તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ગુજરાત LIVE:રાજ્યમાં 24 કલાકમાં કેસ ઘટ્યા, કુલ 1939 પોઝિટિવ કેસ, વધુ 8નાં મોત સાથે કુલ 71 લોકોના મોત

ગાંધીનગરએક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડો. જયંતિ રવિ, અગ્ર સચિવ, આરોગ્ય વિભાગ - ફાઇલ તસવીર - Divya Bhaskar
ડો. જયંતિ રવિ, અગ્ર સચિવ, આરોગ્ય વિભાગ - ફાઇલ તસવીર
 • ગાંધીનગર શહેર, જામનગર, મોરબી, પોરબંદર, સાબરકાંઠા જિલ્લા કોરોનામુક્ત
 • રવિવાર કરતાં ટેસ્ટ વધ્યાં, કેસ ઘટ્યા, 4,212 સેમ્પલમાંથી 196 પોઝિટિવ
 • સારવાર બાદ રાજ્યમાંથી કુલ 131 લોકો કોરોના વિનર, ચેપ લાગ્યો તે પછી સાજા થઈ ઘરે ગયા

ગુજરાતમાં ચાર જિલ્લા તથા એક મહાનગર કોરોના મુક્ત બન્યા છે, તેમાં ગાંધીનગર મહાનગરપાલિકાના તથા જામનગર, પોરબંદર, મોરબી અને સાબરકાંઠા સંપૂર્ણ જિલ્લા કોરોનામુક્ત થયાં છે. ગાંધીનગર જિલ્લામાં તો એક દંપતીને કારણે તેમના પરિવારજનો અને સંબંધીઓ કોરોનાનો ભોગ બન્યા તથા કુલ 11 લોકો સંક્રમિત થયા હતા. જેમાંથી એક વયોવૃદ્ધ વ્યક્તિ સિવાય બાકીના તમામ લોકો કોરોના સામે લડાઇ આપી સાજા થયા છે અને ઘરે ગયા છે. ગાંધીનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવેન્દ્રસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, ગાંધીનગરમાં કેસ સામે આવ્યા પછી થોડો સમય તેમના પરિવારજનોમાં ચેપ ફેલાયો પરંતુ તે ચેઇન બ્રેક જલદી થઈ, કારણ કે સ્થાનિક તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા તેમના સંપર્કમાં આવેલાં તમામ લોકોને ઝડપી ક્વોરન્ટાઇન કર્યા. બીજી બાજુ ગાંધીનગર શહેરના લોકોએ પણ લૉકડાઉનનો અમલ સારી રીતે કર્યો. હજુ અપેક્ષા રાખીએ કે લોકો આ પાલન કરતા રહે અને અન્ય કોઈ કેસ ન બને. આ માટે ગાંધીનગરની જનતાને પણ ધન્યવાદ છે.

ગુજરાતમાં મૃત્યુઆંક પણ વધારે
જામનગરમાં એક બાળકને ચેપ લાગ્યો હતો અને તેનું દુઃખદ અવસાન થયું હતું. પરંતુ ત્યાર બાદ જિલ્લા કે મહાનગરપાલિકા વિસ્તારમાં કોઈ પણ કેસ નોંધાયો નથી. હાલ રાજ્યમાં કુલ 132 લોકોને સ્વસ્થ થયા બાદ રજા અપાઈ છે અને તેમને રાજ્ય સરકારે કોરોના વિનર નામ આપ્યું છે. સોમવારે જ આવા 27 દર્દીઓ સાજા થયા છે. સોમવારે 194 નવા કેસ સાથે ગુજરાતમાં કોરોના પ્રભાવિત લોકોની કુલ સંખ્યા 1,939 થઈ છે. સોમવારે નવા નોંધાયા તે કેસમાં અમદાવાદના 147, સૂરત 27, વડોદરા 8, અરવલ્લી 6, કચ્છ અને પંચમહાલ 2 તથા મહિસાગર અને મહેસાણાના 1 કેસનો સમાવેશ થાય છે. રાજ્યમાં નવા 8 મૃત્યુના કેસમાં અમદાવાદના 6 તથા સૂરતના 2 દર્દીઓનો સમાવેશ થાય છે. ગુજરાતમાં મૃત્યુના બનાવો પણ વધુ છે. અત્યાર સુધી નોંધાયેલા કુલ 67 મૃત્યુ પૈકી સોમવારે જ 8 દર્દીઓ કોરોનાનો ભોગ બન્યા હતા. આરોગ્ય સચિવ જયંતિ રવિ એ જણાવ્યું હતું કે આ કેસમાંથી 60 દર્દીઓ કોઈને કોઈ બિમારીથી પીડાતા હતા અથવા ખૂબ ઉંમરલાયક હતા. જ્યારે સ્વસ્થ અને યુવાન હોય તેવા માત્ર સાત દર્દીઓ છે. 

છેલ્લા ચાર દિવસથી પોઝિટિવ ઘટ્યા
સોમવારે એક હકારાત્મક બાબત એ નોંધાઇ હતી કે રાજ્યમાં ટેસ્ટની સંખ્યા વધી છે છતાં છેલ્લા ચાર દિવસથી વધતા પોઝિટિવ કેસમાં હવે ઘટાડો થયો છે. રવિવારે જ્યાં 367 પોઝિટિવ આવ્યા હતા ત્યારે સોમવારે તે ઘટીને 196 થયો છે. સોમવારે છેલ્લા 24 કલાકમાં કરાયેલા 4,212 પરીક્ષણ સામે 196 પોઝિટિવ તથા બાકીના તમામ નેગેટિવ આવ્યા છે. જોકે આ આંકમાં સતત ઘટાડો નોંધાય તો સ્થિતિ સુધરશે તેમ કહી શકાય.

ત્રણ જિલ્લામાંથી દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા
પોરબંદરમાં 3, સાબરકાંઠામાં 2 જ્યારે મોરબીમાં 1 કેસ નોંધાયા બાદ તેઓ સહુને સાજા થવા બદલ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં 24 કલાક દરમિયાન 26 લોકોને સાજા થતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. તેમાં માત્ર અમદાવાદના જ 20 દર્દીઓને સોમવારે હોસ્પિટલમાંથી સાજા થતાં રજા આપવામાં આવી હતી. કુલ 131ને ડિસ્ચાર્જ કરાયા છે.

મહાનગરોમાં 24મી એપ્રિલ સુધી કર્ફ્યૂ લંબાવાયો

રાજ્યમાં અમદાવાદના કોટ વિસ્તાર સહિત સુરત અને રાજકોટમાં કરફ્યુ લંબાવવામાં આવ્યો છે, રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ આ અંગેની જાહેરાત કરતા કહ્યું કે, રાજ્યના મોટાભાગના કેસ આ ત્રણેય શહેરોમાં નોંધાયા છે. જેને પગલે આ ત્રણેય શહેરમાં 24 એપ્રિલના સવારના 6 વાગ્યા સુધી કરફ્યુ લંબાવવામાં આવ્યો છે. અમદાવાદમાં 34 મોતમાંથી 25 મોત કોટ વિસ્તારના દર્દીના થયા છે. તેમજ રાજકોટમાં પણ 38 દર્દીમાંથી 30 દર્દી જંગલેશ્વરમાં નોંધાયા છે.

અમદાવાદમાં 61, સુરતમાં 25 અને વડોદરામાં 7 કેસ નવા કેસ
આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, આજે દિવસ દરમિયાન રાજ્યમાં 93 નવા કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 61, સુરતમાં 25 અને વડોદરામાં 7 કેસ નોંધાયા છે. આ સાથે કુલ દર્દી 1939 થયા છે. જ્યારે 25 સાજા થતા તેમને ડિસ્ચાર્જ કર્યાં છે. અત્યાર સુધીમાં 131ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેમજ આજે 4 દર્દીના મોત થતા મૃત્યુઆંક 71 થયો છે. 1939 દર્દીમાંથી 19 વેન્ટીલેટર પર, 1718ની હાલત સ્થિર અને 131 દર્દી સાજા થયા છે. 24 કલાક દરમિયાન 4212 ટેસ્ટ કર્યાં છે. જેમાંછી 196ના રિપોર્ટ પોઝિટિવ અને 4016ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. અત્યાર સુધીમાં 33316 ટેસ્ટ કરવામાં આવ્યા છે અને 1939ના રિપોર્ટ પોઝિટિવ અને 31377ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

આ પહેલા સવારે અમદાવાદમાં 91માંથી 66 હોટસ્પોટ વિસ્તારમાંથી, અરવલ્લીમાં 6, કચ્છમાં 2, મહિસાગરમાં 1, પંચમહાલમાં 2, રાજકોટમાં 2, સુરતમાં 2, વડોદરા અને મહેસાણામાં 1-1 કેસ પોઝિટિવ આવ્યા છે. આ સાથે 1851 પોઝિટિવ કેસ થયા છે. આજે 4 દર્દીના મોત નીપજ્યાં છે અને એક દર્દીને રજા આપવામાં આવી હોવાનું આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છે. રાજકોટમાં અને બનાસકાંઠામાં વધુ બે દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતા.

20 તારીખની સવારથી અત્યારસુધીની મહત્વપૂર્ણ ઘટનાઓ

>>રાજકોટના જંગલેશ્વરમાં માસ સેમ્પલિંગ બંધ કરવામાં આવ્યું છે. હવે લક્ષણો ધરાવતા અને પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા લોકોનું જ ટેસ્ટિંગ કરવામાં આવશે. નવી ગાઈડલાઈન મુજબ ટેસ્ટિંગ કરવામાં આવશે. હજી જંગલેશ્વરની 26 શેરીઓમાં ટેસ્ટિંગ કરવામાં આવ્યું નથી. 
>> ઉમંગ પટેલને 30 દિવસની સારવાર બાદ રજા અપાઈ, અત્યારે ગાંધીનગરમાં એક પણ કોરોનાનો દર્દી નથી

>> રાજ્યમાં તબલીઘ જમાતના વધુ ત્રણની ધરપકડ કરવામાં આવીઃ રાજ્ય પોલીસ વડા

>> પોરબંદર નગરપાલિકાના સ્ટેન્ડીગ કમિટીના સભ્ય લોક ડાઉનનો ભંગ કરતા ઝડપાયા 

>> રાજકોટ માર્કેટ યાર્ડમાં મળેલ બેઠક પૂર્ણ,  આવતીકાલથી યાર્ડમાં માત્ર ઘઉં ની ખરીદી કરવામાં આવશે
>> સુરતમાં શાકભાજી વેચનારા ઇસમમાં કોરોનાના લક્ષણ દેખાયા, સેમ્પલ લેવામાં આવ્યા

કર્ફ્યુગ્રસ્ત વિસ્તારમાં કડક અમલવારી, ડ્રોન અને CCTVથી સતત મોનિટરિંગઃ રાજ્ય પોલીસ વડા
લોકડાઉનમાં આંશિક છૂટછાટ અપાઈ રહી છે. કર્ફ્યુગ્રસ્ત વિસ્તારોમાં કર્ફ્યુનો કડક અમલ કરાવવામાં આવી રહ્યો છે. ડ્રોન અને સીસીટીવી કેમેરાથી સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં કાયદાનો ભંગ કરવાના 145 અને રાજકોટમાં 45 ગુના નોંધાયા છે. 
રાજ્યના અધિકારીઓ અલગ-અલગ વિસ્તારો પર ધ્યાન આપશેઃ અશ્વિની કુમાર 

 અમદાવાદમાં ટેસ્ટિંગના કારણે કેસોમાં વધારો આવ્યો છે. મુખ્યમંત્રીએ ટેસ્ટિંગ વધારવા સૂચના કરી છે. રાજ્યમાં કોરોના વાઈરસને ફેલાતો અટકાવવા માટે અધિકારીઓને અલગ-અલગ વિસ્તારોની જવાબદારી સોંપવામાં આવી છે. મુકેશપુરી અમદાવાદ એસવીપી હોસ્પિટલની સારવાર પર ધ્યાન આપશે. પુનમચંદ પરમાર વેન્ટીલેટર પર રહેલા દર્દીઓની સારવાર પર ધ્યાન આપશે. એ.કે.રાકેશ અમદાવાદ ગ્રામ્ય વસ્તારોમાં આરોગ્યલક્ષી કામગીરી પર ધ્યાન આપશે. લોકોને અનાજની મુશ્કેલી ન પડે એ માટે પણ ટીમની રચના કરવામાં આવી હોવાનું મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છે. અમદાવાદ 700, રાજકોટ 600, મોરબી 400, સુરત 150, કચ્છમાં 750 ઉદ્યોગો શરતોને આધિન શરૂ થયા છે. આજથી 66 લાખ કાર્ડધારકોના ખાતામાં 1000 રૂપિયા જમા કરાવવાની શરૂઆત કરવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યું હતું.

કેન્દ્ર સરકારે 5 ડોક્ટરોની ટીમ મોકલી
આ સ્થિતિ જોઇને કેન્દ્ર સરકારે પાંચ નિષ્ણાતોની ટીમ ગુજરાત મોકલી છે. આ ટીમે અમદાવાદમાં હોસ્પિટલો, પરિક્ષણ માટેની લેબ, તથા પ્રભાવિત વિસ્તારોમાં મુલાકાત લીધી હતી. આ ઉપરાંત તેમણે રાજ્ય સરકારના મુખ્ય સચિવ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. હજુ તેઓ આગામી દિવસોમાં રાજકોટ, વડોદરા અને સુરતની મુલાકાત કરશે. હજુ રાજ્યમાં આગામી બે સપ્તાહમાં કેસમાં વધારો થાય તેવો અંદાજ છે.

ક્લસ્ટર કન્ટેન્ટમેન્ટ ઝોનની સંખ્યા 127 થઈ
ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં કુલ ક્લસ્ટર કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યામાં ખુબ વધારો થયો છે. એક જ અઠવાડિયામાં કોરોનાના વધુ કેસ નોંધાયા અને તેની સાથે તે અન્ય વિસ્તારોમાં પ્રસરી રહ્યો હોઈ એક જ સપ્તાહમાં આવા ઝોન 27થી વધીને 127 થયાં છે જ્યારે તેમાં રહેતી વસ્તી 1.55 લાખથી સીધી 8.50 લાખ જેટલી વધી ગઈ છે. કુલ 1.79 લાખ પરિવારો હાલ આ ઝોનમાં આવે છે. અહીં આરોગ્ય તંત્ર દ્વારા કોરોના ના ચેપનો વ્યાપ અટકાવવા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે

અમદાવાદના કેસ ઉ.પ્ર. રાજ્ય કરતાં વધુ
અમદાવાદમાં 1101 કેસ પોઝિટિવ નોંધાયા છે. ઉત્તર પ્રદેશ સમગ્ર રાજ્યના કેસ 1084 છે. અમદાવાદની વસતી 75 લાખ છે જ્યારે ઉ.પ્ર.ની વસતી 22 કરોડ છે. એ રીતે જોઈએ તો અમદાવાદ શહેરના કેસનું પ્રમાણ ઉ.પ્ર. રાજ્ય કરતા પણ વધી ગયું છે. 

કુલ દર્દી 1939, 71ના મોત અને 131 ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ12483849
વડોદરા1880708
સુરત  2691011
રાજકોટ 380009
ભાવનગર320416
આણંદ280203
ભરૂચ 230102
ગાંધીનગર 170210
પાટણ150111
નર્મદા120000
પંચમહાલ 110200
બનાસકાંઠા100001
છોટાઉદેપુર070001
કચ્છ060100
મહેસાણા060000
બોટાદ050100
પોરબંદર030003
દાહોદ 030000
ખેડા 020000
ગીર-સોમનાથ020001
જામનગર010100
મોરબી 010000
સાબરકાંઠા020001
મહીસાગર030000
અરવલ્લી 070100
કુલ193971131
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો