તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજ્યમાં પહેલીવાર છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસો કરતા ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા વધારે છે. રાષ્ટ્રીય ડિસ્ચાર્જ રેટ 30.75% છે જ્યારે ગુજરાતનો ડિસ્ચાર્જ દર 32.64% થયો છે. 1 મેનાં દિવસે ડિસ્ચાર્જ રેટ 15.58% હતો, જે બમણો થઈ ગયો છે. રાજ્યમાં કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવે જણાવ્યું હતું કે, નવી ગાઈડાલાઈન પ્રમાણે રાજ્યમાં 454 દર્દીને રજા આપી છે. જ્યારે 24 કલાકમાં 398 નવા કેસ નોંધાયા છે અને 21 દર્દીના મોત થયા છે. આમ અત્યાર સુધીમાં 8195 દર્દી નોંધાયા છે જ્યારે મૃત્યુઆંક 493 થયો છે અને 2545 દર્દી સાજા થયા છે. નવા નોંધાયેલો કેસોમાં અમદાવાદમા 278, સુરતમાં 41, વડોદરામાં 25, ગાંધીનગરમાં 10, મહેસાણા અને ગીર-સોમનાથમાં 8-8, સાબરકાંઠામાં 6, બનાસકાંઠામાં 4, પાટણ અને બોટાદમાં 3-3, પંચમહાલ, અરવલ્લી અને સુરેન્દ્રનગરમાં 2-2 તેમજ આણંદ, કચ્છ અને મોરબીમાં 1-1 કેસ નોંધાયા છે.
10 મેની સવારથી અત્યારસુધીની મહત્વપૂર્ણ ઘટનાઓ
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતના કેટલાક ભાગોમાં લોકડાઉન હળવું થઈ શકે
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતના કેટલાક ભાગોમાં લોકડાઉન હળવું કરવા ગંભીર વિચારણા કરાઈ રહી છે. જન જીવન ફરીથી ધબકતું કરવા ગંભીર ચર્ચાઓનો દોર ચાલી રહ્યો છે. ટૂંક સમયમાં જાહેરાત થવાની શક્યતા છે.
વડગામના ફતેગઢમાં જમાતમાંથી આવેલા 40 લોકોને ક્વૉરન્ટીન કરાયા
બનાસકાંઠાના વડગામ તાલુકાના ફતેગઢ ગામે કર્ણાટક અને આંધ્રપ્રદેશથી આવેલા 40 જમાતીઓને ફતેગઢ મદ્રેસામાં ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે અને તેમની મેડિકલ તપાસ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આ જગ્યા પર ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
રાજ્યભરમાંથી 387 દર્દીઓને રજા આપવામાં આવી
કોરોનાને લઇને ભારત સરકાર દ્વારા નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. આ માર્ગદર્શિકા પ્રમાણે રાજ્યમાંથી આજે કુલ 387 દર્દીઓને હોમ આઇસોલેશન માટે રજા આપવામાં આવી છે. જેમાં અમદાવાદમાં 250, વડનગરમાં 34 સુરતમાં 35, વડોદરામાં 20 , રાજકોટમાં 15 , આણંદમાં 17 , ભાવનગરમાં 10, મહીસાગરમાં 5 અને અરવલ્લીમાં 1 દર્દીને આજે રજા આપવામાં આવી છે.
પગપાળા જતા લોકોને શેલ્ટર હોમમાં રાખી વતન પહોંચાડવાની કાર્યવાહી કરવામાં આવેઃ DGP
રાજ્ય પોલીસવડાએ જણાવ્યું છેકે શ્રમિકો પોતાના વતન જવા ઇચ્છતા હોય તેમને વતન મોકલવાની કામગારી ચાલી રહી છે. તેમ છતાં અમુક સ્થળોએ લોકો ચાલતા વતન જવા નીકળ્યા હોવાનું ધ્યાને આવ્યું છે. આ સંદર્ભે તમામ એકમોને સૂચન કરવામાં આવ્યા છે કે તેમને રોકીને શેલ્ટર હોમમાં રાખવામાં આવે અને વહીવટી તંત્રના સંકલનમાં રહીને આ લોકોને વતન પહોંચાડવાની જરૂરી કાર્યવાહી કરવામાં આવે.. અમુક લોકો સ્વાસ્થ્ય પર જોખમ ઉભુ થાય તેવા કૃત્ય કરે છે આવા લોકોને ઓળખીને ગુનો દાખલ કરવામાં આવી રહ્યો છે. જે લોકો આંતરજિલ્લા મુવમેન્ટ કરવા માગે છે તેઓ શક્ય હોય ત્યાં સુધી અવર જવર ટાળે. અમુક કિસ્સામાં આ રીતે આંતરરાજ્ય મૂવમેન્ટના કારણે બીજા જિલ્લામાં ચેપ લાગ્યાના બનાવો બન્યા છે. ત્યારે બિનજરૂરી અવર જવર ટાળો અને બહુ જરૂરી હોય તો અધિકૃત પાસ લઇને જાઓ અને ક્વોરન્ટીન થઇને રહો.
સામાન્ય લક્ષણ ધરાવતા દર્દીને 10 દિવસની સારવાર બાદ રજા આપી શકાશેઃ અશ્વિની કુમાર
મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છેકે, સમગ્ર દેશમાં કોરોનાની સારવાર માટે પ્રોટોકોલ આઇસીએમઆર દ્વારા નક્કી કરવામાં આવે છે. કોરોનાની સારવાર કેવી રીતે કરવી તેની ગાઇડલાઈન આઇસીએમઆર દ્વારા બહાર પાડવામાં આવે છે. દરેક રાજ્યમાં એ ગાઇડલાઇન પ્રમાણે સારવાર કરવામાં આવે છે. ગઇકાલે કોવિડની ગાઈડલાઇનમાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં હવે જો કોરોનાનો દર્દી કોઇ લક્ષણ ધરાવતો ન હોય અથવા નજીવા લક્ષણ હોય અને હોસ્પિટલમાં દાખલ થાય તો 10 દિવસની સારવાર પછી રજા આપી શકાય છે અને રજા આપતા પહેલા ટેસ્ટ કરવાની જરૂર નથી. ડિસ્ચાર્જ આપતી વખતે ત્રણ દિવસ અગાઉ સુધી કોઇ બીમારીના લક્ષણ હોવા જોઇએ નહીં. સામાન્ય લક્ષણો સાથે કોરોનાનો દર્દી હોસ્પિટલમાં દાખલ થાય તો તેને કોઇપણ જાતના ટેસ્ટ વગર 10 દિવસ બાદ રજા આપી શકાય છે. ગંભીર લક્ષણ ધરાવતા દર્દીને સંપૂર્ણ સારવાર કર્યા પછી સાજા થાય પછી એક ટેસ્ટ કર્યા બાદ તેનો રિપોર્ટ નેગેટિવ આવે તો ટ્રિટમેન્ટનો સમય પૂર્ણ થયા બાદ રજા આપી શકાશે.
14 અધિકારીઓને સોંપાઇ અલગ-અલગ જિલ્લાની કામગીરી
ગુજરાતમાં કહેર મચાવી રહેલા કોરોનાને કાબુમાં લેવા માટે આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ જિલ્લાની કોરોનાની સ્થિતિ અંગેનો સંપૂર્ણ રિપોર્ટ તૈયાર કરવા માટે 14 ઉચ્ચ અધિકારીઓને કામગીરી સોંપી છે, જેઓ બે દિવસ સુધી જિલ્લાની મુલાકાત લઈ રિપોર્ટ તૈયાર કરશે અને તેનું પ્રેઝન્ટેશન આરોગ્ય કમિશનર સમક્ષ કરશે જેના આધારે નવી વ્યૂહરચના ગોઠવાશે.
ગાંધીનગરમાં મત્રીઓના નિવાસસ્થાન નજીક શ્રમિકોની ભીડ જામી
વતન જવા માટે શ્રમિકોની ભીડ ગાંધીનગર બસ સ્ટોપ પાસે ઉમટી છે. જ્યાં તેમની નોંધણી કરવામાં આવી રહી છે. શ્રમિકો ટ્રકોમાં બેસીને ગાંધીનગર પહોંચ્યા છે. મંત્રીઓના નિવાસ્થાનેથી 2 કિ.મી. દૂર સોશિયલ ડિસ્ન્સટિંગની લીરેલીરા ઉડતાં જોવા મળ્યા હતા.
કુલ 8195 દર્દી, 493ના મોત અને 2545ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)
શહેર | પોઝિટિવ કેસ | મોત | ડિસ્ચાર્જ |
અમદાવાદ | 5818 | 381 | 1373 |
વડોદરા | 518 | 31 | 291 |
સુરત | 895 | 39 | 468 |
રાજકોટ | 66 | 01 | 30 |
ભાવનગર | 94 | 06 | 42 |
આણંદ | 78 | 06 | 63 |
ભરૂચ | 28 | 02 | 25 |
ગાંધીનગર | 129 | 05 | 32 |
પાટણ | 27 | 01 | 19 |
નર્મદા | 12 | 00 | 12 |
પંચમહાલ | 61 | 04 | 27 |
બનાસકાંઠા | 81 | 03 | 33 |
છોટાઉદેપુર | 14 | 00 | 13 |
કચ્છ | 08 | 01 | 06 |
મહેસાણા | 50 | 01 | 20 |
બોટાદ | 56 | 01 | 16 |
પોરબંદર | 03 | 00 | 03 |
દાહોદ | 20 | 00 | 04 |
ખેડા | 29 | 01 | 08 |
ગીર-સોમનાથ | 12 | 00 | 03 |
જામનગર | 26 | 02 | 02 |
મોરબી | 02 | 00 | 01 |
સાબરકાંઠા | 23 | 02 | 03 |
મહીસાગર | 44 | 01 | 13 |
અરવલ્લી | 73 | 02 | 22 |
તાપી | 02 | 00 | 02 |
વલસાડ | 06 | 01 | 04 |
નવસારી | 08 | 00 | 07 |
ડાંગ | 02 | 00 | 02 |
દેવભૂમિ દ્વારકા | 04 | 00 | 00 |
સુરેન્દ્રનગર | 03 | 00 | 01 |
જૂનાગઢ | 02 | 00 | 00 |
અન્ય રાજ્ય | 01 | 00 | 00 |
કુલ | 8195 | 493 | 2545 |
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.