કોરોના ગુજરાત:બીજી લહેર કરતા 5 ગણી ઝડપે વધતો કોરોના, 6275 નવા કેસ પરંતુ એકપણ મોત નહીં, અમદાવાદમાં સૌથી વધુ 2519 પોઝિટિવ

6 મહિનો પહેલા
  • સુરતમાં 1879 નવા કેસ, વડોદરામાં એક જ દિવસમાં પોઝિટિવનો આંક 309થી વધીને 398 થઈ ગયો
  • રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 62 હજાર 204ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા
  • અત્યાર સુધીમાં 8 લાખ 24 હજાર 163 દર્દી ડિસ્ચાર્જ થયા

રાજ્યમાં નવા વર્ષમાં કોરોના-ઓમિક્રોનમાં કેસનો ધડાકો થયો છે. બીજી લહેર કરતાં 5 ગણી વધુ ઝડપે નવા કેસ નોંધાયા છે. ગુજરાતમાં 8 મહિના બાદ પહેલીવાર 6 હજારથી વધુ કેસ આવ્યા છે. 24 કલાકમાં રાજ્યમાં 6275 નવા કેસ નોંધાયા છે, જેમાં અમદાવાદમાં સૌથી વધુ 2,519 કેસ જ્યારે સુરતમાં 1,879 કેસ સામે આવ્યા છે. જ્યારે 1263 દર્દીઓ સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે. રાજ્યમાં સતત બીજા દિવસે એકપણ દર્દીનું કોરોનાથી મોત નોંધાયું નથી. રાજ્યમાં 235 દિવસ બાદ 6 હજારથી વધુ કેસ નોંધાયા છે, 18 મેના રોજ 6447 કેસ હતા.

27913 એક્ટિવ કેસ અને 26 દર્દી વેન્ટિલેટર પર

રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 62 હજાર 204ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 128 છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 24 હજાર 163 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 27 હજાર 913 એક્ટિવ કેસ છે, જેમાંથી 26 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 27 હજાર 887 દર્દીની હાલત સ્થિર છે.

ઓમિક્રોનના શૂન્ય નવા કેસ
રાજ્યમાં આજે આણંદ-3, રાજકોટમાં 6, વડોદરા શહેરમાં 9 અને અમદાવાદ શહેરમાં 1 મળી કુલ 19 દર્દી ડિસ્ચાર્જ થયા છે. 8 જાન્યુઆરીએ ઓમિક્રોનના 32 નવા કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 12, આણંદ અને વડોદરા શહેરમાં 5, મહેસાણામાં 3, ભરૂચમાં 2 તથા રાજકોટ, બનાસકાંઠા, કચ્છ, અમદાવાદ જિલ્લો અને અમરેલીમાં 1-1 કેસ આવ્યા હતા. જ્યારે આણંદ અને અમરેલીમાં 7-7 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં 236 ઓમિક્રોનના કેસ આવ્યા જેમાંથી 186 દર્દી ડિસ્ચાર્જ થઈ ગયા છે.

રાજ્યમાં જાન્યુઆરીના 7 દિવસમાં કોરોનાથી 10નાં મોત
ગુજરાતમાં ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયાથી જ કોરોનાના નવા કેસ તેમજ મોતની આંકડામાં વધારો નોંધાયો હતો. પરંતુ જાન્યુઆરી 2022થી તો કોરોના રોકેટની ગતિએ ગુજરાતમાં વધી રહ્યો છે, સાથે જ મોતના આંકડામાં પણ વધારો થયો છે. ગત 1 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર સુધીમાં કોરોનાના કારણે 6 દર્દીઓના મોત થયા હતા.

આ પહેલા 1 જાન્યુઆરી અને 2 જાન્યુઆરીએ નવસારીમાં કોરોનાથી એક-એકનું મોત નિપજ્યું હતું. 3 જાન્યુઆરીએ જામનગર શહેરમાં 2 અને નવસારી જિલ્લામાં 1 એમ કુલ 3નાં મોત થયાં હતાં. 4 જાન્યુઆરીએ ભાવનગર અને નવસારી જિલ્લામાં 1-1 મળી કુલ 2 દર્દીના મોત થયાં હતા. 5 જાન્યુઆરીએ અમરેલીમાં અને 6 જાન્યુઆરીએ તાપી જિલ્લામાં એકનું મોત નોંધાયું હતું. તો 7 જાન્યુઆરીએ સુરત જિલ્લામાં એક દર્દીનું મોત નોંધાયું હતું. 8 જાન્યુઆરીએ એક પણ દર્દીનું મોત થયું ન હતું. જાન્યુઆરી મહિનાના માત્ર 7 જ દિવસમાં કોરોનાના કારણે 10 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

ગુજરાતમાં નવા કેસ અને એક્ટિવ કેસ

1 ડિસેમ્બરથી 9 જાન્યુઆરી સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 ડિસેમ્બર45261
2 ડિસેમ્બર50241
3 ડિસેમ્બર45450
4 ડિસેમ્બર44360
5 ડિસેમ્બર48241
6 ડિસેમ્બર38370
7 ડિસેમ્બર61390
8 ડિસેમ્બર67220
9 ડિસેમ્બર69270
10 ડિસેમ્બર63393
11 ડિસેમ્બર71270
12 ડિસેમ્બર56320
13 ડિસેમ્બર58561
14 ડિસેમ્બર55481
15 ડિસેમ્બર53530
16 ડિસેમ્બર68430
17 ડિસેમ્બર60581
18 ડિસેમ્બર68740
19 ડિસેમ્બર51550
20 ડિસેમ્બર70631
21 ડિસેમ્બર87732
22 ડિસેમ્બર91412
23 ડિસેમ્બર111782
24 ડિસેમ્બર98693
25 ડિસેમ્બર179342
26 ડિસેમ્બર177660
27 ડિસેમ્બર204651
28 ડિસેમ્બર394591
29 ડિસેમ્બર548651
30 ડિસેમ્બર5731022
31 ડિસેમ્બર654630
1 જાન્યુઆરી10691031
2 જાન્યુઆરી9681411
3 જાન્યુઆરી12591513
4 જાન્યુઆરી22652402
5 જાન્યુઆરી33502361
6 જાન્યુઆરી42138301
7 જાન્યુઆરી539611581
8 જાન્યુઆરી567713590
9 જાન્યુઆરી627512630
કુલ આંક34728702436

રાજ્યમાં કુલ 862,204 કેસ, 10,128 દર્દીના મોત અને 824,163 દર્દી ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ254,097237,8353,412
સુરત152,416143,1151,958
વડોદરા80,38478,262788
રાજકોટ59,77257,727732
જામનગર35,41634,651483
મહેસાણા24,61924,278177
ભાવનગર21,90221,196303
ગાંધીનગર21,57520,676205
જૂનાગઢ20,73320,378271
બનાસકાંઠા13,72813,489162
કચ્છ13,21512,751145
પંચમહાલ11,92911,70670
પાટણ11,64911,505129
ભરૂચ11,77811,364118
અમરેલી10,93010,743103
ખેડા11,07610,65749
દાહોદ10,0589,93838
આણંદ1,4439,78251
સાબરકાંઠા9,4589,172157
ગીર-સોમનાથ8,6538,52967
મહીસાગર8,2828,14672
સુરેન્દ્રનગર8,1967,992136
નવસારી7,7057,36930
મોરબી6,7026,44587
વલસાડ7,1036,48760
નર્મદા5,9965,94215
અરવલ્લી5,2575,11079
તાપી4,5014,43725
દેવભૂમિ દ્વારકા4,2644,10883
પોરબંદર3,5273,48321
છોટાઉદેપુર3,4063,35738
બોટાદ2,2212,17642
ડાંગ87484718
અન્ય રાજ્ય1621593
કુલ862,204824,16310,128
અન્ય સમાચારો પણ છે...