્યમાં કોરોના અંગેની અપડેટ આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ 19ના 363 નવા કેસ નોંધાયા છે. જ્યારે 11 દર્દીના કોરોનાને કારણે અને 18ના અન્ય બીમારી, હાઈરિસ્ક તથા કોવિડ 19થી મોત થયા છે. અમદાવાદમાં 26, ગાંધીનગરમાં 2 અને ખેડામાં 1 દર્દીના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ દર્દી 13,273માંથી 63 વેન્ટીલેટર પર, 6,528ની હાલત સ્થિર, 5,880 ડિસ્ચાર્જ અને 802ના મોત થયા છે. જ્યારે ટેસ્ટિંગની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં કુલ ટેસ્ટ 1,72, 652 ટેસ્ટ કર્યાં છે, જેમાંથી 13,273ના રિપોર્ટ પોઝિટિવ અને 1,59,289ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

63 દર્દી વેન્ટીલેટર પર અને 5,880 દર્દી ડિસ્ચાર્જ થયા
રાજ્યમાં કોરોના અંગેની અપડેટ આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ 19ના 363 નવા કેસ નોંધાયા છે. જ્યારે 11 દર્દીના કોરોનાને કારણે અને 18ના અન્ય બીમારી, હાઈરિસ્ક તથા કોવિડ 19થી મોત થયા છે. અમદાવાદમાં 26, ગાંધીનગરમાં 2 અને ખેડામાં 1 દર્દીના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ દર્દી 13,273માંથી 63 વેન્ટીલેટર પર, 6,528ની હાલત સ્થિર, 5,880 ડિસ્ચાર્જ અને 802ના મોત થયા છે. જ્યારે ટેસ્ટિંગની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં કુલ ટેસ્ટ 1,72, 652 ટેસ્ટ કર્યાં છે, જેમાંથી 13,273ના રિપોર્ટ પોઝિટિવ અને 1,59,289ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

છેલ્લા 24 દિવસમાં 23 દિવસ રાજ્યમાં 300થી અને અમદાવાદમાં 250થી વધુ કેસ

તારીખ

કેસ(કૌંસમાં અમદાવાદના કેસ)
29 એપ્રિલ308 (250) 
30 એપ્રિલ313(249)
1 મે326 (267)
2 મે333 (250)
3 મે374 (274)
4 મે376 (259)
5 મે441(349) 
6 મે380 (291) 
7 મે388 (275) 
8 મે390 (269) 
9 મે394(280)
10 મે398 (278) 
11 મે347 (268)
12 મે362 (267) 
13 મે364 (292) 
14 મે324 (265)
15 મે340(261)
16 મે348(264)
17 મે391(276)
18 મે366(263)
19 મે395(262)
20 મે398(271)
21 મે371 (233)
22 મે363(275)

ક્યાં કેટલા નવા કેસ
અમદાવાદમાં 275, સુરતમાં 29, વડોદરામાં 21, સાબરકાંઠામાં 11, સુરેન્દ્રનગરમાં 5, ગીર-સોમનાથમાં 4, ગાંધીનગરમાં 3, ખેડામાં 3, કચ્છમાં 3, જુનાગઢમાં 3, 
આણંદ-મહેસાણામાં 2-2 અને રાજકોટ-વલસાડમાં 1-1 કેસ નોંધાયા છે.

કુલ 13,273 દર્દી, 802ના મોત અને 5880 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેર

પોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ97246453658
સુરત125657850
વડોદરા77135475
ગાંધીનગર20110104
ભાવનગર114886
બનાસકાંઠા99478
આણંદ87975
અરવલ્લી93376
રાજકોટ83255
મહેસાણા95451
પંચમહાલ72661
બોટાદ56154
મહીસાગર77140
પાટણ69426
ખેડા57328
સાબરકાંઠા63320
જામનગર46226
ભરૂચ37328
કચ્છ6416
દાહોદ32018
ગીર-સોમનાથ3803
છોટાઉદેપુર22017
વલસાડ1814
નર્મદા15013
દેવભૂમિ દ્વારકા1204
જૂનાગઢ1804
નવસારી1408
પોરબંદર503
સુરેન્દ્રનગર1603
મોરબી202
તાપી302
ડાંગ202
અમરેલી200
અન્ય રાજ્ય500
કુલ13,2738025880

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે પરિવાર સાથે કોઇ ધાર્મિક સ્થળ પર જવાનો પ્રોગ્રામ બની શકે છે. સાથે જ આરામમાં સમય પસાર થશે. બાળકોને કોઇ ઉપલબ્ધિ મળવાથી ઘરનું વાતાવરણ સારું જળવાશે. નેગેટિવઃ- આળસના કારણે થોડા કામ અધૂરા રહ...

વધુ વાંચો