તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના ગુજરાત LIVE:રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 394 નવા કેસ નોંધાતા કુલ કેસ 14000ને પાર, 29ના મોત સાથે મૃત્યુઆંક 858

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદમાં 28 અને સુરતમાં 1 દર્દીનું મોત
  • 8 દર્દીના કોરોનાથી અને 21ના અન્ય બીમારી, હાઈરિસ્ક અને કોરોનાને કારણ મોત
  • અમદાવાદમાં 279, સુરતમાં 35, વડોદરામાં 30, સાબરકાંઠામાં 14, ગાંધીનગરમાં 11, રાજકોટમાં 5, દાહોદમાં 4 અને ખેડામાં 3
  • મહેસાણા, પંચમહાલ, મહીસાગર, અન્ય રાજ્યમાં 2-2 જ્યારે ભાવનગર, આણંદ, અરવલ્લી, જામનગર અને વલસાડ માં 1-1 કેસ
  • કુલ 14,063 દર્દીમાંથી 67 વેન્ટીલેટર પર, 6,726ની હાલત સ્થિર અને 858ના મોત
  • રાજ્યમાં અત્યાર સુધીમાં 1,82,869 ટેસ્ટ કર્યાં, 14063ના રિપોર્ટ પોઝિટિવ અને 1,68, 806ના રિપોર્ટ નેગેટિવ આવ્યા

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 394 નવા કેસ નોંધાતા કુલ કેસ 14000ને વટાવીને 14063 થઈ ગયા છે જ્યારે  29ના મોત સાથે મૃત્યુઆંક 858એ પહોંચ્યો છે.

રાજ્યમાં કુલ 1,82,869 ટેસ્ટ, 63 દર્દી વેન્ટીલેટર પર 
આરોગ્ય વિભાગે આપેલી માહિતી મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 394 નવા કેસ નોંધાયા છે અને 29 દર્દીના મોત થયા છે. નવા નોંધાયેલા 29 મૃત્યમાંથી 8 દર્દીના કોરોનાથી અને 21ના અન્ય બીમારી, હાઈરિસ્ક અને કોરોનાને કારણ મોત થયા છે. હાલ કુલ 14,063 દર્દીમાંથી 67 દર્દી વેન્ટીલેટર પર છે જ્યારે 6,726 દર્દીની હાલત સ્થિર છે અને 858ના મોત થઈ ચૂક્યા છે. તેમજ ટેસ્ટિંગની વાત કરવામાં આવે તો રાજ્યમાં અત્યાર સુધીમાં 1,82,869 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં 14063ના રિપોર્ટ પોઝિટિવ અને 1,68, 806ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

કયા જિલ્લામાં કેટલા નવા કેસ
જ્યારે 394 નવા કેસનું બ્રેકઅપ જોઈએ તો અમદાવાદમાં 279, સુરતમાં 35, વડોદરામાં 30, સાબરકાંઠામાં 14,  ગાંધીનગરમાં 11, રાજકોટમાં 5, દાહોદમાં 4  ખેડામાં 3, મહેસાણા, પંચમહાલ, મહીસાગર, અન્ય રાજ્યમાં 2-2 જ્યારે ભાવનગર, આણંદ, અરવલ્લી, જામનગર અને વલસાડ માં 1-1 કેસ નોંધાયા છે.

છેલ્લા 26 દિવસથી રાજ્યમાં 300થી વધુ અને 25 દિવસથી અમદાવાદમાં 250થી વધુ કેસ

તારીખ

કેસ(કૌંસમાં અમદાવાદના કેસ)
29 એપ્રિલ308 (250) 
30 એપ્રિલ313(249)
1 મે326 (267)
2 મે333 (250)
3 મે374 (274)
4 મે376 (259)
5 મે441(349) 
6 મે380 (291) 
7 મે388 (275) 
8 મે390 (269) 
9 મે394(280)
10 મે398 (278) 
11 મે347 (268)
12 મે362 (267) 
13 મે364 (292) 
14 મે324 (265)
15 મે340(261)
16 મે348(264)
17 મે391(276)
18 મે366(263)
19 મે395(262)
20 મે398(271)
21 મે371 (233)
22 મે363(275)
23 મે396(277)
24 મે394(279)

કુલ 14,063 દર્દી, 858ના મોત અને 6412 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ102806974051
સુરત132061897
વડોદરા83635497
ગાંધીનગર22110114
ભાવનગર115891
બનાસકાંઠા99478
આણંદ91975
અરવલ્લી99377
રાજકોટ92255
મહેસાણા101455
પંચમહાલ74663
બોટાદ56154
મહીસાગર81141
પાટણ71430
ખેડા62330
સાબરકાંઠા77320
જામનગર47231
ભરૂચ37328
કચ્છ64112
દાહોદ36018
ગીર-સોમનાથ44021
છોટાઉદેપુર22021
વલસાડ1914
નર્મદા15013
દેવભૂમિ દ્વારકા12011
જૂનાગઢ2604
નવસારી1508
પોરબંદર604
સુરેન્દ્રનગર2303
મોરબી302
તાપી602
ડાંગ202
અમરેલી400
અન્ય રાજ્ય700
કુલ14,0638586412

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો