કોરોના ગુજરાત:કોરોના કાળના દોઢ વર્ષમાં પહેલીવાર સૌથી ઓછા દર્દી ડિસ્ચાર્જ થયાં, 25 નવા કેસ સામે માત્ર 14 દર્દી સાજા થયાં

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યમાં 3 કોર્પોરેશન અને 27 જિલ્લામાં કોરોનાના શૂન્ય કેસ નોંધાયા
  • સતત 15 દિવસથી ડબલ ડિજિટમાં રાજ્યમાં ક્યાંય કેસ નોંધાયા નથી

કોરોનાની બીજી લહેરનો હવે અંત નજીક છે. બીજી વેવમાં ફરી 20થી વધુ કેસ નોંધાયા છે. 24 કલાકમાં 25 નવા કેસ નોંધાયા છે. જો કે તેની સામે 14 દર્દી સાજા થયા છે. કોરોના કાળના દોઢ વર્ષમાં પ્રથમ વાર જ નવા કેસ કરતાં આટલા ઓછા દર્દી સાજા થયા છે. આજે રાજ્યના 5 કોર્પોરેશન અને 6 જિલ્લામાં જ નવા કેસ નોંધાયા છે. જ્યારે 3 કોર્પોરેશન અને 27 જિલ્લામાં કોરોનાના શૂન્ય કેસ નોંધાયા છે. રાજ્યમાં રિક્વરી રેટ 98.75 ટકા રહ્યો છે. રાજ્યમાં સતત બીજા દિવસે એક પણ દર્દીએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો નથી, 6 ઓગસ્ટે 18 દિવસ બાદ એક દર્દીનું તાપી જિલ્લામાં મોત નોંધાયું થયું હતું.

રાજ્યમાં સતત 15 દિવસથી ડબલ ડિજિટમાં ક્યાંય કેસ નોંધાયા નથી. ઉલ્લેખનીય છે કે, 23મી જુલાઈ સુધી સતત 12 દિવસ સુધી રાજ્યના એક પણ જિલ્લા કે શહેરમાં કેસ ડબલ ડિજિટમાં નોંધાયા ન હતા.

207 એક્ટિવ કેસ અને 6 દર્દી વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 25 હજાર 45ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 77 રહ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 14 હજાર 761 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 207 એક્ટિવ કેસ છે, જેમાંથી 6 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 201 દર્દીની હાલત સ્થિર છે.

રાજ્યમાં કુલ એક્ટિવ કેસ અને નવા કેસ

1 જુલાઈથી 8 ઓગસ્ટ સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 જુલાઈ843003
2 જુલાઈ802282
3 જુલાઈ761903
4 જુલાઈ701282
5 જુલાઈ621942
6 જુલાઈ692081
7 જુલાઈ652890
8 જુલાઈ625340
9 જુલાઈ561961
10 જુલાઈ532580
11 જુલાઈ422620
12 જુલાઈ321611
13 જુલાઈ311130
14 જુલાઈ41710
15 જુલાઈ38900
16 જુલાઈ39700
17 જુલાઈ371101
18 જુલાઈ33711
19 જુલાઈ24740
20 જુલાઈ29610
21 જુલાઈ28500
22 જુલાઈ34530
23 જુલાઈ36610
24 જુલાઈ39420
25 જુલાઈ30420
26 જુલાઈ31490
27 જુલાઈ30570
28 જુલાઈ28390
29 જુલાઈ27330
30 જુલાઈ21290
31 જુલાઈ27350
1 ઓગસ્ટ23210
2 ઓગસ્ટ22250
3 ઓગસ્ટ17420
4 ઓગસ્ટ15280
5 ઓગસ્ટ24310
6 ઓગસ્ટ23241
7 ઓગસ્ટ19270
8 ઓગસ્ટ25140
કુલ આંક2709431018

રાજ્યમાં કુલ 825045 કેસ, 10077 દર્દીના મોત અને 814761 ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ238,004234,5353,411
સુરત143,476141,5121,954
વડોદરા77,90477,069788
રાજકોટ57,91257,177723
જામનગર34,94734,456477
મહેસાણા24,41424,232177
ભાવનગર21,41221,109300
ગાંધીનગર20,73920,527205
જૂનાગઢ20,46920,190271
બનાસકાંઠા13,63113,468162
કચ્છ12,58712,440145
પંચમહાલ11,77011,69970
પાટણ11,62411,493129
ભરૂચ11,42511,304118
અમરેલી10,80610,698102
ખેડા10,42110,36948
દાહોદ9,9439,90338
આણંદ9,6239,56549
સાબરકાંઠા9,3149,156157
ગીર-સોમનાથ8,5538,48367
મહીસાગર8,1928,11972
સુરેન્દ્રનગર8,1217,985136
નવસારી7,1547,12624
મોરબી6,5026,41487
વલસાડ6,2446,19449
નર્મદા5,9525,93715
અરવલ્લી5,1835,10578
તાપી4,4384,41323
દેવભૂમિ દ્વારકા4,1724,09082
પોરબંદર3,4743,45519
છોટાઉદેપુર3,3953,35738
બોટાદ2,2182,17542
ડાંગ86484618
અન્ય રાજ્ય1621593
કુલ825,045814,76110,077