કોરોના ગુજરાત LIVE:ગુજરાતમાં 3350 નવા કેસ, ડિસેમ્બર આખામાં 4256 સામે જાન્યુ.ના 5 દિવસમાં જ 100% વૃદ્ધિ સાથે 8911 કેસ નોંધાયા

12 દિવસ પહેલા
  • અમદાવાદમાં 34 સહિત રાજ્યમાં ઓમિક્રોનના વધુ 50 કેસ, સળંગ ત્રણ દિવસથી કોરોનાના રોજ 1000 કેસ વધ્યા
  • 19 મે પછી પહેલીવાર અમદાવાદમાં 1660 નવા કેસ નોંધાયા, સુરતમાં પણ એક જ દિવસમાં 690 કેસથી હાહાકાર
  • મિત્ર ગઢવી, હેમાંગ દવે, દીક્ષા જોશી સહિતના ગુજરાતી કલાકારો કોરોનાગ્રસ્ત થયા

રાજ્યમાં નવા વર્ષમાં કોરોના-ઓમિક્રોનમાં કેસનો ધડાકો થયો છે. ગઈકાલે 7 મહિના બાદ પહેલીવાર 3000થી વધારે કેસ નોંધાયા હતા. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3350 નવા કેસ નોંધાયા હતા. એ પહેલા 29 મેના રોજ 2230 કેસ હતા. અમદાવાદમાં એક જ દિવસમાં કેસમાં બમણો વધારો થઈને કુલ 1660 કેસ નોઁધાયા હતા. બીજીતરફ આજે ઓમિક્રોનના કેસમાં પણ વધારો થયો છે. આજે રાજ્યમાં 50 નવા ઓમિક્રોનના કેસ નોંધાયા છે. જેમા 34 કેસ તો માત્ર અમદાવાદના જ છે. સાથે જ હવે ગુજરાતી કલાકારો પણ કોરોનાગ્રસ્ત થયા છે. મિત્ર ગઢવી, હેમાંગ દવે, રોનક કામદાર, દીક્ષા જોશી, પાર્થ ઓઝાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

10994 એક્ટિવ કેસ અને 32 દર્દી વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 40 હજાર 643ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 126 છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 19 હજાર 523 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 10994 એક્ટિવ કેસ છે, જેમાંથી 32 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 10962 દર્દીની હાલત સ્થિર છે.

રાજ્યમાં આજે કોરોનાથી એકનું મોત
ગુજરાતમાં ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયાથી જ કોરોનાના નવા કેસ તેમજ મોતની આંકડામાં વધારો નોંધાયો હતો. પરંતુ જાન્યુઆરી 2022થી તો કોરોના રોકેટની ગતિએ ગુજરાતમાં વધી રહ્યો છે સાથે જ મોતના આંકડામાં પણ વધારો થયો છે. ગત 1 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર સુધીમાં કોરોનાના કારણે 6 દર્દીઓના મોત થયા હતા જ્યારે જાન્યુઆરી મહિનાના માત્ર 5 જ દિવસમાં કોરોનાના કારણે 8 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આજે અમરેલીમાં કોરોનાથી એકનું મોત નોંધાયું છે. જ્યારે 4 જાન્યુઆરીએ ભાવનગર અને નવસારી જિલ્લામાં 1-1 મળી કુલ 2 દર્દીના મોત થયાં હતા. એ અગાઉ 3 જાન્યુઆરીએ જામનગર શહેરમાં 2 અને નવસારી જિલ્લામાં 1 એમ કુલ 3નાં મોત થયાં હતાં. તો 2 જાન્યુઆરીએ નવસારીમાં કોરોનાથી એકનું મોત નિપજ્યું હતું.

રાજ્યમાં ઓમિક્રોનના 50 નવા કેસ નોંધાયા
કોરોનાની સાથે ઓમિક્રોનના કેસ પણ ધીરે-ધીરે વધી રહ્યા છે. ગઈકાલે રાજ્યમાં માત્ર 2 જ ઓમિક્રોનના દર્દીઓ નોંધાયા હતા. પરંતુ આજે એક જ દિવસમાં રાજ્યમાં સૌથી વધુ 50 નવા કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ શહેરમાં 34 ઓમિક્રોનના કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 204 ઓમિક્રોનના કેસ નોંધાયા છે. જ્યારે 112 દર્દીઓ ડિસ્ચાર્જ થયા હતા. ઓમિક્રોનના એક પણ દર્દીનું હજુ સુધી રાજ્યમાં મોત થયું નથી.

1 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 ડિસેમ્બર45261
2 ડિસેમ્બર50241
3 ડિસેમ્બર45450
4 ડિસેમ્બર44360
5 ડિસેમ્બર48241
6 ડિસેમ્બર38370
7 ડિસેમ્બર61390
8 ડિસેમ્બર67220
9 ડિસેમ્બર69270
10 ડિસેમ્બર63393
11 ડિસેમ્બર71270
12 ડિસેમ્બર56320
13 ડિસેમ્બર58561
14 ડિસેમ્બર55481
15 ડિસેમ્બર53530
16 ડિસેમ્બર68430
17 ડિસેમ્બર60581
18 ડિસેમ્બર68740
19 ડિસેમ્બર51550
20 ડિસેમ્બર70631
21 ડિસેમ્બર87732
22 ડિસેમ્બર91412
23 ડિસેમ્બર111782
24 ડિસેમ્બર98693
25 ડિસેમ્બર179342
26 ડિસેમ્બર177660
27 ડિસેમ્બર204651
28 ડિસેમ્બર394591
29 ડિસેમ્બર548651
30 ડિસેમ્બર5731022
31 ડિસેમ્બર654630
1 જાન્યુઆરી10691031
2 જાન્યુઆરી9681411
3 જાન્યુઆરી12591513
4 જાન્યુઆરી22652402
5 જાન્યુઆરી33502361
કુલ આંક13,167241434

રાજ્યમાં કુલ 840,642 કેસ, 10,126 દર્દીના મોત અને 819,523 દર્દી ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ244,838235,7303,412
સુરત146,231142,2231,957
વડોદરા79,28077,859788
રાજકોટ58,76557,500732
જામનગર35,20334,612483
મહેસાણા24,48924,259177
ભાવનગર21,61521,188303
ગાંધીનગર21,06520,589205
જૂનાગઢ20,59320,289271
બનાસકાંઠા13,65813,480162
કચ્છ12,91312,613145
પંચમહાલ11,82511,70370
પાટણ11,62711,505129
ભરૂચ11,57611,335118
અમરેલી10,85110,724103
ખેડા10,77510,47149
દાહોદ9,9979,93038
આણંદ1,0479,65251
સાબરકાંઠા9,3649,172157
ગીર-સોમનાથ8,6118,52967
મહીસાગર8,2428,12372
સુરેન્દ્રનગર8,1457,992136
નવસારી7,4667,29830
મોરબી6,5956,41887
વલસાડ6,6806,46060
નર્મદા5,9595,94115
અરવલ્લી5,2035,10979
તાપી4,4694,42424
દેવભૂમિ દ્વારકા4,2114,09883
પોરબંદર3,5133,48021
છોટાઉદેપુર3,3953,35738
બોટાદ2,2192,17642
ડાંગ87084718
અન્ય રાજ્ય1621593
કુલ840,642819,52310,126
અન્ય સમાચારો પણ છે...