કોરોના ગુજરાત LIVE:છેલ્લા 24 કલાકમાં કોરોનાના 372 નવા કેસ અને 608 ડિસ્ચાર્જ, 20ના મોત, કુલ કેસ 15,944-મૃત્યુઆંક 980

ગાંધીનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદમાં 253, સુરતમાં 45, વડોદરામાં 34, ગાંધીનગરમાં 8, મહેસાણામાં 7, છોટા ઉદેપુરમાં 7, કચ્છમાં 4 અને નવસારીમાં 2 કેસ
  • બનાસકાંઠા, રાજકોટ, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, ખેડા, ભરૂચ, સાબરકાંઠા, વલસાડ, જુનાગઢ, સુરેન્દ્રનગર અને અન્ય રાજ્યમાં 1-1 નવા કેસ
  • અમદાવાદમાં 18 અને સુરતમાં 2 દર્દીના મોત

રાજ્યમાં 28મેની સાંજથી 29મેની સાંજ સુધીમાં નવા 372 કેસો નોંધાયા છે અને 20ના મૃત્યુ થયા છે જ્યારે 608 દર્દી સાજા થયા છે. આમ અત્યાર સુધીમાં કુલ 15,944 કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક 980 થયો છે જ્યારે 8,609 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે.

કયા જિલ્લામાં કેટલા નવા કેસ
રાજ્યમાં જિલ્લા દીઠ નોંધાયેલા નવા કેસોની સંખ્યા જોઈએ તો અમદાવાદમાં 253, સુરતમાં 45, વડોદરામાં 34, ગાંધીનગરમાં 8, મહેસાણામાં 7, છોટા ઉદેપુરમાં 7, કચ્છમાં 4 અને નવસારીમાં 2 જ્યારે બનાસકાંઠા, રાજકોટ, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, ખેડા, ભરૂચ, સાબરકાંઠા, વલસાડ, જુનાગઢ, સુરેન્દ્રનગર અને અન્ય રાજ્યમાં 1-1 નવા કેસ નોંધાયા છે. કુલ 15,944 કેસમાંથી 68 દર્દી વેન્ટીલેટર પર છે અને 6,287ની હાલત સ્થિર છે. જ્યારે અત્યાર સુધીમાં 8,609 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે અને 980ના મૃત્યુ થઈ ચૂક્યા છે.
કોરોનાને રોકવાની જગ્યાએ સરકાર સંક્રમિતોનો આંકડો છુપાવવામાં વ્યસ્ત : કોંગ્રેસ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે “કોરોના મહામારી સામેની આ લડાઈમાં "ટેસ્ટીંગ અને સંક્રમીતોની માહિતી" એ બંને  મહત્વનાં પરિબળ છે ત્યારે ભાજપ સરકાર ગુજરાતનાં નાગરિકનો “માહિતીનો અધિકાર” જે લોકતાંત્રિક અધિકાર પણ છે તે  કેમ છીનવી રહી છે? ગુજરાતમાં રોગચાળાને લગતી માહિતી અંગેની આટલું અંધારપટ શું કામ ?  શું ભાજપ સરકાર કોરોના મહામારી સામે લડવામાં સદંતર નિષ્ફળતા નીવડી છે ? ગુજરાતની ભાજપ સરકારે “કોરોના મહામારીમાં આંકડાઓ છુપાવવા માટે પ્રયત્ન કરવા કરતાં પ્રામાણિક હોવું જરૂરી છે” મુખ્યમંત્રીએ જવાબદારી સ્વીકારી સાચી માહિતી લોકો સમક્ષ પ્રમાણિકતાથી મૂકાવી જોઈએ.
કોરોના ડેસ્કબોર્ડમાંથી પણ કોરોના સંક્રમીતોની માહિતી હટાવવી
ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે રાજ્યના નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા એ પ્રાથમિકતા હોવી જોઈએ એની બિલકુલ વિપરીત ભાજપ સરકાર ટેસ્ટીંગ તો ઘટાડી જ રહી છે સાથોસાથ રાજ્યના આરોગ્ય વિભાગે દ્વારા શહેર મુજબના કેસો, સંક્રમિતોના મૃત્યુ જેવી વિગતોનો પ્રસાર ન કરીને ગુજરાતનાં નાગરિકોના જાહેરઆરોગ્ય સાથે રમી રહી છે. ફૂલ ગુલાબી ચિત્ર લોકો સમક્ષ રજુમાં કરવામાં નિષ્ફળ થતા હવે પ્રેસ બ્રીફિંગ બંધ, કોરોના ડેસ્કબોર્ડમાંથી પણ કોરોના સંક્રમીતોની માહિતી હટાવવી,  પ્રેસ નોટમાં આકડાઓની ગુંચવણતા કરવી વગેરે જેવા હથકંડા અપનાવા મજબુર બની છે તે કેટલે અંશે વ્યાજબી? ભાજપ સરકાર કોરોના મહામારીમાં આંકડાઓ છુપાવવા પર ધ્યાન આપવાને બદલે ગુજરાત નાગરીકોની આરોગ્ય સેવા પર ધ્યાન કેન્દ્રિત કરે.

રાજ્યમાં કુલ 2,01,481 ટેસ્ટ, અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં પ્રતિ મિલિયન  9414.65 ટેસ્ટ
રાજ્યની જુદીજુદી હોસ્પિટલોમાં આવતા દર્દીઓ ઉપરાંત ICMR ની ગાઈડલાઈન પ્રમાણે અત્યાર સુધીમાં કુલ 2,01,481 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં પ્રતિ મિલિયન  9414.65 ટેસ્ટ કરવામાં આવ્યા છે. હાલ રાજ્યની 31 લેબમાં કોરોનાના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે જેમાંથી 19 લેબ સરકારી અને 12 લેબ ખાનગી છે.

છેલ્લા 31 દિવસથી રાજ્યમાં દરરોજ 300થી વધુ અને અમદાવાદમાં 250થી વધુ કોરોનાના કેસ

નોંધઃ અમદાવાદમાં 21 મે અને 28 મેના રોજ 250 કરતા ઓછા કેસ નોંધાયા છે

તારીખ

કેસ(કૌંસમાં અમદાવાદના કેસ)
29 એપ્રિલ308 (250) 
30 એપ્રિલ313(249)
1 મે326 (267)
2 મે333 (250)
3 મે374 (274)
4 મે376 (259)
5 મે441(349) 
6 મે380 (291) 
7 મે388 (275) 
8 મે390 (269) 
9 મે394(280)
10 મે398 (278) 
11 મે347 (268)
12 મે362 (267) 
13 મે364 (292) 
14 મે324 (265)
15 મે340(261)
16 મે348(264)
17 મે391(276)
18 મે366(263)
19 મે395(262)
20 મે398(271)
21 મે371 (233)
22 મે363(275)
23 મે396(277)
24 મે394(279)
25 મે405(310)
26 મે361(251)
27 મે376(256)
28 મે367(247)
29 મે372(253)

કુલ 15,944 દર્દી, 980ના મોત અને 8,609 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ 11,597798 5,799
સુરત1510671042
વડોદરા98139548
ગાંધીનગર24913148
ભાવનગર120899
બનાસકાંઠા104483
આણંદ971078
અરવલ્લી103397
રાજકોટ104269
મહેસાણા112470
પંચમહાલ82770
બોટાદ59154
મહીસાગર114241
પાટણ76661
ખેડા65447
સાબરકાંઠા98339
જામનગર52235
ભરૂચ38334
કચ્છ79243
દાહોદ36026
ગીર-સોમનાથ45027
છોટાઉદેપુર31022
વલસાડ35110
નર્મદા18013
દેવભૂમિ દ્વારકા12011
જૂનાગઢ29012
નવસારી25011
પોરબંદર804
સુરેન્દ્રનગર33110
મોરબી402
તાપી602
ડાંગ202
અમરેલી802
અન્ય રાજ્ય1100
કુલ15,9449808,609
અન્ય સમાચારો પણ છે...