કોરોના ગુજરાત LIVE:24 કલાકમાં નવા 423 કેસ અને 25 દર્દીના મોત, રાજ્યમાં કુલ કેસ 17217-મૃત્યુઆંક 1063 તો 10 હજારથી વધુ ડિસ્ચાર્જ

અમદાવાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યમાં દર્દીઓ સાજા થવાનો દર 62.61 ટકા થયો
  • અમદાવાદમાં 314, સુરતમાં 39, વડોદરામાં 31, ગાંધીનગરમાં 11 કેસ
  • મહેસાણામાં 6, બનાસકાંઠામાં 3, રાજકોટમાં 3, સાબરકાંઠામાં 3 કેસ
  • આણંદ અને પોરબંદરમાં 2-2, ભાવનગર, અરવલ્લી, પંચમહાલ 1-1 કેસ
  • મહીસાગર, વલસાડ, સુરેન્દ્રનગરમાં 1-1 અને અન્ય રાજ્યમાં 2 કેસ
  • 5374 દર્દી એક્ટિવ જેમાંથી 65 વેન્ટિલેટર પર અને 5309 દર્દીઓની હાલત સ્થિર

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 423 કેસ નોંધાયા છે. જ્યારે 25 દર્દીઓના મૃત્યુ થયા છે. રાજ્ય સરકારે આપેલી માહિતી પ્રમાણે અત્યારસુધીમા રાજ્યમાં આજે સૌથી વધુ દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 861 દર્દીઓને રજા આપવામાં આવી છે. આ સાથે જ રાજ્યમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 17217 થઇ છે, જ્યારે કુલ મૃત્યુઆંક 1063 દર્દીના મોત નીપજ્યાં છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 10780 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે.

રાજ્યમાં ક્યાં કેટલા નવા કેસ નોંધાયા
રાજ્યમાં નવા નોંધાયેલા કેસ અગે વિગતો મેળવીએ તો અમદાવાદમાં 314, સુરતમાં 39, વડોદરામાં 31, ગાંધીનગરમાં 11, મહેસાણામાં 6, બનાસકાંઠામાં 3, રાજકોટમાં 3, સાબરકાંઠામાં 3, આણંદ અને પોરબંદરમાં 2-2, ભાવનગર, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, વલસાડ, સુરેન્દ્રનગરમાં 1-1 અને અન્ય રાજ્યમાં 2 કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ 5374 દર્દી એક્ટિવ છે. જેમાંથી 65 વેન્ટિલેટર પર અને 5309 દર્દીઓની હાલત સ્થિર છે. 

છેલ્લા 34 દિવસથી રાજ્યમાં દરરોજ 300થી વધુ અને અમદાવાદમાં 250થી વધુ કોરોનાના કેસ

નોંધઃ અમદાવાદમાં 21 મે અને 28 મેના રોજ 250 કરતા ઓછા કેસ નોંધાયા છે

તારીખ

કેસ(કૌંસમાં અમદાવાદના કેસ)
29 એપ્રિલ308 (250) 
30 એપ્રિલ313(249)
1 મે326 (267)
2 મે333 (250)
3 મે374 (274)
4 મે376 (259)
5 મે441(349) 
6 મે380 (291) 
7 મે388 (275) 
8 મે390 (269) 
9 મે394(280)
10 મે398 (278) 
11 મે347 (268)
12 મે362 (267) 
13 મે364 (292) 
14 મે324 (265)
15 મે340(261)
16 મે348(264)
17 મે391(276)
18 મે366(263)
19 મે395(262)
20 મે398(271)
21 મે371 (233)
22 મે363(275)
23 મે396(277)
24 મે394(279)
25 મે405(310)
26 મે361(251)
27 મે376(256)
28 મે367(247)
29 મે372(253)
30 મે412(284)
31 મે438 (299)
1 જૂન423(314)

કુલ 17217 દર્દી, 1063 ના મોત અને 10780 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ12,4948647708
સુરત1659711128
વડોદરા107439616
ગાંધીનગર28514161
ભાવનગર1228103
બનાસકાંઠા114587
આણંદ1011084
અરવલ્લી1115103
રાજકોટ115370
મહેસાણા120573
પંચમહાલ891072
બોટાદ59154
મહીસાગર116241
પાટણ80663
ખેડા68454
સાબરકાંઠા106354
જામનગર54337
ભરૂચ40334
કચ્છ80248
દાહોદ36028
ગીર-સોમનાથ45034
છોટાઉદેપુર33023
વલસાડ40114
નર્મદા18015
દેવભૂમિ દ્વારકા13011
જૂનાગઢ30023
નવસારી25012
પોરબંદર1224
સુરેન્દ્રનગર39116
મોરબી403
તાપી603
ડાંગ202
અમરેલી1012
અન્ય રાજ્ય1700
કુલ17,217106310,780