કોરોના ગુજરાત LIVE:ત્રીજી લહેરમાં પહેલીવાર 5 હજારની સપાટી વટાવી 5396 નવા કેસ, અમદાવાદમાં 2281 અને સુરતમાં 1350 નવા પોઝિટિવ

19 દિવસ પહેલા
  • વડોદરામાં 239 અને રાજકોટમાં 203 નવા કેસ નોંધાયા, વલસાડમાં એક જ દિવસમાં નવા કેસનો આંક 58થી વધી 142
  • બોટાદ, ડાંગ, પોરબંદર અને છોટાઉદેપુરમાં જિલ્લા કોરોનાના કેસ નોંધાયા નથી
  • રાજ્યમાં 24 કલાકમાં સુરત જિલ્લામાં એકનું મોત, જાન્યુઆરીમાં કુલ 10નાં મોત

રાજ્યમાં નવા વર્ષમાં કોરોના-ઓમિક્રોનમાં કેસનો ધડાકો થયો છે. 232 દિવસ એટલે કે પોણા આઠ મહિના બાદ 5 હજારનો આંકડો પાર કર્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 5396 નવા કેસ નોંધાયા છે. અગાઉ 19 મેના રોજ 5246 કેસ હતા. રાજ્યના સૌથી વધુ 2311 કેસ અમદાવાદ શહેર અને જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કેસ નોઁધાયા છે. તો સુરત શહેર અને જિલ્લામાં 1452 કેસ સામે આવ્યા છે.

18583 એક્ટિવ કેસ અને 19 દર્દી વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 50 હજાર 252ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 127 છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 21 હજાર 541 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 18583 એક્ટિવ કેસ છે, જેમાંથી 19 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 18564 દર્દીની હાલત સ્થિર છે.

રાજ્યમાં કોરોનાથી એકનું મોત
ગુજરાતમાં ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયાથી જ કોરોનાના નવા કેસ તેમજ મોતની આંકડામાં વધારો નોંધાયો હતો. પરંતુ જાન્યુઆરી 2022થી તો કોરોના રોકેટની ગતિએ ગુજરાતમાં વધી રહ્યો છે, સાથે જ મોતના આંકડામાં પણ વધારો થયો છે. ગત 1 ડિસેમ્બરથી 10 ડિસેમ્બર સુધીમાં કોરોનાના કારણે 6 દર્દીઓના મોત થયા હતા. જ્યારે જાન્યુઆરી મહિનાના માત્ર 7 જ દિવસમાં કોરોનાના કારણે 10 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેમાં 7 જાન્યુઆરીએ સુરત જિલ્લામાં એક દર્દીનું મોત નોંધાયું છે.

5 જાન્યુઆરીએ અમરેલીમાં અને આજે 6 જાન્યુઆરીએ તાપી જિલ્લામાં કોરોનાથી એકનું મોત નોંધાયું છે. જ્યારે 4 જાન્યુઆરીએ ભાવનગર અને નવસારી જિલ્લામાં 1-1 મળી કુલ 2 દર્દીના મોત થયાં હતા. એ અગાઉ 3 જાન્યુઆરીએ જામનગર શહેરમાં 2 અને નવસારી જિલ્લામાં 1 એમ કુલ 3નાં મોત થયાં હતાં. તો 2 જાન્યુઆરીએ નવસારીમાં કોરોનાથી એકનું મોત નિપજ્યું હતું.

ગુજરાતમાં નવા કેસ અને એક્ટિવ કેસ

1 ડિસેમ્બરથી 7 જાન્યુઆરી સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 ડિસેમ્બર45261
2 ડિસેમ્બર50241
3 ડિસેમ્બર45450
4 ડિસેમ્બર44360
5 ડિસેમ્બર48241
6 ડિસેમ્બર38370
7 ડિસેમ્બર61390
8 ડિસેમ્બર67220
9 ડિસેમ્બર69270
10 ડિસેમ્બર63393
11 ડિસેમ્બર71270
12 ડિસેમ્બર56320
13 ડિસેમ્બર58561
14 ડિસેમ્બર55481
15 ડિસેમ્બર53530
16 ડિસેમ્બર68430
17 ડિસેમ્બર60581
18 ડિસેમ્બર68740
19 ડિસેમ્બર51550
20 ડિસેમ્બર70631
21 ડિસેમ્બર87732
22 ડિસેમ્બર91412
23 ડિસેમ્બર111782
24 ડિસેમ્બર98693
25 ડિસેમ્બર179342
26 ડિસેમ્બર177660
27 ડિસેમ્બર204651
28 ડિસેમ્બર394591
29 ડિસેમ્બર548651
30 ડિસેમ્બર5731022
31 ડિસેમ્બર654630
1 જાન્યુઆરી10691031
2 જાન્યુઆરી9681411
3 જાન્યુઆરી12591513
4 જાન્યુઆરી22652402
5 જાન્યુઆરી33502361
6 જાન્યુઆરી42138301
7 જાન્યુઆરી539611581
કુલ આંક22776440236

રાજ્યમાં કુલ 850,252 કેસ, 10,128 દર્દીના મોત અને 821,541 દર્દી ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ249,011236,8593,412
સુરત148,876142,4801,958
વડોદરા79,67777,962788
રાજકોટ59,26157,602732
જામનગર35,28634,638483
મહેસાણા24,55924,275177
ભાવનગર21,71821,195303
ગાંધીનગર21,28820,617205
જૂનાગઢ20,64620,334271
બનાસકાંઠા13,68713,482162
કચ્છ13,08212,653145
પંચમહાલ11,85911,70670
પાટણ11,63011,505129
ભરૂચ11,66911,343118
અમરેલી10,88710,734103
ખેડા10,94510,57949
દાહોદ10,0299,93138
આણંદ1,2929,68951
સાબરકાંઠા9,4159,172157
ગીર-સોમનાથ8,6358,52967
મહીસાગર8,2598,14672
સુરેન્દ્રનગર8,1717,992136
નવસારી7,5617,33430
મોરબી6,6476,43487
વલસાડ6,8806,46560
નર્મદા5,9715,94215
અરવલ્લી5,2255,11079
તાપી4,4894,43325
દેવભૂમિ દ્વારકા4,2394,09883
પોરબંદર3,5183,48021
છોટાઉદેપુર3,3983,35738
બોટાદ2,2192,17642
ડાંગ87084718
અન્ય રાજ્ય1621593
કુલ850,252821,54110,128
અન્ય સમાચારો પણ છે...