કોરોના ગુજરાત LIVE:રાજ્યમાં કુલ 829 મોત અને 13,669 કેસ, 80 ટકા મોત અને 68 ટકા કેસ એકલા અમદાવાદમાં જ

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 24 કલાકમાં 396 નવા કેસ, 27 મૃત્યુ અને 289 ડિસ્ચાર્જ, રાજ્યમાં કુલ 13669 કેસ અને મૃત્યુઆંક 829
  • 178068 ટેસ્ટ કરાયા 13669 પોઝિટિવ જ્યારે 164399ના ટેસ્ટ નેગેટિવ
  • 13669 પોઝિટિવ કેસમાંથી 73 વેન્ટિલેટર પર, 6598 સ્ટેબલ, 6169 ડિસ્ચાર્જ થયા
  • 829 કુલ મોત માં 669 માત્ર અમદાવાદમાં મોત, 80% મોત અમદાવાદમાં
  • અમદાવાદમાં 277, સુરતમાં 29, વડોદરામાં 35 કેસ
  • ગાંધીનગરમાં 9, જૂનાગઢ 8, ગીર-સોમનાથ 6 કેસ
  • અવલ્લીમાં 5, રાજકોટ-મહેસાણામાં 4-4, આણંદ- તાપીમાં 3-3 કેસ
  • મહીસાગર, ખેડા, પાટણ, સુરેન્દ્રનગર અને અમરેલીમાં 2-2, મોરબી, પોરબંદર, નવસારીમાં 1-1 કેસ

રાજ્યમાં કોરોનાના કેસોમાં જરા પણ ઘટાડો નોંધાઈ રહ્યો નથી. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 396 કેસ નોઁધાયા છે, જ્યારે 27 લોકોના મોત થયા છે, તો 289 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી કોરોનાની અપડેટ વિગતો અનુસાર રાજ્યમાં કુલ પોઝિટિવ કેસોની સંખ્યા 13,669 જ્યારે મૃત્યુઆંક 829એ પહોંચ્યો છે. રાજ્યમાં 6,169 દર્દીઓને અત્યારસુધીમાં રજા આપવામાં આવી છે. જ્યારે રાજ્યના કુલ મોત 829માંથી 80 ટકા મોત એટલે કે 669 મોત માત્ર અમદાવાદમાં નોંધાયા છે અને કુલ 13,669 કેસમાંથી 68 ટકા કેસ એટલે કે 10001 કેસ પણ અમદાવાદમાં સામે આવ્યા છે.
 
રાજ્યમાં ક્યાં કેટલા નવા કેસ નોંધાયા
રાજ્યમાં નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદમાં 277, સુરતમાં 29, વડોદરામાં 35, ગાંધીનગરમાં 9,  જૂનાગઢ 8, ગીર-સોમનાથ 6, અવલ્લીમાં 5, રાજકોટ-મહેસાણામાં 4-4, આણંદ- તાપીમાં 3-3, મહીસાગર, ખેડા, પાટણ, સુરેન્દ્રનગર અને અમરેલીમાં 2-2, મોરબી, પોરબંદર, નવસારીમાં 1-1 કેસ નોંધાયા છે.  અત્યારસુધીમાં 13669 પોઝિટિવ કેસ નોઁધાયા છે. જેમાંથી 73 વેન્ટિલેટર પર, 6598ની હાલત સ્થિર, 6169 ડિસ્ચાર્જ થયા છે, જ્યારે 829 લોકોના મોત થયા છે. રાજ્યમાં અત્યારસુધીમાં 178068 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 13669 પોઝિટિવ જ્યારે 164399ના ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. 

છેલ્લા 25 દિવસથી રાજ્યમાં 300થી વધુ કેસ અને 24 દિવસ અમદાવાદમાં 250થી વધુ કેસ

તારીખ

કેસ(કૌંસમાં અમદાવાદના કેસ)
29 એપ્રિલ308 (250) 
30 એપ્રિલ313(249)
1 મે326 (267)
2 મે333 (250)
3 મે374 (274)
4 મે376 (259)
5 મે441(349) 
6 મે380 (291) 
7 મે388 (275) 
8 મે390 (269) 
9 મે394(280)
10 મે398 (278) 
11 મે347 (268)
12 મે362 (267) 
13 મે364 (292) 
14 મે324 (265)
15 મે340(261)
16 મે348(264)
17 મે391(276)
18 મે366(263)
19 મે395(262)
20 મે398(271)
21 મે371 (233)
22 મે363(275)
23 મે396(277)

કુલ 13,669 દર્દી, 828ના મોત અને 6169 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ100016693864
સુરત128560878
વડોદરા80635490
ગાંધીનગર21010113
ભાવનગર114888
બનાસકાંઠા99478
આણંદ90975
અરવલ્લી98377
રાજકોટ87255
મહેસાણા99454
પંચમહાલ72663
બોટાદ56154
મહીસાગર79140
પાટણ71429
ખેડા59329
સાબરકાંઠા63320
જામનગર46231
ભરૂચ37328
કચ્છ64112
દાહોદ32018
ગીર-સોમનાથ4403
છોટાઉદેપુર22017
વલસાડ1814
નર્મદા15013
દેવભૂમિ દ્વારકા12011
જૂનાગઢ2604
નવસારી1508
પોરબંદર604
સુરેન્દ્રનગર2303
મોરબી302
તાપી602
ડાંગ202
અમરેલી400
અન્ય રાજ્ય500
કુલ13,6698296169
અન્ય સમાચારો પણ છે...