તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ગુજરાત LIVE:હવે અમદાવાદ શહેરમાં જ એક મોત અને ડબલ ડિજિટમાં કેસ, રાજ્યમાં 69 કેસ, 10 જિલ્લા અને 3 કોર્પોરેશનમાં 1-1 કેસ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 114 દિવસ એટલે કે ચાર મહિના બાદ દૈનિક મૃત્યુ આંક એક થયો
  • અમદાવાદ શહેરમાં જ ડબલ ડિજિટમાં કેસ નોંધાયા, 208 દર્દીએ કોરોનાને માત આપી

રાજ્યમાં કોરોનાની બીજી લહેરનો લગભગ અંત આવી ગયો છે. નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. બીજી વેવમાં સતત નવમા દિવસે 100થી ઓછા કેસ નોંધાયા છે. 24 કલાકમાં 69 નવા કેસ નોંધાયા છે. જે ગઈકાલ કરતાં 7 વધારે છે. અમદાવાદ શહેરમાં જ એક દર્દીનું મોત થયું છે. 114 દિવસ એટલે કે ચાર મહિના બાદ દૈનિક મૃત્યુ આંક એક થયો છે. જ્યારે અમદાવાદ શહેરમાં જ ડબલ ડિજિટમાં કેસ નોંધાયા છે. 208 દર્દીએ કોરોનાને માત આપી છે.

જ્યારે 10 જિલ્લા અને 3 કોર્પોરેશનમાં 1-1 કેસ નોઁધાયો છે. 2 જિલ્લામાં 2-2, 2 જિલ્લામાં 3-3, એક જિલ્લામાં 4, એક કોર્પોરેશન અને એક જિલ્લામાં 5-5, એક કોર્પોરેશનમાં 7 અને એક કોર્પોરેશન વિસ્તારમાં 9 કેસ નોઁધાયા છે. તો 14 જિલ્લા અને એક કોર્પોરેશનમાં શૂન્ય કેસ છે. રાજ્યમાં રિક્વરી રેટ સુધરીને 98.51 ટકા થયો છે. 28મી જૂને 96 કેસ, 29મી જૂને 93, 30મી જૂને 90, 1 જુલાઈએ 84, 2 જુલાઈએ 80, 3 જુલાઈએ 76, 4 જુલાઈએ 70 અને 5 જુલાઈએ 62 કેસ નોંધાયા હતા.રાજ્યમાં 2020ની 14 એપ્રિલ બાદ સતત ચોથીવાર 78થી ઓછા કેસ નોંધાયા છે.

2193 એક્ટિવ કેસ અને 11 વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 23 હજાર 964ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 72 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 11 હજાર 699 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 2 હજાર 193 એક્ટિવ કેસ છે, જેમાંથી 11 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 2 હજાર 182 દર્દીની હાલત સ્થિર છે.

રાજ્યમાં કુલ એક્ટિવ કેસ અને નવા કેસ

1 જૂનથી 6 જુલાઈ સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 જૂન1561486922
2 જૂન1333409818
3 જૂન1207301817
4 જૂન1120339816
5 જૂન996300415
6 જૂન848291512
7 જૂન778261311
8 જૂન695212211
9 જૂન644167510
10 જૂન544150511
11 જૂન48115269
12 જૂન49012786
13 જૂન45510636
14 જૂન40511066
15 જૂન35210064
16 જૂન2989355
17 જૂન2837706
18 જૂન2627765
19 જૂન2288745
20 જૂન1856514
21 જૂન1516192
22 જૂન1356123
23 જૂન1384873
24 જૂન1295072
25 જૂન1234313
26 જૂન1223523
27 જૂન1123053
28 જૂન963153
29 જૂન933262
30 જૂન903043
1 જુલાઈ843003
2 જુલાઈ802282
3 જુલાઈ761903
4 જુલાઈ701282
5 જુલાઈ621942
6 જુલાઈ692081
કુલ આંક1479544708239

રાજ્યમાં કુલ 823964 કેસ, 10072 દર્દીના મોત અને 811699 ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ237,781233,4043,410
સુરત143,270140,8971,952
વડોદરા77,73276,862788
રાજકોટ57,85657,073723
જામનગર34,90534,383477
મહેસાણા24,40324,208177
ભાવનગર21,39621,057300
ગાંધીનગર20,71620,291205
જૂનાગઢ20,41920,126271
બનાસકાંઠા13,62013,443162
કચ્છ12,57412,420145
પંચમહાલ11,76211,68770
પાટણ11,62211,491129
ભરૂચ11,40011,264118
અમરેલી10,77310,650102
ખેડા10,41210,35448
દાહોદ9,9199,87938
આણંદ9,5959,54548
સાબરકાંઠા9,3049,139157
ગીર-સોમનાથ8,5288,36467
મહીસાગર8,1898,10472
સુરેન્દ્રનગર8,1127,972136
નવસારી7,1337,08624
મોરબી6,4976,40687
વલસાડ6,2266,14849
નર્મદા5,9455,92515
અરવલ્લી5,1825,08678
તાપી4,4304,40422
દેવભૂમિ દ્વારકા4,1594,06382
પોરબંદર3,4703,44019
છોટાઉદેપુર3,3943,35338
બોટાદ2,2172,17442
ડાંગ86184318
અન્ય રાજ્ય1621593
કુલ823,964811,69910,072
અન્ય સમાચારો પણ છે...