કોરોના ગુજરાત LIVE:ગુજરાતમાં આજે 563 કેસ, 560 ડિસ્ચાર્જઃ 21ના મોત સાથે મૃત્યુઆંક 1685, કુલ 27,880 કેસ થયા

ગાંધીનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદમાં 16 અને સુરતમાં 5 દર્દીના મોત
  • અમદાવાદમાં 314, સુરતમાં 132, વડોદરામાં 44, જામનગરમાં 10, ગાંધીનગરમાં 7, જૂનાગઢમાં 7, નર્મદામાં 7, આણંદમાં 6, ભરૂચમાં 5, મહેસાણામાં 4 નવા કેસ
  • ભાવનગરમાં 3, પાટણમાં 3, ખેડામાં 3, મહીસાગર, સાબરકાંઠા, બોટાદ, ગીર-સોમનાથ, વલસાડ, અમરેલીમાં 2-2 અને બનાસકાંઠા, રાજકોટ, પંચમહાલ, કચ્છ, સુરેન્દ્રનગર અને નવસારીમાં 1-1 નવા કેસ

ગુજરાતમાં સોમવારે કોરોનાના નવા 563 કેસ નોંધાયા હતાં અને તેની સાથે કુલ સંખ્યા 27,880 થઇ છે. પરંતુ છેલ્લાં સાત દિવસમાં કુલ કેસની સંખ્યાની સાપેક્ષે થયેલાં મૃત્યુનું પ્રમાણ જોઇએ તો તે 4.71 ટકા થયું છે. હાલ જ્યાં ગુજરાતનો સરેરાશ મૃત્યુદર પણ ઘટીને 6.30થી 6.04 ટકા થયો છે, ત્યાં છેલ્લાં સપ્તાહનો સરેરાશ મૃત્યુદર તેનીથી પણ નીચો છે. છેલ્લાં સાત દિવસમાં નોંધાયેલાં 3,776 નવા કેસની સામે 178 મૃત્યુ નોંધાયાં છે. સોમવારે ગુજરાતમાં કુલ એકવીસ દર્દીઓના મૃત્યુ થયાં હતા.

કયા જિલ્લામાં કેટલા કેસ અને મોત
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં નોંધાયેલા નવા કોરોનાના કેસોની વાત કરીએ તો અમદાવાદમાં 314, સુરતમાં 132, વડોદરામાં 44, જામનગરમાં 10, ગાંધીનગરમાં 7, જૂનાગઢમાં 7, નર્મદામાં 7, આણંદમાં 6, ભરૂચમાં 5, મહેસાણામાં 4, ભાવનગરમાં 3, પાટણમાં 3,ખેડામાં 3,મહીસાગર,સાબરકાંઠા,બોટાદ, ગીર-સોમનાથ,વલસાડ, અમરેલીમાં 2-2 અને બનાસકાંઠા, રાજકોટ, પંચમહાલ, કચ્છ, સુરેન્દ્રનગર અને નવસારીમાં 1-1 નવા કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં 16 અને સુરતમાં 5 દર્દીના મોત થયા છે.

રાજ્યમાં કુલ 3 લાખ 29 હજાર 343 ટેસ્ટ
ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 3 લાખ 29 હજાર 343 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે 2 લાખ 24 હજાર 139 લોકો ક્વોરન્ટીન છે. 

છેલ્લા 24 દિવસથી રાજ્યમાં દરરોજ 400થી વધુ અને અમદાવાદમાં 250થી વધુ કોરોનાના કેસ

તારીખ

કેસ(કૌંસમાં અમદાવાદના કેસ)
30 મે412(284)
31 મે438 (299)
1 જૂન423(314)
2 જૂન415(279)
3 જૂન485(290)
4 જૂન492(291)
5 જૂન510(324)
6 જૂન498(289)
7 જૂન480(318)
8 જૂન477(346)
9 જૂન470(331)
10 જૂન510(343)
11 જૂન513(330)
12 જૂન495(327)
13 જૂન517 (344)
14 જૂન511(334)
15 જૂન514(327)
16 જૂન524(332)
17 જૂન520(330)
18 જૂન510(317)
19 જૂન540(312)
20 જૂન539 (306)
21 જૂન580(273)
22 જૂન563(314)

કુલ 27,880 દર્દી, 1,685ના મોત અને  19,917 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ19,1151,34814,013
સુરત33651282384
વડોદરા1898471246
ગાંધીનગર57023359
ભાવનગર20013136
બનાસકાંઠા1678139
આણંદ15613129
અરવલ્લી17615136
રાજકોટ186596
મહેસાણા21510132
પંચમહાલ14015113
બોટાદ74260
મહીસાગર1262108
પાટણ1471196
ખેડા122585
સાબરકાંઠા1537102
જામનગર135368
ભરૂચ151658
કચ્છ113580
દાહોદ52043
ગીર-સોમનાથ55047
છોટાઉદેપુર41236
વલસાડ71348
નર્મદા53025
દેવભૂમિ દ્વારકા20014
જૂનાગઢ66133
નવસારી49137
પોરબંદર14210
સુરેન્દ્રનગર92449
મોરબી1015
તાપી605
ડાંગ404
અમરેલી46414
અન્ય રાજ્ય5718
કુલ27,8801,68519,917
અન્ય સમાચારો પણ છે...