તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના ગુજરાત LIVE:રાજ્યમાં કોરોનાના નવા 549 કેસ, 604 ડિસ્ચાર્જઃ કુલ 28,429 કેસ, 20 હજારથી વધુ સાજા થયા અને 1,711 દર્દીઓ મોતને ભેટ્યા

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદમાં 235, સુરતમાં 174, વડોદરામાં 42, જામનગરમાં 12, ભરૂચમાં 11 કેસ
  • ગાંધીનગરમાં 10, ભાવનગરમાં 8, નર્મદામાં 6, મહેસાણામાં 5, મહિસાગરમાં 4 કેસ
  • પંચમહાલમાં 4, કચ્છમાં 4, વલસાડમાં 4, નવસારીમાં 4, ગીર-સોમનાથમાં 3, સુરેન્દ્રનગરમાં 3 કેસ
  • સાબરકાંઠામાં 2, આણંદ 2, પાટણમાં 2, બોટાદમાં 2, છોટાઉદેપુરમાં 2, રાજકોટમાં 2 કેસ
  • અરવલ્લીમાં 1, ખેડામાં 1, દાહોદમાં 1, અમરેલીમાં 1, અન્ય રાજ્યના 3 કેસ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના જેટલા નવા કેસ નોંધાયા તેનાથી વધુ દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યાં છે. અમદાવાદમાં 39 દિવસ પછી મૃત્યુઆંક 15થી ઓછો નોંધાયો છે. 16 મેએ અમદાવાદમાં 14 વ્યક્તિના મોત થયા હતા. મંગળવારે સરકારની યાદી મુજબ અમદાવાદ શહેરમાં 13 લોકોના જ્યારે જિલ્લામાં 2 લોકોના મોત થયા હતા. સમગ્ર ગુજરાતમાં કુલ 549 નવા કેસ નોંધાયા તેની સામે 604 દર્દીઓ સાજા થઇને પરત ફર્યાં છે. એકલા અમદાવાદ શહેરની વાત કરીએ તો 230 નવા કેસની સામે 381 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યાં છે.

અત્યાર સુધી 1711 લોકોના મોત
ગુજરાતમાં આ સાથે અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસ 28,429 થયા છે, જ્યારે તેમાંથી 20,521 દર્દીઓએ કોરોનાને માત આપી છે. આ વાઇરસના સંક્રમણને કારણે અત્યાર સુધીમાં 1,711 લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. હાલ ગુજરાતનો સરેરાશ મૃત્યુદર 6.02 ટકા છે. આ 24 કલાક દરમિયાન 26 દર્દીનાં મૃત્યુ નોંધાયાં છે જેમાં અમદાવાદ શહેરમાં 13, સુરત શહેરમાં 5, અમદાવાદ જિલ્લામાં 2, ગાંધીનગરમાં 2 તથા સુરત જિલ્લો, દેવભૂમિ દ્વારકા, અમરેલી અને પાટણમાં 1-1 દર્દીનાં મોત થયાં છે. હજુ 62 દર્દીઓની હાલત ગંભીર હોવાથી તેઓ હાલ વેન્ટિલેટર પર છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 3.34 લાખ સેમ્પલ ટેસ્ટ કરાયાં છે.

પૂર્વ ડીજીપી એ.આઇ. સૈયદનું કોરોનાને કારણે નિધન
ગુજરાતના પૂર્વ ડીજીપી એ.આઇ. સૈયદનું કોરોનાને કારણે મંગળવારે સાંજે નિધન થયું હતું. તેઓ એપોલો હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા અને તબિયત થોડી ગંભીર થતાં તેઓ વેન્ટિલેટર પર હતા. નિવૃત્તિ બાદ સૈયદ ભાજપ સરકારની ખૂબ નજીક આવ્યા હતા. તેઓ ગુજરાત વક્ફ બોર્ડના અધ્યક્ષ તરીકે પણ રહી ચૂક્યા છે.

24 કલાકમાં ક્યાં કેટલા કેસ નોંધાયા
રાજ્યમાં નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદમાં 235, સુરતમાં 174, વડોદરામાં 42, જામનગરમાં 12, ભરૂચમાં 11, ગાંધીનગરમાં 10, ભાવનગરમાં 8, નર્મદામાં 6, મહેસાણામાં 5,  મહિસાગરમાં 4, પંચમહાલમાં 4, કચ્છમાં 4, વલસાડમાં 4, નવસારીમાં 4, ગીર-સોમનાથમાં 3, સુરેન્દ્રનગરમાં 3, સાબરકાંઠામાં 2, આણંદ 2, પાટણમાં 2, બોટાદમાં 2, છોટાઉદેપુરમાં 2, રાજકોટમાં 2, અરવલ્લીમાં 1, ખેડામાં 1, દાહોદમાં 1, અમરેલીમાં 1, અન્ય રાજ્યના 3 કેસ નોંધાયા છે. 

છેલ્લા 25 દિવસથી રાજ્યમાં દરરોજ 400થી વધુ અને અમદાવાદમાં 250થી વધુ કોરોનાના કેસ

તારીખ

કેસ(કૌંસમાં અમદાવાદના કેસ)
30 મે412(284)
31 મે438 (299)
1 જૂન423(314)
2 જૂન415(279)
3 જૂન485(290)
4 જૂન492(291)
5 જૂન510(324)
6 જૂન498(289)
7 જૂન480(318)
8 જૂન477(346)
9 જૂન470(331)
10 જૂન510(343)
11 જૂન513(330)
12 જૂન495(327)
13 જૂન517 (344)
14 જૂન511(334)
15 જૂન514(327)
16 જૂન524(332)
17 જૂન520(330)
18 જૂન510(317)
19 જૂન540(312)
20 જૂન539 (306)
21 જૂન580(273)
22 જૂન563(314)
23 જૂન549(235)

કુલ 28429 દર્દી, 1,711ના મોત અને  20,521 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ19,3861,36314,434
સુરત35401342471
વડોદરા1940471262
ગાંધીનગર58025375
ભાવનગર20813139
બનાસકાંઠા1678142
આણંદ15813131
અરવલ્લી17715139
રાજકોટ188597
મહેસાણા22010132
પંચમહાલ14415117
બોટાદ76266
મહીસાગર1302108
પાટણ1491297
ખેડા123587
સાબરકાંઠા1557102
જામનગર147369
ભરૂચ162677
કચ્છ117584
દાહોદ53043
ગીર-સોમનાથ58047
છોટાઉદેપુર43237
વલસાડ75348
નર્મદા59030
દેવભૂમિ દ્વારકા20114
જૂનાગઢ66138
નવસારી53137
પોરબંદર14210
સુરેન્દ્રનગર95450
મોરબી1015
તાપી605
ડાંગ404
અમરેલી47517
અન્ય રાજ્ય6018
કુલ28,4291,71120,521
0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો