કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 366 નવા કેસ, 35 મોત અને 305 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસ 11746, મૃત્યુઆંક 694 અને 4804 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદમાં 263, સુરતમાં 33, વડોદરામાં 22, ગાંધીનગરમાં 12, પાટણમાં 7, વલસાડમાં 6, ભાવનગરમાં 4, દાહોદમાં 4, કચ્છમાં 3, જૂનાગઢમાં 3, અરલ્લીમાં 3, મહીસાગરમાં 2, ખેડામાં 1, સાબરકાંઠામાં 1 અને સુરેન્દ્રનગરમાં 1 કેસ નોંધાયો છે. રાજ્યમાં અત્યારસુધી નોંધાયેલા 11746 દર્દીઓમાંથી 38 દર્દી વેન્ટિલેટર પર, 6219 સ્થિર, 4804 ડિસ્ચાર્જ અને 694 દર્દીઓના મોત નીપજ્યાં છે. રાજ્યમાં અત્યારસુધીમાં 148824 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 11746 પોઝિટિવ અને 137078 નેગેટિવ આવ્યા છે.
18મેની સવારથી લઈ અત્યાર સુધીની મહત્વપૂર્ણ ઘટનાઓ
કન્ટેઇન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં હેર સલૂન-પાનના ગલ્લા ખુલશે
કેન્દ્ર સરકાર દ્વારા લોકાડાઉન-4ની ગાઈડલાઈન નક્કી કરવામાં આવ્યા બાદ આજે મુખ્યમંત્રી રૂપાણીએ ગુજરાત માટે લોકડાઉનની છૂટછાટ અંગે જાહેરાત કરી છે. જેમાં કન્ટેઇન્મેન્ટ ઝોનને બાદ કરતા સમગ્ર રાજ્યમાં ઘણી છૂટછાટ આપવામાં આવી છે. જેમાં ઓટો રીક્ષા, બસ સેવા, ઓફિસો, અન્ય દુકાનો, પાનના ગલ્લા સહિતની છૂટછાટની જાહેરાતો કરવામાં આવી છે. અમદાવાદમાં પશ્ચિમ વિસ્તારમાં દુકાનો, ઓફિસો ખુલી શકાશે, પરંતુ પૂર્વ વિસ્તારમાં પ્રથમ તબક્કામાં છૂટછાટ આપવામાં આવી નથી તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું છે.
લોકડાઉન 4ના નિયમો અંગે મુખ્યમંત્રીનાં સંબોધનના અંશો
>> અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં પાન-ગલ્લા, દુકાનો ખુલ્લા રાખવામાં આવશે.
>> નોન કન્ટેઇન્મેન્ટ ઝોનમાં હેર સલૂન ખોલી શકાશે.
>> અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ટેક્સી સેવા શરૂ કરાશે.
>> સમગ્ર રાજયમાં રેસ્ટોરાં માત્ર કેન્ટેઇન્મેન્ટ ઝોનમાં હોમ ડિલીવરીના હેતુથી ચાલુ રહેશે.
>> 33 ટકા કર્મચારીઓ સાથે ખાનગી ઓફિસો શરૂ કરી શકાશે.
>> કન્ટેઈન્મેન્ટ ઝોનમાં આવશ્યક ચીજ વસ્તુઓ સિવાય કોઈપણ પ્રકારની છૂટછાટ નહીં.
>> સવારના 8થી બપોરના ત્રણ વાગ્યા સુધી આવશ્યક વસ્તુઓના વેચાણની છૂટ અપાઈ.
>> બન્ને ઝોનમાં બંધ શાળા-કોલેજો, જીમ, સ્વિમિંગ પૂલ, બાગ બગીચા, મોલ, સિનેમાગૃહો, ધાર્મિક કાર્યક્રમો બંધ રહેશે, સિટી બસ સેવા, ખાનગી સેવાઓ પણ બંધ રહેશે.
>> અમદાવાદ અને સુરત સિવાય સમગ્ર રાજ્યમાં ઓટોરીક્ષા શરૂ કરવામાં આવશે એક રીક્ષામાં વધુમાં વધુ બે મુસાફર બેસાડી શકાશે.
>> લગ્નમાં 50 લોકોને જવાની મંજૂરી અને મરણમાં 20 લોકોની હાજરીને મંજુરી આપવામાં આવી.
>> હીરાના કારખાના, લુમ્સના કારખાના 50 ટકાના સ્ટાફ સાથે શરૂ કરી શકાશે.
>> કન્ટેઇન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં દુકાનો ઓડ અને ઇવન નંબર પ્રમાણે દુકાનો ખોલી શકાશે.
>> નોન કન્ટેઇન્મેન્ટ ઝોનમાં એક દુકાન પર એક સમયે પાંચથી વધુ ગ્રાહકો ન રહેવા જોઇએ.
>> કન્ટેઇન્મેન્ટના લોકોને બહાર અવર-જવર કરવા દેવામાં આવશે નહીં.
સમગ્ર ગુજરાતમાં એસટી બસ સેવા શરૂ કરાશે, પણ બસોને અમદાવાદમાં આવવા દેવામાં આવશે નહીં.
>> 54 દિવસથી ગુજરાતની જનતા એક થઇને કોરોના સામે લડી રહ્યાં છે.
>> અત્યારસુધી લોકડાઉનમાં જનતાએ સહકાર આપ્યો.
>> દરેક વ્યક્તિએ બીજાનો વિચાર કરીને સાથ આપ્યો.
>> અધિકારીઓ, કર્મચારીઓએ સારી કામગીરી કરી.
રાજ્યમાં સતત 20માં દિવસેથી 300થી અને અમદાવાદમાં 250થી વધુ કેસ
તારીખ | કેસ(કૌંસમાં અમદાવાદના કેસ) |
29 એપ્રિલ | 308 (250) |
30 એપ્રિલ | 313(249) |
1 મે | 326 (267) |
2 મે | 333 (250) |
3 મે | 374 (274) |
4 મે | 376 (259) |
5 મે | 441(349) |
6 મે | 380 (291) |
7 મે | 388 (275) |
8 મે | 390 (269) |
9 મે | 394(280) |
10 મે | 398 (278) |
11 મે | 347 (268) |
12 મે | 362 (267) |
13 મે | 364 (292) |
14 મે | 324 (265) |
15 મે | 340(261) |
16 મે | 348(264) |
17 મે | 391(276) |
18 મે | 366(263) |
CMની મનપા કમિશનર અને જિલ્લા કલેક્ટર સાથે બેઠક
કેન્દ્ર સરકાર દ્વારા લોકાડાઉન 4ની ગાઈડલાઇન જાહેર કરવામાં આવ્યા બાદ ગુજરાતમાં લોકડાઉન 4નો અમલ અને છૂટછાટ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી બે તબક્કામાં ઉચ્ચ અધિકારીઓ સાથે કોન્ફરન્સ કરવાના છે. પ્રથમ તબક્કામાં સવારે 11 વાગ્યે 4 મનપા કમિશનર સાથે વીડિયો કોન્ફરન્સ યોજાશે જ્યારે બીજા તબક્કામાં સાંજે તમામ જિલ્લા કલેક્ટર સાથે વીડિયો કોન્ફરન્સ કરવામાં આવશે. આ બેઠક પૂર્ણ થયા બાદ મોડી સાંજે લોકડાઉન અને છૂટછાટનો નિર્ણય જાહેર થઇ શકે છે.
કુલ 11,746 દર્દી, 694ના મોત અને 4,804 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)
શહેર | પોઝિટિવ કેસ | મોત | ડિસ્ચાર્જ |
અમદાવાદ | 8683 | 555 | 2841 |
સુરત | 1127 | 53 | 744 |
વડોદરા | 682 | 32 | 435 |
ગાંધીનગર | 180 | 6 | 68 |
ભાવનગર | 112 | 8 | 75 |
બનાસકાંઠા | 83 | 4 | 73 |
આણંદ | 83 | 8 | 74 |
અરવલ્લી | 81 | 2 | 73 |
રાજકોટ | 80 | 2 | 52 |
મહેસાણા | 75 | 3 | 46 |
પંચમહાલ | 71 | 6 | 53 |
બોટાદ | 56 | 1 | 49 |
મહીસાગર | 50 | 1 | 38 |
પાટણ | 49 | 3 | 25 |
ખેડા | 47 | 1 | 24 |
સાબરકાંઠા | 39 | 2 | 15 |
જામનગર | 35 | 2 | 18 |
ભરૂચ | 32 | 3 | 25 |
કચ્છ | 31 | 1 | 6 |
દાહોદ | 28 | 0 | 16 |
ગીર-સોમનાથ | 25 | 0 | 3 |
છોટાઉદેપુર | 21 | 0 | 14 |
વલસાડ | 15 | 1 | 4 |
નર્મદા | 13 | 0 | 12 |
દેવભૂમિ દ્વારકા | 12 | 0 | 2 |
જૂનાગઢ | 9 | 0 | 2 |
નવસારી | 8 | 0 | 8 |
પોરબંદર | 5 | 0 | 3 |
સુરેન્દ્રનગર | 5 | 0 | 1 |
મોરબી | 2 | 0 | 1 |
તાપી | 2 | 0 | 2 |
ડાંગ | 2 | 0 | 2 |
અમરેલી | 2 | 0 | 0 |
અન્ય રાજ્ય | 1 | 0 | 0 |
કુલ | 11,746 | 694 | 4804 |
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.